6 રાજ્યની 7 પેટાચૂંટણીના રિઝલ્ટમા જાણો ભાજપને કેટલી INDIA ગઠબંધનને કેટલી સીટ મળી

દેશમાં INDIA અને NDA ગઠબંધનના શક્તિ પ્રદર્શન વચ્ચે 6 રાજ્યોની 7 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીના પરિણામ આવ્યા છે. એ બધા મટે ‘કભી ખુશી કભી ગમ’વાળા છે. ભાજપે કુલ 7 સીટોમાંથી 3 પર જીત હાંસલ કરી લીધી છે, પરંતુ ઉત્તર પ્રદેશની ઘોસીથી તેઓ સમાજવાદી પાર્ટીની જીત થઇ છે. તો ભાજપમાં સામેલ થઈને ફરી ઉતરેલા દારા સિંહ ચૌહાણ બીજા નંબર પર રહ્યા.

એ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), કોંગ્રેસ અને ઝારખંડ મુક્તિ મોરચા (JMM)ને એક એક સીટ મળી ગઈ છે. ડુમરી સીટથી ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર બેબી દેવી 15 હજાર વૉટથી જીતી ગયા છે. એનફોર્સમેન્ટ (ED)ની છાપેમારી અને ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે મુખ્યમંત્રી હેમંત સોરેન માટે આ સારા સમાચાર છે. બંગાળની ધૂપગુંડી સીટ પર જરૂર સ્પર્ધા સખત જોવા મળી. અહી તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર નિર્મલ ચંદ્ર રૉય 4,000ની આસપાસ વૉટથી જ જીતી શક્યા. ભાજપના ઉમેદવાર તપસી રાય પણ 92 હજાર કરતા વધુ વોટ હાંસલ કરીને બીજા નંબર પર રહ્યા.

ભાજપ માટે સૌથી મોટી રાહત ત્રિપુરાના રહી છે, જ્યાં ધનપુર અને બૉક્સાનગર સીટો પર તે જીતી ગઈ છે. આ પ્રકારે રાજ્યમાં તેણે પોતાની સરકારનો ઇકબાલ કાયમ રાખવામાં સફળ થઈ છે. બોક્સનગરથી ભાજપે તફજ્જલ હુસેન અને ધનપુરથી બિંદુ દેબનાથને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. દેવભૂમિ ઉત્તરાખંડની બાગેશ્વર સીટ પર પણ ભાજપને જીત મળી ગઈ છે. અહી ભાજપના ઉમેદવાર પાર્વતી દાસે કોંગ્રેસ ઉમેદવાર વસંત કુમારને અઢી હજાર વૉટથી હરાવી દીધા. કોંગ્રેસને એકમાત્ર કેરળની પૂથુપલ્લી સીટ પર સારા સમાચાર મળ્યા છે.

અહી તેમના ઉમેદવાર ચાંડી ઓમાને લેફ્ટના જેક થૉમસને 37 હજાર વૉટના મોટા અંતરથી હરાવ્યા. માનવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ ઉમેદવારને પોતાના પિતા અને સીનિયર નેતા ઓમાન ચાંડીના નિધનના કારણે સહનુભૂતિનો ફાયદો પણ મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં પછાતોની રાજનીતિનું કેન્દ્ર બનેલી ઘોસી સીટ પર અખિલેશ યાદવને સફળતા મળી છે. સપાના ઉમેદવાર સુધાકર સિંહે ભાજપના દારા સિંહ ચૌહાણને હરાવી દીધા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022 વિધાનસભાની ચૂંટણી અગાઉ પછાતોની ઉપેક્ષાના નામ પર દારા સિંહ ચૌહાણ સમાજવાદી પાર્ટીમાં જતા રહ્યા હતા, પરંતુ ગત દિવસોમાં ફરીથી ભાજપમાં જ આવતા રહ્યા. એવામાં ધોસીમાં પછાત વર્ગની રાજનીતિનું કેન્દ્ર બની ગઈ હતી. આ જીતથી સમાજવાદી પાર્ટીના હોસલા જરૂર વધી શકે છે જે સતત 4 ચૂંટણીમાં હાટ બાદ નિરાશ હતી.

About The Author

Related Posts

Top News

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.