GI ટેગ મેળવનાર અમલસાડી ચીકુમાં શું ખાસ છે? જાણો સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક છે

તાજેતરમાં અમલસાડી ચીકુને GI ટેગ મળ્યો છે. GI એટલે (Geographical Indication) 'જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન' ટેગ, ખેડૂતો તેનાથી ખુબ જ ખુશ છે. આનાથી દેખાવમાં નરમ અને મુલાયમ છાલવાળા આ ફળને વિશ્વના બજાર સુધી પહોંચવામાં મદદ મળશે. બીજા બધા ચીકુની જેમ, તેના ફાયદા અસંખ્ય છે. તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે. તે પાચનમાં સુધારો કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચહેરાનો ગ્લો વધારે છે. હવે સવાલ એ છે કે અમલસાડી ચીકુના ફાયદા શું છે? અમલસાડના ચીકુમાં કયા પોષક તત્વો હોય છે? આવો અમે તમને એના વિશે જણાવી દઈએ...

ઇન્ટરનેશનલ જર્નલ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, તેમાં ફાઇબરની સાથે વિટામિન A, B, C, E, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ સહિત ઘણા પોષક તત્વો હોય છે. આ બધા તત્વો આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે. અમલસાડી ચીકુ વિશે વાત કરીએ તો, તે તેની અસાધારણ મીઠાશ, સુંદર રચના અને સારી શેલ્ફ લાઇફ માટે જાણીતું છે. GI ટેગ પુષ્ટિ કરે છે કે તે અનોખું અને ગુણોથી ભરપૂર છે. અમલસાડ ગુજરાતના નવસારી જિલ્લામાં આવેલું છે.

02

સંશોધન મુજબ, તેમાં રહેલા વિટામિન A, B, C, E, કેલ્શિયમ, ફાઇબર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, પોટેશિયમ, એન્ટીઑકિસડન્ટ સહિત ઘણા પોષક તત્વો હાડકાં અને ફેફસાં સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં તેમજ પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, તે આંખોની રોશની જાળવવામાં પણ ફાયદાકારક છે.

હવે આ ટેગ સ્થાનિક ખેડૂતોને આર્થિક લાભ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળવાની આશા છે. GI ટેગ કોઈપણ ઉત્પાદનને તેની ગુણવત્તા સાથે સંબંધિત દરજ્જો આપે છે. જેમ કે બનારસી સાડી કે ગયાના સિલાવ ખાજાની જેમ. આ ટેગ સ્થાનિક કારીગરો અને ઉત્પાદકોને આર્થિક લાભ પૂરો પાડે છે અને ગ્રાહકોને ખાતરી પણ આપે છે કે, તેઓ વાસ્તવિક અને ઉચ્ચ-ગુણવત્તાવાળી પ્રોડક્ટ ખરીદી રહ્યા છે.

03

અમલસાડ ચીકુ અથવા સપોડિલા, GI ટેગ મેળવનારી ગુજરાતની 28મી વસ્તુ બની ગઈ છે. અમલસાડ ચીકુના GI વિસ્તારમાં ગણદેવી તાલુકાના 51 ગામો, જલાલપોર તાલુકાના 6 ગામો અને નવસારી તાલુકાના 30 ગામોનો સમાવેશ થાય છે, જે કુલ ઉત્પાદનમાં 30 ટકા ફાળો આપે છે.

Related Posts

Top News

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
Tech and Auto 
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન

મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે

એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
National 
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Copyright (c) Khabarchhe All Rights Reserved.