કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહે કેમ શેર કરી ‘I Love Mohammad’ની તસવીર

તાજેતરમાં ઉત્તર પ્રદેશના કાનપુરમાં સાર્વજનિક સ્થળોએ આઈ લવ મુહમ્મદના પોસ્ટરો લગાવવાને લઈને વિવાદ શરૂ થયો છે. આ વિવાદને કારણે બરેલીમાં મોટો હોબાળો થયો હતો. મઉ અને લખનૌ સહિત ઉત્તર પ્રદેશના ઘણા અન્ય શહેરોમાં આ પોસ્ટરને લઈને માહોલ બગડવા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ. આ વિવાદ ઉત્તર પ્રદેશથી આગળ વધીને બિહારમાં પણ પહોંચ્યો હતો. બિહારના સીમાંચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. અરરિયાના જોગબનીમાં પણ પરિસ્થિતિ બગડી હતી. અત્યારે પણ આ મુદ્દો ચાલુ છે, ત્યારે ભાજપના કટ્ટર હિન્દુ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ દ્વારા શેર કરાયેલી એક પોસ્ટે એક નવી હલચલ મચાવી દીધો છે. ગિરિરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર આઈ લવ મુહમ્મદ પોસ્ટર શેર કર્યું છે, જેનાથી લોકો ચોંકી ગયા છે.

giriraj
ndtv.in

ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સવારે લગભગ 10:30 વાગ્યે તેમના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને હેન્ડલ પર આ આઈ લવ મુહમ્મદ પોસ્ટર શેર કર્યું છે. કેપ્શનમાં ગિરિરાજ સિંહે લખ્યું છે કે, ‘જય સનાતન, જય મહાદેવ. પોસ્ટર અને કેન્દ્રીય મંત્રી દ્વારા શેર કરાયેલા કેપ્શન વચ્ચે ભલે વિરોધાભાસ હોય, પરંતુ લોકોના આશ્ચર્યનું વાસ્તવિક કારણ ગિરિરાજ સિંહના એકાઉન્ટ પરથી આઈ લવ મોહમ્મદનું પોસ્ટર શેર કરવાને લઈને છે.

ગિરિરાજ સિંહના હેન્ડલ પરથી પોસ્ટ કરાયેલા આ પોસ્ટરને કોમેન્ટનો વરસાદ આવી ગયો. જોકે, આ પોસ્ટરના થોડા સમય બાદ, ગિરિરાજ સિંહે જય મહાદેવ, જય ભારત માતા, સનાતનનું એક પોસ્ટર શેર કર્યું. આ પોસ્ટરના કેપ્શનમાં, ગિરિરાજ સિંહે લખ્યું- જય મહાદેવ, જય ભારત માતા, સનાતન માત્ર આસ્થા નહીં, આ જ સનાતન છે, આ જ આપણી સંસ્કૃતિ છે, આ જ આપણી શક્તિ છે અને આ જ આપણી ઓળખ છે.

giriraj
ndtv.in

ત્યારબાદ, ગિરિરાજ સિંહે પાંચજન્યની એક પોસ્ટ શેર કરી, જેમાં જય શ્રી રામ લખ્યું હતું. આ સોશિયલ મીડિયાની ગતિવિધિઓ ઉપરાંત, પટનામાં મીડિયા સાથે વાત કરતા ગિરિરાજ સિંહે મૌલવીઓના તાજેતરના નિવેદનો પર તીખી પ્રતિક્રિયા આપી. મૌલવીઓની મરવાનું પણ જાણીએ છીએ અને મારવાનું પણ જાણીએ છીએ જેવી ટિપ્પણી પર પલટવાર કરતા ગિરિરાજ સિંહે કહ્યું કે આ નિવેદન સમાજને ડરાવવા અને સામાજિક સમરસતાને બગાડવાનું કાવતરું છે.

ગિરિરાજ સિંહે રવિવારે પટનામાં મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, હું શરૂઆતથી જ વારંવાર કહી રહ્યો છું કે ભારતમાં કેટલાક મૌલવીઓ ગઝવા-એ-હિંદની વિચારધારા લઇને ચાલે છે. જ્યાં-જ્યાં પણ તેમની વસ્તી વધી છે, ત્યાં સામાજિક સંતુલનને બગાડવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. તૌકીર રાજા અને ઓવૈસી જેવા લોકો સતત સમાજને વિભાજીત કરવાનું કામ કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...

સોશિયલ મીડિયા અને યુવા વર્ગમાં ચર્ચાનો વિષય બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ હવે ગુજરાતમાં પણ સક્રિય બની રહી છે. મહારાષ્ટ્રના અને...
Gujarat 
કોકરોચ જનતા પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રી, 1 જૂનથી Gen Z...

કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

સુપ્રીમ કોર્ટ હાલમાં એક અસાધારણ કાનૂની અને રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વ્યંગાત્મક આંદોલન...
કોકરોચ જનતા પાર્ટી મામલે CBI તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી,  કહ્યું- આને આટલું...

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ ફરી એકવાર પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. તાલુકા પંચાયતના પ્રમુખ...
Gujarat 
જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં મોટો ખેલ થયો, AAPના 1ની ધરપકડ અને 2 સભ્ય 1 મિનિટ મોડા પડતા ભાજપની જીત

કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા

ડુંગળીના ભાવ ઘટવાને કારણે ખેડૂતો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના બીડ જિલ્લાના ધારુર તાલુકાના અરણવાડી ગામના ખેડૂત સંતોષ...
Agriculture 
કિલો ડુંગળીના 50 પૈસા... 600 કિલો ડુંગળી વેચીને ખેડૂતને મળ્યા 301 રૂપિયા, પોતાના ખિસ્સામાંથી રૂ. 1082 ચૂકવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.