2 હૃદય, 2 માથા અને 4 હાથ સાથે જન્મી બાળકી, બંને જ ધબકી રહ્યા છે; ડૉકટરોએ જણાવ્યું તેનું સાયન્સ

મધ્ય પ્રદેશના ઇન્દોરની એક હૉસ્પિટલમાં જન્મેલી એક બાળકી ચર્ચામાં છે. 13 ઑગસ્ટના રોજ ખરગોન જિલ્લાના મોથાપુરા ગામની રહેવાસી એક મહિલાએ એક વિશેષ બાળકીને જન્મ આપ્યો હતો. આ બાળકીના 2 માથા, 4 હાથ અને 2 હૃદય છે, જ્યારે તેની છાતી અને પેટ પરસ્પર જોડાયેલા છે. આ ઉપરાંત, બાળકીના 2 સામાન્ય પગ પણ છે. બાળકીને ઇન્દોરની MY હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ત્યાં ડૉક્ટરોની એક વિશેષ ટીમ સતત તેની સ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે.

New Born
prabhatkhabar.com

નિષ્ણાત ડૉક્ટરોનું કહેવું છે કે, આવા બાળકોની સર્જરી ખૂબ જ કઠિન અને જોખમી છે, કારણ કે તેમના શરીરના ઘણા ભાગો પરસ્પર જોડાયેલા હોય છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં, બાળકોને તાત્કાલિક સંભાળ પૂરી પાડવા માટે ઇમરજન્સી વોર્ડમાં રાખવામાં આવે છે. ડૉક્ટરોએ એમ પણ કહ્યું કે, છોકરીની સ્થિતિ હાલમાં સ્થિર છે અને રાહતની વાત એ છે કે તેના બંને હૃદય સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. જો કે, આગળની સ્થિતિ જાણવા માટે સોનોગ્રાફી અને અન્ય જરૂરી મેડિકલ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. મેડિકલ ભાષામાં આવા જન્મને કંજોઇન્ડ ટ્વીન્સ કહેવામાં આવે છે, અને આ પ્રકારની પરિસ્થિતિ ખૂબ જ જટિલ માનવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, બાળકીની ડિલિવરી MTH હૉસ્પિટલમાં થઈ હતી. ત્યારબાદ, તેની ગંભીર સ્થિતિને જોતા MY હૉસ્પિટલ રિફર કરવામાં આવી હતી. ત્યાં તેને પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ (PICU)માં ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવી હતી. નિષ્ણાતોનું માનવું છે કે જો 6 મહિના બાદ પણ બાળકીની સ્થિતિ અનુકૂળ રહે છે, તો શક્ય છે કે તેના શરીરને સર્જરીની મદદથી અલગ કરી શકાય. જોકે, આ પ્રક્રિયા ખૂબ જ સંવેદનશીલ અને જટિલ હશે. પરિવારે ડૉક્ટરોની સલાહ લીધા બાદ છોકરીને ડિસ્ચાર્જ કરીને તેને પોતાની સાથે ઘરે લઈ જવાનો નિર્ણય લીધો છે. આ દંપતીનું પહેલું બાળક છે, અને પરિવારના સભ્યો છોકરીના સારા સ્વાસ્થ્યની આશા રાખી રહ્યા છે.

New Born
apollosage.in

આ પહેલી વખત નથી જ્યારે ઇન્દોરમાં આવો મામલો સામે આવ્યો હોય. આ અગાઉ પણ શહેરમાં 2 માથાવાળા બાળકનો જન્મ થયો છે. આવા મામલા ચિકિત્સા વિજ્ઞાન માટે પડકારજનક હોય છે, જ્યારે સમાજમાં આ સમાચાર મોટાભાગે ચર્ચા અને જિજ્ઞાસાનો વિષય બને છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.