3 વર્ષની ઉંમરે એસિડ એટેક તેના ઉત્સાહને રોકી શક્યો નહીં, 10 બોર્ડમાં 95% સ્કોર

નાની ઉંમરે શારીરિક અને માનસિક મુશ્કેલીઓનો સામનો કરનાર આ યુવતીએ અભ્યાસમાં પણ સફળતા મેળવી હતી. 15 વર્ષની કાફીએ CBSE 10 બોર્ડની પરીક્ષામાં 95% માર્ક્સ મેળવ્યા છે. કાફી માટે જીવન સરળ નહોતું. તે માત્ર ત્રણ વર્ષની હતી જ્યારે હિસારમાં તેના જ ગામના ત્રણ શખ્સોએ તેના પર એસિડ ફેંક્યું હતું. 

આ ગુના માટે એ ત્રણેય લોકોને માત્ર 2 વર્ષની જ સજા થઈ હતી અને તે પછી જ તેઓ મુક્તપણે ફરવા લાગ્યા હતા. પરંતુ, આ પછી, કાફીનુ જીવન જીવવાનું ઘણું બધું હંમેશ માટે ઉંધુ થઈ ગયું. 'પરંતુ આ ગુનાને કારણે, હું મારી જાતને પાછળ ધકેલીશ નહીં અને હંમેશા મારા માતા-પિતાનું નામ ગૌરવશાળી બનાવીશ.' 

ઈન્સ્ટિટ્યૂટ ફોર ધ બ્લાઈન્ડ, સેક્ટર 26, ચંદીગઢની આ વિદ્યાર્થીની લાંબા ગાળે સિવિલ સર્વિસમાં જોડાવા માંગે છે. 

પુત્રીના શિક્ષણ માટે પરિવાર પહેલા ચંદીગઢ શિફ્ટ થયો હતો. પિતા ઘર ચલાવવા માટે હરિયાણા સચિવાલયમાં પટાવાળા તરીકે કામ કરતા હતા. હવે આ પરિવાર શાસ્ત્રીનગરમાં રહે છે. 

કાફીએ કહ્યું, 'મારા જેવા દૃષ્ટિહીન બાળકો માટે વીડિયો અને અન્ય વસ્તુઓ ઘણી મદદ કરે છે. અને મારા પરિવારની મદદથી હું સારા માર્કસે પાસ થઇ શકી છું.' 

ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ બ્લાઇન્ડના વિદ્યાર્થીઓએ CBSE 10મી અને 12મીની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 10માં કાફી પછી સુમન પોદ્દારનું બીજું સ્થાન આવ્યું, જ્યારે અભિષેક 90.8% સાથે ત્રીજા સ્થાને રહ્યો. ગગનજોત કૌર 95.6% સાથે 12મા સ્થાને છે. કશિશ સૈની અને અનિતા દેવી ત્રીજા સ્થાને આવ્યા હતા. 

ડિરેક્ટોરેટ ઓફ ગવર્નમેન્ટ એક્ઝામ, તમિલનાડુએ સોમવારે 12માનું પરિણામ જાહેર કર્યું. 8 મેના રોજ, સવારે 10 વાગ્યે, તમિલનાડુ સ્ટેટ બોર્ડે પ્રેસ કોન્ફરન્સ દ્વારા પરિણામોની જાહેરાત કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, HSC પરીક્ષા માટે 8.51 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. S નંદિની (S Nandhini TN HSC Results 2023) નામના વિદ્યાર્થીએ 600 માંથી 600 માર્ક્સ મેળવીને ઈતિહાસ રચ્યો છે. 

આ વર્ષે તામિલનાડુ બોર્ડમાં ધોરણ 12ની પરીક્ષા માટે 8.51 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. વિજ્ઞાન પ્રવાહમાં 5.36 લાખ વિદ્યાર્થીઓ, વાણિજ્ય પ્રવાહમાં 2.54 લાખથી વધુ અને આર્ટસ પ્રવાહમાં 14000 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.