- Loksabha Election 2024
- 1984થી નાણા મંત્રીઓ ક્યાં તો ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો હારી ગયા છે
1984થી નાણા મંત્રીઓ ક્યાં તો ચૂંટણી લડ્યા નથી અને લડ્યા તો હારી ગયા છે

ભારતના રાજકારણનો એક રોચક ઇતિહાસ સામે આવ્યો છે. 1980 સુધી નાણા મંત્રીઓ લોકસભાની ચૂંટણી લડતા હતા અને જીતતા હતા, પરંતુ 1984 પછી એકાદ અપવાદ બાદ કરતા એવું જોવા મળ્યું છે કે ક્યાં તો નાણા મંત્રીઓએ ચૂંટણી લડવાની ના જ પાડી છે અને લડ્યા હોય તો પછી હારી ગયા છે.
1984માં ઇંદિરા ગાંધીની હત્યા થઇ એ પછી થયેલી લોકસભાની ચૂંટણીમાં આર.વેંકટ રમણ અને પ્રણવ મુખર્જિએ લોકસભા લડવાની ના પાડેલી. રાજીવ ગાંધીની સરકારમાં 1989માં લોકસભાની ચૂંટણી વખતે શંકર ચવ્હાણ નાણા મંત્રી હતા અને તેમણે ચૂંટણી લડવાની ના પાડેલી.
1991માં નરસિંહ રાવની સરકારમાં ડો. મનમોહન સિંહ નાણા મંત્રી હતા, તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડેલી. 1999-2004માં અટલ બિહાર વાજપેયીની સરકારમાં 2 નાણા મંત્રી બન્યા હતા. જશવંત સિંહ 3 વર્ષ માટે અને 2 વર્ષ માટે યશવંત સિંહા હતા. જશવંત સિંહે ચૂંટણી લડવાની ના પાડેલી, પરંતુ યશવંત સિંહા ચૂંટણી લડ્યા અને હારી ગયા હતા.
UPAના બીજા કાર્યકાળમાં પ્રણવ મુખર્જિ નાણા મંત્રી અને 2012માં તેમના રાષ્ટ્રપતિ બનાવેલા. એ પછી પી. ચિદમ્બરમ નાણા મંત્રી બન્યા, પરંતુ તેમણે 2014માં લોકસભા લડવાની ના પાડેલી.
2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં અરૂણ જેટલી નાણા મંત્રી હતા અને જાન્યુઆરી 2019થી ફેબ્રુઆરી 2019 સુધી પિયુષ બસંલ નાણા મંત્રી હતા, પરંતુ બંનેએ ચૂંટણી લડવાની ના પાડેલી અને હવે નિર્મલા સીતારમણે પણ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે.