- National
- ભારતીય પાસપોર્ટ થયો વધુ નબળો, રેન્કિંગ 85મા સ્થાને પહોંચ્યો, અમેરિકાને પણ ઝટકો
ભારતીય પાસપોર્ટ થયો વધુ નબળો, રેન્કિંગ 85મા સ્થાને પહોંચ્યો, અમેરિકાને પણ ઝટકો
નવા વર્ષ અગાઉ ભારતીય પાસપોર્ટને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પાસપોર્ટ હવે ગ્લોબલ રેન્કિંગમાં 80મા સ્થાનેથી સરકીને 85મા સ્થાને પહોંચી ગયો છે. ભારતની સાથે અમેરિકાને પણ મોટો ઝટકો લાગ્યો છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025એ એક નવી યાદી જાહેર કરી છે. તેમાં અમેરિકન પાસપોર્ટને પણ મોટો ઝટકો લાગ્યો છે, હવે તે 10મા સ્થાનેથી સરકીને 12મા સ્થાને પહોંચી ગયો છે.
ગ્લોબલ સ્તરે ભારતીય પાસપોર્ટની સ્થિતિ નબળી થઈ છે. ગયા વર્ષે, ભારત ગ્લોબલ રેન્કિંગમાં 80મા સ્થાને હતું. આ વર્ષે ભારતીય પાસપોર્ટ 5 સ્થાન નીચે આવીને 85મા સ્થાને પહોંચી ગયો છે. જોકે, સિંગાપોરે સતત પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025ની યાદીમાં વિશ્વભરના પાસપોર્ટનું રેન્કિંગ જાહેર કરવામાં આવે છે.
ભારતીય પાસપોર્ટના રેન્કિંગમાં ઘટાડાને કારણે હવે ભારતીય નાગરિક હવે વિશ્વભરના માત્ર 56 થી 59 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે. સિંગાપોરના નાગરિકો 193 દેશોમાં મુસાફરી કરી શકે છે, જ્યારે દક્ષિણ કોરિયાના નાગરિકો 190 દેશોમાં, જાપાનના નાગરિકો 189 દેશોમાં અને જર્મની, ઇટાલી, સ્પેન અને સ્વિત્ઝર્લૅન્ડના નાગરિકો 187 દેશોમાં વિઝા વિના મુસાફરી કરી શકે છે.
ઘટાડાનું કારણ શું છે?
નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય પાસપોર્ટના ઇન્ડેક્સમાં થયેલા ઘટાડા માટે 3 મુખ્ય કારણો છે. કેટલાક દેશોએ પારસ્પરિકતાના આધારે વિઝા નિયમો કડક કર્યા છે. ભારતની પોતાની વિઝા નીતિ પણ ખૂબ કડક છે, નાથી અન્ય દેશો ખૂલીને છૂટ આપતા બચે છે. આ ઉપાંત, વૈશ્વિક કૂટનીતિમાં સ્પર્ધા વધી છે, જ્યાં ચીન અને UAE જેવા દેશો ઝડપથી ઉભરી આવ્યા છે.

