રક્ષા મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી CBIએ 2.36 કરોડ રોકડા જપ્ત કર્યા, પત્ની પાસે પણ...

CBIએ લાંચખોરીના આરોપમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. લેફ્ટિનેન્ટ કર્નલ શર્મા રક્ષા મંત્રાલય હેઠળના રક્ષા ઉત્પાદન વિભાગમાં તૈનાત છે. તેમના પર બેંગલુરુ સ્થિત એક કંપની પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. વિશ્વસનીય સૂત્ર પાસેથી મળેલી માહિતીના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા, તેમની પત્ની કર્નલ કાજલ બાલી અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓમાં દુબઈ સ્થિત એક કંપની પણ સામેલ છે. બધા પર ગુનાહિત કાવતરું, લાંચ વગેરેના આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપ છે કે લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા રક્ષા ઉત્પાદનોના નિર્માણ અને નિકાસમાં સામેલ વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગુનાહિત હાવતરા હેઠળ નિયમિતપણે ભ્રષ્ટ અને ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. તેમણે આ કંપનીઓને અનુચિત લાભ પહોંચાડવાના લાંચ/અનુચિત લાભ મેળવ્યા હતા.

arrested1
thehindu.com

એવો પણ આરોપ છે કે રાજીવ યાદવ અને રવજીત સિંહ આરોપી કંપનીના ભારત સ્થિત કાર્યોનું સંચાલન કરી રહ્યા હતા અને બેંગલુરુમાં રહે છે. તેઓ સતત લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના સંપર્કમાં હતા અને તેમની સાથે મળીને વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયો પાસેથી ગેરકાયદેસર રીતે તેમની કંપની માટે અનુચિત લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 18 ડિસેમ્બરના રોજ કંપનીના નિર્દેશ પર, વિનોદ કુમારે લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માને 3 લાખ રૂપિયાની લાંચ આપી.

CBI1
thehindu.com

આ કેસના સંદર્ભમાં શ્રી ગંગાનગર, બેંગલુરુ, જમ્મુ અને અન્ય સ્થળોએ તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના નિવાસસ્થાનમાંથી 3 લાખ રૂપિયાની લાંચની રકમ, 2.23 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. આ ઉપરાંત, શ્રી ગંગાનગરમાં સ્થિત આરોપીના ઘરેથી 10 લાખ રૂપિયા રોકડ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના કાર્યાલય પરિસરમાં અત્યારે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

Top News

EDના દરોડા બાદ I-PACએ કહ્યું- અમે ભાજપ માટે પણ કામ કર્યું છે

પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC (ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી) પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા બાદ સંસ્થાએ મૌન તોડ્યું...
Politics 
EDના દરોડા બાદ I-PACએ કહ્યું- અમે ભાજપ માટે પણ કામ કર્યું છે

ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર

દેશમાં બાથરૂમના ગેસ ગીઝરમાંથી નીકળતા ગેસના કારણે ગૂંગળામણથી મોતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. સ્નાન કરતી વખતે રાખવામાં આવેલી નાનકડી...
National 
ગેસ ગીઝરના કારણે 4 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો, મોટો ભાઈ ગંભીર

વારાણસીમાં જાહેરનામું; બુરખો, હેલ્મેટ કે માસ્ક પહેરીને દુકાનમાં આવવું નહીં

ઉત્તર પ્રદેશ સુવર્ણકાર સંઘના ટોચના નેતૃત્વના નિર્દેશ મુજબ, સોના અને ચાંદીના વધતા ભાવ અને ગુનાહિત ઘટનાઓની વધતી જતી સંખ્યાને...
National 
વારાણસીમાં જાહેરનામું; બુરખો, હેલ્મેટ કે માસ્ક પહેરીને દુકાનમાં આવવું નહીં

અજિત ડોભાલે કેમ કહ્યું- 'આપણે કોઈના મંદિરને નથી તોડ્યા, પણ...', હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે?

12 જાન્યુઆરી, મંગળવાર, રાષ્ટ્રીય યુવા દિવસ છે. આ પહેલા, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિકાસિત ભારત યુવા નેતાઓ સંવાદ...
National 
અજિત ડોભાલે કેમ કહ્યું- 'આપણે કોઈના મંદિરને નથી તોડ્યા, પણ...', હવે નિર્ણય લેવો ખૂબ જરૂરી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.