‘એક દેશ, એક ચૂંટણી’ અને જાતિગત વસ્તી ગણતરી કરાવવા પર જાણો અમિત શાહે શું કહ્યું?

ગણતરી કરાવવાના સવાલ પર પણ જવાબ આપ્યો છે. એ સિવાય શાહે મણિપુરની હાલત અને ત્યાં સરકાર તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂરા થયા છે. 17 સપ્ટેમ્બરે આ અવસર પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. શાહ સાથે સૂચના અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત હતા. બંનેએ NDA સરકારના 100 દિવસોના કાર્યોનો એક રિપોર્ટ કાર્ડ રજૂ કર્યો હતો.

આ દરમિયાન લોકસભાની ચૂંટણીના સમયે કરવામાં આવેલા વાયદાઓને ગણાવ્યા. આ અનુસંધાને તેમણે એક દેશ, એક ચૂંટણી’ની વાત પણ કહી. અમિત શાહે કહ્યું કે, અમારી યોજના આ સરકારના કાર્યકાળ દરમિયાન જ ‘એક દેશ, એક ચૂંટણી’ની વ્યવસ્થા લાગૂ કરવાની છે. નવી સરકારની રચના બાદ આ મુદ્દો ઉચ્ચ નેતૃત્વ તરફથી પહેલા પણ ઉછાળાઇ ચૂક્યો છે. સ્વતંત્રતા દિવસના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક દેશ એક ચૂંટણી’ની વકીલાત કરી હતી.

લાલ કિલ્લાની પ્રાચીર પરથી પોતાના સંબોધનમાં કહ્યું કે, દેશને ‘એક દેશ, એક ચૂંટણી’ માટે આગળ આવવું પડશે. તેમણે તર્ક આપ્યો હતો કે વારંવાર ચૂંટણી કરાવવાથી દેશની પ્રગતિમાં બાધા ઉત્પન્ન થઈ રહી છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દની અધ્યક્ષતામાં રચાયેલી એક સમિતિએ માર્ચ 2024માં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓ માટે એક સાથે ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. સમિતિએ એક સાથે ચૂંટણી કરાવવાની વ્યવસ્થા લાગૂ કરવા માટે કોઈ સમય સીમા નક્કી કરી નથી. પરંતુ જાણકાર માને છે કે તેને લાગૂ કરાવી શકવું એટલું સરળ નથી. તેના માટે સંવિધાનમાં સંશોધનની જરૂરિયાત પડી શકે છે.

વસ્તી ગણતરીની જાહેરાત જલદી જ

દેશમાં દર 10 વર્ષમાં થનારી વસ્તી ગણતરીની કવાયદમાં કોરોના મહામારીના કારણે મોડું થયું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, સરકાર ખૂબ જ જલદી વસ્તી ગણતરી કરાવશે. પ્રેસ કોન્ફરન્સમાં શાહને પૂછવામાં આવ્યું કે શું સરકાર જાતિગત વસ્તી ગણતરી કરાવશે? ગૃહ મંત્રીએ આ સંભાવનાને નકારી નહોતી અને કહ્યું કે, જ્યારે વસ્તી ગણતરીની જાહેરાત થશે ત્યારે તેના પર નિર્ણય સાર્વજનિક કરવામાં આવશે. અમે ખૂબ જ જલદી જાહેરાત કરીશું. જ્યારે અમે વસ્તી ગણતરીની જાહેરાત કરીશું તો અમે બધા વિવરણ સાર્વજનિક કરીશું.

ભારતમાં 1881થી દર 10 વર્ષમાં વસ્તી ગણતરી કરવામાં આવે છે. સરકાર પાસે વસ્તી ગણતરીનું છેલ્લા અપડેટેડ આંકડા 2011ના છે. આ દશકમાં વસ્તી ગણતરીની શરૂઆત એપ્રિલ 2020માં થવાની હતી. પરંતુ આ દરમિયાન દેશ અને દુનિયા કોરોના મહામારીથી ઝઝૂમી રહી હતી, જેના કારણે આ કવાયદને સ્થગિત કરવી પડી. 100 દિવસના કાર્યકાળનું લેખું-જોખ પ્રસ્તુત કરતા શાહે મણિપુર પર પણ વાત કરી. તેમણે દાવો કર્યો કે ગયા અઠવાડિયે 3 દિવસની હિંસા સિવાય છેલ્લા 3 મહિનામાં કોઈ મોટી ઘટના થઈ નથી. શાહે કહ્યું કે, સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપિત કરવાની દિશામાં મેતેઇ અને કુકી બંને સમુદાયો સાથે વાતચીત કરી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.