- Lifestyle
- પુરુષો કરતા સ્ત્રીઓમાં સાંભળવાની ક્ષમતા વધુ! સામે આવ્યું કારણ
પુરુષો કરતા સ્ત્રીઓમાં સાંભળવાની ક્ષમતા વધુ! સામે આવ્યું કારણ

તમારા શરીરમાં ઘણા અંગો છે, દરેકની પોતાની વિશેષતાઓ છે. આંખોથી નાક સુધી, દરેકનું પોતાનું કામ હોય છે. તેવી જ રીતે, કાનનું કામ તમને સાંભળવા માટે સક્ષમ બનાવવાનું છે. તમે બધા અત્યાર સુધી એવું માની રહ્યા હશો કે સ્ત્રીઓ, પુરુષો અને બાળકો પણ સમાન રીતે જ સાંભળે છે, પરંતુ બ્રિટિશ અને ફ્રેન્ચ સંશોધકો દ્વારા 13 દેશોમાં કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સ્ત્રીઓમાં સામાન્ય રીતે પુરુષો કરતાં વધુ સારી સાંભળવાની ક્ષમતા હોય છે. હવે આ પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે, તે વાત પણ જાણી લો.

કેમ પુરુષો કરતાં વધુ સાંભળે છે સ્ત્રીઓ?
13 દેશોમાં કરવામાં આવેલા આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, સરેરાશ, સ્ત્રીઓમાં પુરુષો કરતાં લગભગ બે ડેસિબલ વધુ સાંભળવાની ક્ષમતા હોય છે. સંશોધકો કહે છે કે સ્ત્રીઓની સાંભળવાની ક્ષમતા પુરુષો કરતાં વધુ સારી હોઈ શકે છે કારણ કે તેમના કાનની અંદરના 'કોક્લીઆ' નામના ભાગની રચના અલગ હોય છે. કોક્લીઆ એક ફ્લૂઈડથી ભરેલું નાનું અંગ છે જે ધ્વનિ તરંગોને મગજ સુધી મોકલવામાં આવતા સંકેતોમાં રૂપાંતરિત કરે છે જેથી મગજ તેને સમજી શકે. આ ઉપરાંત, બાળપણથી મોટા થતા દરમિયાન શરીરમાં થતા હોર્મોનલ ફેરફારો પણ સાંભળવાની ક્ષમતામાં આ તફાવત પેદા કરી શકે છે.

મુશ્કેલીનું કારણ પણ બની શકે છે આ ક્ષમતા
જોકે સારી/ઉચ્ચ સાંભળવાની ક્ષમતા ફાયદાકારક હોવા છતાં, તે ખૂબ ઘોંઘાટવાળી જગ્યાએ પણ સમસ્યા બની શકે છે. આવા વાતાવરણમાં, સ્ત્રીઓને ઊંઘમાં ખલેલ પડી શકે છે, એટલે કે શાંતિથી ઊંઘ ન આવી શકે અને તેમને હૃદય સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સંશોધન એ પણ દર્શાવે છે કે જ્યારે આપણે સાંભળવાના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ છીએ, તો ફક્ત શરીરની રચના જ નહીં પરંતુ આસપાસના વાતાવરણની પણ અસર પડે છે. તેથી, દરેક વ્યક્તિ માટે સાંભળવાની દેખભાળની પદ્ધતિ અલગ અલગ હોઈ શકે છે.
Related Posts
Top News
‘બ્રિટને ભારતને ગુલામ નહોતું બનાવ્યું!’ દલીલમાં કુદ્યા એલન મસ્ક? યુઝર્સે પકડાવી દીધી અંગ્રેજોની લૂંટની લિસ્ટ
કંપનીએ પાકિસ્તાનમાં પોતાનો ધંધો બંધ કર્યો, લોકો શેમ્પૂ, સાબુ અને રેઝર માટે વલખા મારે છે!
હવે હાઈવે પર મળશે હાઈટેક સુવિધાઓ, QR કોડવાળા સાઇન બોર્ડ્સથી તરત મળશે જરૂરી જાણકારી
Opinion
