- Offbeat
- 1.5 કરોડના ફ્લેટમાં દીવાલ એવી કે પેન્સિલથી પણ કાણું પડી જાય; જુઓ વીડિયો
1.5 કરોડના ફ્લેટમાં દીવાલ એવી કે પેન્સિલથી પણ કાણું પડી જાય; જુઓ વીડિયો
શું તમે ક્યારેય પેન્સિલથી ઘરની દિવાલમાં કાણું પડતું જોયું છે? જો નહીં, તો એક શખ્સે ઉત્તર પ્રદેશના નોઈડામાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં આવું જ કર્યું છે. આ કોઈ સામાન્ય એપાર્ટમેન્ટ નથી, પરંતુ તેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં આ શખ્સે દિવાલ પર પેન્સિલ મૂકી અને તેના પર હથોડી મારીને કાણું કરી દીધું.
વીડિયોમાં પેન્સિલથી જ કાણું પડતું દેખાઈ રહ્યું છે, પાવર ડ્રિલથી નહીં. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાતો શખ્સ દાવો કરે છે કે એપાર્ટમેન્ટ એટલો નબળો બન્યો છે કે પેન્સિલથી પણ કાણું થઈ જાય છે. ઘણા લોકો પોતાના જિંદગીની મહેનતના પૈસા ઘર ખરીદવા માટે ખર્ચ કરે છે. નોઈડા જેવા શહેરોમાં લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમતનું તો શું કહેવાનું? પરંતુ જ્યારે આ કથિત 1.5 કરોડ રૂપિયાના એપાર્ટમેન્ટનો વીડિયો વાયરલ થયો, તો પછી ઇન્ટરનેટ પર હોબાળો મચવાનો જ હતો. લોકો આ વીડિયો પર જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
https://www.instagram.com/reel/DQzIKd1khwp/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર @kabeer.unfiltered નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. તેને જોઈને ઇન્સ્ટગ્રામ પર મોંઘા હાઉસિંગ પ્રોજેક્ટ્સમાં વપરાતી સામગ્રીની ગુણવત્તા પર બહેસ શરૂ થઈ ગઈ છે. ત્યારબાદ વીડિયોમાં એક 'સ્ક્રુ' પર ચર્ચા શરૂ થઈ. કેટલાક યુઝર્સ નોલેજ અને દાવા સાથે આવ્યા કે આ સામાન્ય ઘરની દિવાલો નથી, પરંતુ ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC) બ્લોક્સથી બનેલી દિવાલો છે.
હનીશ યાદવ નામના યુઝરે વીડિયો પર કોમેન્ટ કરી કે, 'ભાઈ સ્પષ્ટપણે દેખાય છે કે તમારા મકાનમાં ખર્ચ ઘટાડવા માટે ઇંટોને બદલે AAC બ્લોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે ખોટું નથી, જો તેનો ઉપયોગ માત્ર પાર્ટિશન દિવાલો માટે કરવામાં આવ્યું છે, તો તે ખોટું નથી, પરંતુ તેનો ઉપયોગ લોડ-બેરિંગ દિવાલો પર ન થવો જોઈએ. તેનાથી તમારું ઘર નબળું થઈ જતું. તેના જેટલા નુકસાન છે, તેનાથી ફાયદા થોડા વધુ છે. ગૂગલ કરી લેજો...હા, ડ્રિલ જરા કાળજીપૂર્વક કરજો એટલે કે ખીલાને ફિક્સ કરવા માટે સિલિકોન અથવા સફેદ સિમેન્ટનો ઉપયોગ કરવો પડશે. તો જો આવું હોય, તો શાંત રહો.'
@runner_pahadi નામના એકાઉન્ટ યુઝરે લખ્યું કે, 'આટલા નબળા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર લગભગ એક કરોડ રૂપિયાનું રોકાણ કર્યા બાદ છેતરપિંડી થવાથી ખૂબ ખરાબ લાગે છે. હર્ષ દીવાન (@__12.10.am) નામના યુઝરે લખ્યું કે, 'ભાઈ, ભૂકંપ આવે ત્યારે તમારી સુરક્ષા માટે તમારા માથા પર બે પેન્સિલ મૂકી લેજો. આ દરમિયાન, ઇન્સ્ટાગ્રામ પર યુઝર, @the_mbishtએ એક જબરદસ્ત દાવો કરતા લખ્યું કે, 'આ અમેરિકન ટેક્નોલોજીની બિલ્ડિંગ છે.'

