- National
- ‘બહાર નીકળો..., બહાર નીકળો...’, ચાલી રહી હતી ગાડીઓ અને અચાનક તૂટી ગયો પૂલ, જુઓ વીડિયો
‘બહાર નીકળો..., બહાર નીકળો...’, ચાલી રહી હતી ગાડીઓ અને અચાનક તૂટી ગયો પૂલ, જુઓ વીડિયો
જમ્મુમાં સતત ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ છે. તવી નદીનું પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ઘરો, માલસામાન, પશુધન અને વાહનો, કંઈ પણ કુદરતના પ્રકોપથી સુરક્ષિત નથી. પાણી એટલું ઝડપથી વધી રહ્યું છે કે નદી પર બનેલા પુલોને સ્પર્શી રહ્યું છે. મંગળવારે પૂલ તૂટવાનો એક વીડિયો સામે આવ્યો છે જેનાથી લોકો ડરી ગયા છે. તવી નદી પર બનેલો પૂલ અચાનક તૂટી પડ્યો ત્યારે હાહાકાર મચી ગયો હતી.
અહેવાલો અનુસાર, એશિયા રોડથી ભગવતી નગર જતા ચોથા પૂલનો કિનારો પડી ગયો હતો, જેના કારણે પૂલ પર એક મોટો ખાડો પડી ગયો હતો. આ અકસ્માત દરમિયાન પૂલ પરથી જતા વાહનો આ ખાડામાં પડી ગયા હતા. નદી પર બનેલો પૂલ તૂટ્યો તે સમયનો વીડિયો સામે આવ્યો છે. પૂલ તૂટ્યા બાદ, જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નહીં તો કારમાં બેઠેલા લોકોમાં જીવ જઇ શકતા હતા. પરિસ્થિતિ કાબૂ બહાર હોવાને કારણે બચાવ કાર્યમાં વિલંબ થયો હતો.
https://twitter.com/AdityaRajKaul/status/1960368617943597119
સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને તવી નદી પરના પૂલને બંને બાજુથી વાહનવ્યવહાર માટે બંધ કરી દીધો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014માં પણ જ્યારે પૂર આવ્યું હતું, ત્યારે આ પૂલનો સંપર્ક કાપી નાખવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરનું પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં કુદરત તબાહી મચાવી રહી છે. કુદરતી આફતને કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, દિલ્હીમાં જમ્મુ તરફ જતી ટ્રેનો બંધ કરી દેવામાં આવી છે.

