ચીન આટલું મીઠું કેમ બની રહ્યું છે, 85 હજાર ભારતીયોને વીઝા આપ્યા

એક તરફ ચીન અમેરિકા સાથે વેપાર યુદ્ધ લડવા માટે ઝઝુમી રહ્યું છે અને બીજી તરફ, તે ભારત પ્રત્યે મોટું દિલ બતાવી રહ્યું છે. આ વાત એટલા માટે કહેવામાં આવી રહી છે, કારણ કે ભારતમાં ચીની દૂતાવાસે આ વર્ષે 85 હજારથી વધુ ભારતીયોને વિઝા આપ્યા છે. આ વિઝા 1 જાન્યુઆરીથી 9 એપ્રિલ, 2025ની વચ્ચે આપવામાં આવ્યા છે.

વિઝા મામલે ચીન દ્વારા દર્શાવવામાં આવેલા મોટા દિલને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં એક પગલું માનવામાં આવી રહ્યું છે.

US-China-Trade-War
msn-com.translate.goog

બીજી બાજુ, જ્યારે ટ્રમ્પે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ વધારીને 145 ટકા કર્યો, ત્યારે ડ્રેગને અમેરિકાથી આવતા માલ પર 125 ટકા ટેરિફ લાદીને પ્રતિક્રિયા આપી.

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગે ​​વધુને વધુ ભારતીયોને તેમના દેશની મુલાકાત લેવા અને ત્યાંના વાતાવરણનો અનુભવ કરવા આમંત્રણ આપ્યું છે. ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા વિઝામાં નોંધપાત્ર વધારો થયો છે, કારણ કે 2023માં, સમગ્ર વર્ષ દરમિયાન ચીન દ્વારા કુલ 1,80,000 ભારતીયોને વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ચાર મહિનાથી ઓછા સમયમાં, તે 85 હજારનો આંકડો વટાવી ગયો છે.

US-China-Trade-War
newsaroma.com

ગયા વર્ષે ચીને વિઝા સંબંધિત નિયમોમાં ઘણી છૂટછાટ પણ આપી હતી. ઉદાહરણ તરીકે, ચીનની મુસાફરી કરતા ભારતીયોને હવે વિઝા અરજી સબમિટ કરતા પહેલા ઓનલાઈન એપોઇન્ટમેન્ટ બુક કરવાની જરૂર નથી. તેના બદલે, તેઓ કામકાજના દિવસોમાં સીધા વિઝા સેન્ટર પર તેમની અરજી સબમિટ કરી શકે છે.

આ ઉપરાંત, 180 દિવસથી ઓછા સમય માટે ટૂંકા ગાળાના, સિંગલ અથવા ડબલ એન્ટ્રી વિઝા માટે અરજી કરનારા લોકોને ફિંગરપ્રિન્ટ્સ જેવા બાયોમેટ્રિક ડેટા આપવાથી પણ મુક્તિ આપવામાં આવે છે. આ ઉપરાંત, ચીને વિઝા અરજી માટેની ફી પણ ઘટાડી દીધી છે.

US-China-Trade-War1
livehindustan.com

આવી સ્થિતિમાં, મનમાં પ્રશ્ન એ આવે છે કે, શું ચીન ભારત સાથેના પોતાના સંબંધોને વધુ સુધારવા માંગે છે? એમ કહેવું પડે કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ વેપાર યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે. ચીને ભારત અને અન્ય દેશોને અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા મનસ્વી ટેરિફના વિરોધમાં તેની સાથે ઉભા રહેવા વિનંતી કરી છે.

ભારતમાં ચીની દૂતાવાસના પ્રવક્તા યુ જિંગે ગયા અઠવાડિયે કહ્યું હતું કે, ભારત અને ચીને US ટેરિફ કાર્યવાહીનો સામનો કરવા માટે સાથે આવવું જોઈએ.

Related Posts

Top News

'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
World 
'ડિપ્રેશન ચરમસીમાએ, નોકરી નથી...', અમેરિકા જતા લોકોને ભારતીય વિદ્યાર્થીની ચેતવણી

ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
Gujarat 
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે

સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
National 
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા

પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...

લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક  પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
National 
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.