- National
- MLAની ઉગ્ર દલીલ પર ડોક્ટરે ગુસ્સે થઈ કહ્યું, 'તમારા જેવા ઘણા આવ્યા અને ગયા'; હું રાજીનામું આપી દઈશ
MLAની ઉગ્ર દલીલ પર ડોક્ટરે ગુસ્સે થઈ કહ્યું, 'તમારા જેવા ઘણા આવ્યા અને ગયા'; હું રાજીનામું આપી દઈશ
ઉત્તર પ્રદેશના ગાઝીપુરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધારાસભ્ય અને ડોક્ટર વચ્ચે ઉગ્ર દલીલ થઈ. બંને વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે ડોક્ટર પોતાની ખુરશી પરથી એમ કહીને ઉભા થઈ ગયા કે તમારા જેવા ઘણા ધારાસભ્યો આવ્યા અને ગયા. જોકે, KHABARCHHE.COM આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ ઘટના શુક્રવારની છે. ધારાસભ્ય બેદી રામ ઓચિંતી તપાસ માટે જખાનિયાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પહોંચ્યા. ઘણા કર્મચારીઓ સવારે 11 વાગ્યા સુધી ગેરહાજર હતા અને ઘણાએ હાજરી રજિસ્ટર પર સહી કરી ન હતી. આ દરમિયાન, ધારાસભ્ય અને CSC સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. યોગેન્દ્ર યાદવ વચ્ચે દલીલ થઈ.
ડોક્ટરે ધારાસભ્ય પર કોઈ કારણ વગર દબાણ કરવાનો આરોપ લગાવ્યો અને પોતાની ખુરશી છોડીને કેબિનમાંથી બહાર નીકળી ગયા. આ પછી, ધારાસભ્યએ દર્દીઓ સાથે વાત કરી અને તેમને મળી રહેલી સુવિધાઓ વિશે પૂછપરછ કરી. મળતી માહિતી મુજબ, જખનિયાના ધારાસભ્ય બેદી રામ સવારે 11 વાગ્યે CHC પહોંચ્યા. આ દરમિયાન સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, 19 કર્મચારીઓ કામ કરી રહ્યા છે. જ્યારે 29 કોન્ટ્રાક્ટ પર છે. ANMને ત્રણ શિફ્ટમાં ફરજ પર મૂકવામાં આવે છે, તેથી તેમની સહીઓ રજીસ્ટર પર હોતી નથી.
સુભાસ્પાના ધારાસભ્યએ ઇન્ચાર્જ ડૉક્ટરને કહ્યું કે, તેઓ હોસ્પિટલમાં કામ કરતા તમામ કર્મચારીઓને સ્પષ્ટ સૂચના આપે કે તેઓ આવ્યા પછી હાજરી રજીસ્ટર પર સહી કરીને પછી જ કામ શરૂ કરે. પૂછપરછ દરમિયાન, જ્યારે ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, ત્યારે ડૉક્ટર પોતાની ખુરશી છોડીને બહાર નીકળી ગયા. તેમણે કહ્યું કે તેઓ આદર સાથે અને સરકારના ઇરાદા મુજબ જ કામ કરી રહ્યા છે. જો તેમના પર કોઈ અનુચિત દબાણ લાવવામાં આવશે, તો તેઓ રાજીનામું આપી દેશે. આ દરમિયાન, ધારાસભ્યએ વોર્ડમાં દાખલ દર્દીઓ પાસેથી દવાઓ, ખોરાક અને નાસ્તોની ઉપલબ્ધતા વિશે પૂછપરછ કરી. દર્દીઓએ કહ્યું કે તેમને બહારથી ખાવાનું અને નાસ્તો મંગાવવો પડે છે.
https://twitter.com/pawanks1997/status/1959191144106963333
જ્યારે ધારાસભ્ય ગુસ્સે થયા, ત્યારે ડૉક્ટરે કહ્યું, 'તમે જે રીતે બૂમો પાડી રહ્યા છો અને વાત કરી રહ્યા છો, તે મને બિલકુલ ગમતું નથી. હું નોકરી કરું કે નહીં... મને કોઈ ફરક પડતો નથી. હું સરકારના ઈરાદા મુજબ કામ કરી રહ્યો છું. હું મારું રાજીનામું મોકલી આપીશ. તમારા જેવા ઘણા ધારાસભ્યો આવ્યા અને ગયા.'

