- National
- 75ની ઉંમરે પુરુષે 35 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા... સુહાગરાત બની આખરી રાત
75ની ઉંમરે પુરુષે 35 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા... સુહાગરાત બની આખરી રાત
ઉત્તર પ્રદેશના જૌનપુરથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. 75 વર્ષના એક પુરુષને લગ્ન કરવાના અરમાન જગ્યા, તેણે લગ્ન કરવાની જીદ કરી અને તેણે એક 35 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા અને લગ્ન કર્યાના બીજા દિવસે સવારે તે ઉઠ્યો જ નહીં...રાત્રે અચાનક તેમનું મૃત્યુ થયું. આ ઘટનાની હાલમાં ગામમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. આ ઘટના ગૌરા બાદશાહપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના કુછમૂછ ગામમાં બની હતી. વૃદ્ધ સંગરૂરામ, જેમણે ફરીથી લગ્ન કર્યા અને નવો જીવનસાથી પસંદ કર્યો, પણ કદાચ તેને શું ખબર કે આ ખુશી તેના જીવનની આખરી ખુશી હશે.
સંગરૂ રામની પત્નીનું એક વર્ષ પહેલા અવસાન થયું હતું. તેમને કોઈ બાળકો નહોતા અને તેઓ એકલા રહીને ખેતી કામ કરી પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા, જ્યારે તેના ભાઈ અને ભત્રીજા દિલ્હીમાં રહે છે અને વ્યવસાય કરી રહ્યા છે.
https://twitter.com/GauravKSD/status/1973052681917784448
ગ્રામજનોના મતે, સંગરૂ રામ છેલ્લા કેટલાક દિવસોથી ફરીથી લગ્ન કરવાની વાત કરી રહ્યા હતા. ગામલોકોએ તેમની વૃદ્ધાવસ્થાનો ઉલ્લેખ કરીને તેમને સમજાવવાનો ખુબ પ્રયાસ કર્યો, પરંતુ તે માન્યો ન હતો. સોમવારે, તેણે જલાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી 35 વર્ષીય મનભાવતી સાથે કોર્ટ મેરેજ કર્યા પછી મંદિરમાં લગ્ન કર્યા. મનભાવતીના પણ આ બીજા લગ્ન હતા. તેને પહેલા લગ્નથી બે પુત્રીઓ અને એક પુત્ર છે. મનભાવતીએ કહ્યું, 'સંગરૂએ મને કહ્યું, 'તું ફક્ત મારા ઘરનું ધ્યાન રાખ જે, હું બાળકોની જવાબદારી ઉઠાવીશ. લગ્ન પછી, અમે મોડી રાત સુધી વાતો કરતા રહ્યા. સવારે અચાનક તેમની તબિયત બગડી ગઈ, અને જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.'
આ ઘટનાએ ગામમાં સનસનાટી મચી ગઈ હતી. દિલ્હીમાં રહેતા સંગરૂ રામના ભત્રીજાઓને જાણ કરવામાં આવતા કેસમાં નવો વળાંક આવ્યો. આ કેસને શંકાસ્પદ ગણાવતા, સંગરૂ રામના ભત્રીજાઓએ અંતિમ સંસ્કાર અટકાવી દીધા છે. હવે પ્રશ્ન એ છે કે શું પોલીસ તપાસ કરશે અને પોસ્ટમોર્ટમ કરશે, કે પછી આને ફક્ત એક દુ:ખદ અકસ્માત ગણીને ભૂલી જવાશે? હાલમાં, ગામ આ ઘટનાને લઈને લોકો લગ્નની રાત કરતાં મૃત્યુની રાત તરીકે ચર્ચા કરી રહ્યા છે. આ વાત આખા ગામમાં ચર્ચાનો વિષય બની રહી છે. ગામવાસીઓ અંદરોઅંદર કાનાફૂસી કરી રહ્યા છે. કેટલાક કહે છે, 'તે વૃદ્ધ થઇ ગયો હતો, અને આ સ્વાભાવિક રીતે બનવાનું જ હતું.' અન્ય લોકો અંદરો અંદર વાત કરી રહ્યા છે કે, 'તેનું આટલું જલ્દી મૃત્યુ પામવું તે યોગ્ય લાગતું નથી.' ગામના ચોકથી લઈને ખેતરો અને ઘરની અંદર સુધી, ફક્ત આ ઘટના અંગેની ચર્ચા થઈ રહી છે.

