નવા સંસદ ભવનમાં ધ્વજ ફરકાવવાનું શિડ્યુલ હિન્દીમાં મળતા DMK સાંસદ ભડક્યા,ફાડી...

કેન્દ્ર સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં DMK સાંસદ ત્રિચી શિવા નવી સંસદમાં ધ્વજવંદન કાર્યક્રમનું શેડ્યૂલ માત્ર હિન્દીમાં બહાર પાડવા પર ગુસ્સે થઈ ગયા. આટલું જ નહીં, તેણે બધાની સામે હિન્દી શિડ્યુલ ફાડી નાખ્યું હતું. આ બેઠકની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરી રહ્યા હતા.

હકીકતમાં, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રવિવારે નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ધ્વજ ફરકાવ્યો હતો. DMK વતી રાજ્યસભાના સાંસદ ત્રિચી શિવાએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ધ્વજવંદન કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાને લઈને પણ DMK સાંસદ શિવાએ બેઠકમાં નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો કે ખુરશીઓ માત્ર મંત્રીઓ માટે જ ઉપલબ્ધ છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સર્વપક્ષીય બેઠકમાં ત્રિચી શિવાએ ધ્વજવંદન કાર્યક્રમનું શિડ્યુલ માત્ર હિન્દીમાં બહાર પાડવાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ અંગે નારાજગી વ્યક્ત કરતા તેમણે તમામની સામે શિડ્યુલ ફાડી નાખ્યું હતું. જો કે, મીટિંગની અધ્યક્ષતા કરી રહેલા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે DMKના રાજ્યસભાના સાંસદ ત્રિચી શિવાને ખાતરી આપી હતી કે, હવેથી અંગ્રેજી સંસ્કરણો પણ પ્રસારિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ નવી સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્ર સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. નવી સંસદમાં 19 સપ્ટેમ્બરથી સત્ર ચાલશે.

જો કે, બેઠકમાં લોકસભા અને રાજ્યની વિધાનસભાઓ જેવી ચૂંટાયેલી સંસ્થાઓમાં મહિલા અનામતની જોરદાર હિમાયત કરવામાં આવી હતી. BJPના સાથી અને NCPના નેતા પ્રફુલ્લ પટેલે આ માંગમાં કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને ટેકો આપ્યો હતો. ઉપરાંત, BRS, TDP અને BJDએ સંસદની કાર્યવાહીને નવા બિલ્ડિંગમાં સ્થાનાંતરિત કરવાના મહત્વપૂર્ણ અવસર પર મહિલા અનામત બિલ પસાર કરીને ઇતિહાસ રચવા સરકારને વિનંતી કરી હતી.

હિન્દીમાં શેડ્યૂલ રિલીઝ કરવા પર ત્રિચી શિવાની નારાજગીને તેમની પાર્ટીના નેતા ઉધયનિધિ સ્ટાલિનના મંતવ્યને સમર્થન માનવામાં આવે છે. ગુરુવારે જ ઉધયનિધિએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર હિન્દી થોપવાનો આરોપ લગાવ્યો હતો. ઉધયનિધિએ કહ્યું હતું કે, હિન્દી ભાષા સમગ્ર દેશને જોડતી નથી.

હિન્દી દિવસ નિમિત્તે શુભકામનાઓ પાઠવતા અમિત શાહે કહ્યું હતું કે, 'હિન્દી' એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતની ભાષાઓની વિવિધતાને એકતાના સૂત્રમાં બાંધવાનું નામ છે. આઝાદીની ચળવળથી લઈને આજ સુધી હિંદીએ દેશને એક સાથે બાંધવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. 'હિન્દી દિવસ'ના અવસર પર, ચાલો આપણે સત્તાવાર ભાષા હિન્દી સહિત તમામ ભારતીય ભાષાઓને મજબૂત બનાવવાનો સંકલ્પ લઈએ.

About The Author

Related Posts

Top News

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

રાજસ્થાનના ભરતપુરથી નીકળીને એક યુવા ખેલાડીએ એ મુકામ હાંસલ કર્યું, જેનું સપનું હજારો ક્રિકેટરો જુએ છે. ભરતપુરના રહેવાસી 19...
Sports 
‘પિતાએ દુકાન વેચી, લોન લીધી… હવે દીકરો બન્યો કરોડપતિ, IPLના સ્ટાર કાર્તિક શર્માની પ્રેરક કહાની

ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે મંગળવાર 16 ડિસેમ્બરના રોજ કંપનીના 2.6 કરોડ શેર બલ્ક ડીલ દ્વારા...
Business 
ભાવેશ અગ્રવાલે OLAના 260 કરોડના શેર વેચી નાખ્યા, જાણો શું છે કારણ

શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જર્મનીની મુલાકાતે પહોંચી ગયા હતા. આ અંગે થયેલા વિવાદ વચ્ચે, ...
National 
શું છે પ્રોગ્રેસીવ અલાયન્સ, જેની બેઠક માટે જર્મની ગયા છે રાહુલ ગાંધી

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.