રસ્તા વચ્ચે નમાઝ વાંચતી દેખાઈ મહિલા, પોલીસે પકડતા અલગ જ એંગલ આવ્યું સામે

સોશિયલ મીડિયા પર સ્ક્રોલ કરતા કેટલીક વખત કોઈક એવો વીડિયો જોવા મળે છે જે અજીબ તો હોય જ છે, પરંતુ આપણે તેના પર થોડી પ્રતિક્રિયા આપતા આગળ વધી જઈએ છીએ. પરંતુ, જ્યારે આપણને એ વીડિયો વિશે વધુ જાણકારી મળે છે, ત્યારે આપણો દૃષ્ટિકોણ બદલાઈ જાય છે. હાલમાં કેરળના પલક્કડમાં પણ આવી જ એક ઘટના બની રહી છે. અહી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને તમે જ્યારે વીડિયો જોશો તો અલગ દૃષ્ટિકોણ રહેશે, પરંતુ જ્યારે મામલો જાણશો તો વિચારવાનું એંગલ જ બદલાઈ જશે. ચાલો પહેલા વીડિયો અંગે જાણીએ.

Namaz1
indiatv.in

આપણે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ, તેમાં એક મહિલા નમાઝ વાંચતી જોવા મળી રહી છે, પરંતુ તે ઘરની અંદર નહીં, રસ્તા વચ્ચે નમાઝ વાંચતી જોવા મળે છે. વીડિયોમાં જોવા મળે છે કે, સફેદ બુરખો પહેરેલી એક મહિલા રસ્તા પર નમાઝ વાંચી રહી છે. તો અલગ-અલગ વાહનો પણ પસાર થઈ રહ્યા છે,અને મહિલા કોઈપણ અકસ્માત થવાનો કોઈ ભય નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આખો મામલો શું છે

આ ઘટના 28 જાન્યુઆરીની છે, જ્યાં પલક્કડના IMA જંકશન પર એક વ્યસ્ત રસ્તાની વચ્ચે એક મહિલાએ નમાઝ વાંચી હતી. આ જોઈને, આસપાસ રહેનારા લોકો અને ડ્રાઇવરોએ તેને રસ્તા પરથી હટાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ન હટી. સાઉથ સિટી પોલીસ ત્યાં પહોંચી અને તેની અટકાયત કરી. ત્યારબાદ, મહિલાએ એંગલ જ બદલી દીધું. મહિલાએ જણાવ્યું કે, તેના આ કામ પાછળનો હેતુ પારિવારિક સંપત્તિના વિવાદ પર ધ્યાન દોરવાનો હતો.

Namaz3
english.mathrubhumi.com

મહિલાનું કહેવું છે કે, તેના સંપત્તિ વિવાદની સુનાવણી થઈ રહી નથી, એટલે તેણે ધ્યાન ખેંચવા અને ન્યાય મેળવવા માટે રસ્તાની વચ્ચે નમાઝ વાંચી. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે, ‘તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Top News

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

એરપોર્ટ પર સોના-ચાંદીની તસ્કરીના કિસ્સા પણ સામે આવતા હોય છે. લોકો અલગ અલગ પેંતરા અજમાવતા હોય છે, પરંતુ કસ્ટમ...
Gujarat 
45 લાખની અંડરવિયર જોઈ છે તમે? અમદાવાદ એરપોર્ટ ભેજાબાજને કસ્ટમે પકડ્યો

‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)એ લોકસભા સચિવાલયને PM CARES ફંડ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી છે. PMOએ જણાવ્યું છે કે...
Politics 
‘PM Cares ફંડ પર કોઈ સવાલ નહીં પૂછી શકાય’, PMOએ લોકસભા સચિવાલયને સ્પષ્ટ સૂચના આપી, કારણ પણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.