‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર આવે છે અને પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને કંઈક એવું કહે છે કે આખું પંડાલ હાસ્યથી ગુંજી ઉઠે છે. બાળક તેના તોતળા અવાજમાં પૂછે છે કે, ‘તમારી પાસે હનુમાનજી રહે છે?’ ધીરેન્દ્ર શાસ્ત્રી હાx’ પાડે છે, તરત જ બાળક કહે છે, ‘બોલાવી લાવો ને, મારે મળવું છે. બાળકની નિર્દોષ માંગણી સાંભળીને લોકો હસ્યા વગર ન રહી શક્યા.

dhirendra-shastri2
zeenews.india.com

આ જ બાળકનો બીજો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ધીરેન્દ્ર શાસ્ત્રીને તેના પિતાની ફરિયાદ કરતો જોવા મળે છે. બાળક કહે છે કે, ‘મારા પિતા ખૂબ ગંદા છે, ખૂબ ઝઘડો કરે છે, મને ખવડાવતા નથી અને આખો દિવસ ફોન ચલાવતા રહે છે. આ સાંભળીને, ધીરેન્દ્ર શાસ્ત્રી હસીને પૂછે છે, ‘દીકરા, તું કોની ફરિયાદ કરી રહ્યો છે?’ બાળક નિર્દોષતાથી જવાબ આપે છે-પપ્પા.

ધીરેન્દ્ર શાસ્ત્રી બાળકને કહે છે, ‘માઈકથી તારા પિતાને બોલાવ. બાળક મોટેથી જવાબ આપે છે, ‘પપ્પા, આવો. જ્યારે પિતા દેખાતા નથી, ત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી મજાકમાં પૂછે છે, ‘તારા પિતા ક્યાં છે?’ ત્યારબાદ હાસ્યનો માહોલ વધી જાય છે. અંતે, બાળકના પિતા સ્ટેજ પર આવે છે, અને ધીરેન્દ્ર શાસ્ત્રી મજાક મજાકમાં તેનો ક્લાસ લઈ લે છે.

https://www.instagram.com/reel/DTpJ-YGk6Ht/?utm_source=ig_web_copy_link

આજના તણાવપૂર્ણ માહોલમાં, આ વીડિયો લોકોના ચહેરા પર સ્મિત લાવી રહ્યો છે. બાળકની પ્રામાણિકતા, માસૂમિયત અને ધીરેન્દ્ર શાસ્ત્રીનો હળવાશભર્યો અભિગમ આ વીડિયોને ખાસ બનાવે છે.

About The Author

Related Posts

Top News

શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂનાગઢના માળિયા હાટીનાના ગડુ ગામ ખાતે આયોજિત એક સભમાં જૂતુ ફેંકવાનો પ્રયાસ...
Gujarat 
શું ગોપાલને હાથના કરેલા હૈયે વાગી રહ્યા છે?

વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

છેલ્લાં 22 વર્ષથી ગ્લોબલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ ગાંધીનગરમાં યોજાતું હતું. પરંતુ આ વખતે રાજકોટમાં યોજાયું છે અને તેને વાઇબ્રન્ટ ગુજરાત...
Business 
વાઇબ્રન્ટમાં લાખો કરોડના MoU તો થાય છે પણ રોકાણ કેટલું આવે છે?

SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)ના ચેરમેન સી.એસ. સેટ્ટીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં એક મોટું નિવેદન...
Business 
SBI ચેરમેને જણાવ્યું લોકો હવે FD અને બેન્કમાં પૈસા રાખતા કેમ ખચકાય છે

‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

બાગેશ્વર ધામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનો બાળક સ્ટેજ પર...
Offbeat 
‘જરા હનુમાનજીને બોલાવો, મારે મળવું છે...’, બાળકે ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે કરી માંગ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.