- National
- બિહારમાં શખ્સની આંખોમાં નીકળી આવ્યો દાંત, ડૉક્ટરોના પણ ઊડી ગયા હોશ; કેટલો દુર્લભ છે આ મામલો?
બિહારમાં શખ્સની આંખોમાં નીકળી આવ્યો દાંત, ડૉક્ટરોના પણ ઊડી ગયા હોશ; કેટલો દુર્લભ છે આ મામલો?
ક્યારેક-ક્યારેક એવા મેડિકલ કેસ સામે આવે છે, જેને સાંભળીને લોકો સ્તબ્ધ થઈ જાય છે. તાજેતરમાં જ બિહારથી પણ આવો જ એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિની આંખમાંથી દાંત નીકળી આવ્યો. આ અનોખી ઘટનાએ ન માત્ર દર્દીને પરેશાન કર્યો, પરંતુ ડૉક્ટરોને પણ હેરાન કરી દીધા. પટનાની ઈન્દિરા ગાંધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (IGIMS)માં બનેલી આ ઘટનાએ મેડિકલ સાયન્સની દુનિયામાં ચર્ચા જગાવી દીધી છે.
આ કેવી રીતે થયો ખુલાસો?
દર્દી આંખમાં સતત દુઃખાવો અને સોજાની સમસ્યાને લઈને IGIMS પહોંચ્યો તો ડૉક્ટરોએ તેની તપાસ કરી.
ડૉક્ટરોએ તેનું કોન બીમ કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CBCT) સ્કેન કરાવ્યો.
સ્કેન રિપોર્ટ જોઈને ખબર પડી કે આંખની નજીક દાંત નીકળીને બહાર આવ્યો છે.
આ રિપોર્ટ ડૉક્ટરો માટે પણ કોઈ ચોંકાવનારા કેસથી ઓછો નહોતો.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આ ડેવલપમેન્ટ એનોમલી છે. તેનો અર્થ એ થાય કે જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય છે, ત્યારે દાંત બનાવવાની પ્રક્રિયામાં ગરબડી થઈ જાય છે.
દાંત બનાવતા કોશિકાઓ ક્યારેક-ક્યારેક ખોટી જગ્યાએ વિકસિત થાય છે.
આ જ કારણ છે કે આ દર્દીના મામલે દાંત આંખની નજીક ઊગી આવ્યો છે.
ડૉક્ટરોનું કહેવું છે કે આ એક અત્યંત દુર્લભ મેડિકલ કન્ડિશન છે.
કેટલો દુર્લભ છે આ મામલો?
સામાન્ય રીતે મોઢાની અંદર દાંત વિકસિત થાય છે, પરંતુ શરીરના અન્ય ભાગોમાં દાંતનો વિકાસ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે.
ભારતમાં અત્યાર સુધી આવો એક જ કેસ નોંધાયો છે.
આ સ્થિતિ મોટાભાગે બાળપણ અથવા કિશોરાવસ્થામાં જોવા મળે છે, પરંતુ ક્યારેક તે મોડેથી સામે આવે છે.
દર્દી માટે તે કેટલું જોખમી?
આંખની દૃષ્ટિને અસર થઈ શકે છે.
સતત દુઃખાવો અને સોજો દર્દીને પરેશાન કરી શકે છે.
આંખના નાજુક ભાગોને નુકસાન થવાનું જોખમ હતું.
બિહારનો આ મામલો આપણને શીખવે છે કે માનવ શરીર ઘણા રહસ્યોથી ભરેલું છે. આંખમાં ઉગતો દાંત એક દુર્લભ મેડિકલ કેસ હોવા છતા મેડિકલ સાયન્સની જટિલતા અને અદ્ભુત સંભાવનાઓ દર્શાવે છે. ડૉક્ટરોએ આ કેસથી ન માત્ર દર્દીને રાહત આપી, પરંતુ આખી દુનિયાને બતાવ્યું કે માનવ શરીર આવી વિચિત્ર અને અનોખી પરિસ્થિતિઓને કેવી રીતે જન્મ આપી શકે છે.

