- National
- ED જે પૈસા જપ્ત કરે છે, તે ક્યાં જાય છે? કોને મળે છે? સુપ્રીમ કોર્ટમાં SGએ આપી જાણકારી
ED જે પૈસા જપ્ત કરે છે, તે ક્યાં જાય છે? કોને મળે છે? સુપ્રીમ કોર્ટમાં SGએ આપી જાણકારી
સાયબર છેતરપિંડી, છેતરપિંડી કે નાણાકીય અનિયમિતતાઓ કરનારી ગેંગ અને મુખ્ય સૂત્રધારોની ધરપકડ કર્યા બાદ ED તેમની પાસેથી કરોડો રૂપિયા પણ જપ્ત કરે છે. ED દ્વારા જપ્ત કરવામાં આવેલી આ રકમ ક્યાં જાય છે? કોને મળે છે? તેની જાણકારી ઘણા ઓછા લોકો જાણે છે. ગુરુવારે આ જાણકારી ત્યારે સામે આવી, જ્યારે સુપ્રીમ કોર્ટમાં EDની શક્તિઓ સાથે સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ (SG)એ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, ED આરોપીઓ પાસેથી જપ્ત કરીને 23,000 કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગની રકમ પીડિતોમાં વહેંચી ચૂંકી છે. સુનાવણી દરમિયાન SGએ એમ પણ કહ્યું કે જ્યારે પણ ED મની લોન્ડ્રિંગના કેસમાં કોઈપણ રકમ જપ્ત કરે છે, ત્યારે તે રાજ્યના તિજોરીમાં જતી નથી, પરંતુ એ લોકોને જાય છે જે નાણાકીય ગુનાઓનો શિકાર થયા છે. સોલિસિટર જનરલે આ નિવેદન CJI બી.આર. ગવઈ અને ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની ખાસ બેન્ચ સમક્ષ આપ્યું હતું, જે 2 મેના રોજ સુપ્રીમ કોર્ટના વિવાદાસ્પદ નિર્ણય પર પુનર્વિચારનો અનુરોધ કરતી અરજીઓની ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી રહી હતી.
ઉલ્લેખનીય છે કે, 2 મેના રોજ સુપ્રીમ કોર્ટે ભૂષણ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ (BSPL) માટે JSW સ્ટીલના રિઝોલ્યૂશન પ્લાનને ફગાવતા તેને IBCનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. તેણે IBC હેઠળ BSPLના લિક્વિડેશનનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશની આગેવાનીવાળી બેન્ચે 31 જુલાઈના રોજ આ નિર્ણય પાછો લઈ લીધો હતો અને તેની સાથે સંબંધિત સમીક્ષા અરજીઓ પર નવેસરથી સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો.
આ અરજીઓ પર સુનાવણી દરમિયાન એક વકીલે BPSL કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસનો પણ સંદર્ભ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશે તેના પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘ED અહીં પણ ઉપસ્થિત છે.’ તેના જવાબમાં સોલિસિટર જનરલે કહ્યું કે, ‘હું એક તથ્ય બતાવવા માગુ છું, જે ક્યારેય કોઈ પણ કોર્ટમાં કહેવામાં આવ્યું નથી અને તે એ છે- EDએ 23,000 કરોડ રૂપિયા (કાળું નાણું) જપ્ત કરીને પીડિતોને આપ્યા છે.’ કાયદા અધિકારીએ કહ્યું કે વસૂલવામાં આવેલા પૈસા સરકારી તિજોરીમાં રહેતા નથી અને નાણાકીય ગુનાઓના પીડિતોને આપવામાં આવે છે.
તેના પર તુષાર મહેતાએ કહ્યું કે ફોજદારી ગુનાઓમાં સજાનો દર પણ ખૂબ ઓછો છે અને તેમણે દેશની ફોજદારી ન્યાય પ્રણાલીમાં ખામીઓને તેનું મુખ્ય કારણ ગણાવ્યું. તેના પર મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે- જો તેમને દોષી ઠેરવવામાં ન આવ્યા હોય, તો પણ તમે વર્ષોથી તેમને (આરોપીઓને) લગભગ કોઈ સુનાવણી વિના સજા કરવામાં સફળ રહ્યા છો. કાયદા અધિકારીએ કહ્યું કે- કેટલાક મામલા એવા છે જેમાં નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા, ત્યાં મોટી માત્રામાં રોકડ મળી આવવાને કારણે અમારી (રોકડ ગણતરી) મશીનો કામ કરવાનું બંધ કરી દીધું... અમારે નવી મશીનો લાવવી પડી હતી. જ્યારે કેટલાક મોટા નેતાઓ પકડાય છે, ત્યારે યુટ્યુબ કાર્યક્રમો પર કેટલાક વિમર્શ ઘડવામાં આવે છે.
મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, અમે વિમર્શોના આધારે કેસનો નિર્ણય લેતા નથી. હું ન્યૂઝ ચેનલો જોતો નથી. હું સવારે માત્ર 10-15 મિનિટ માટે અખબારની હેડલાઇન્સ જોઉં છું. કાયદા અધિકારીએ કહ્યું કે તેઓ જાણે છે કે ન્યાયાધીશો સોશિયલ મીડિયા અને કોર્ટની બહાર થતી ચર્ચાઓના આધારે કેસનો નિર્ણય લેતા નથી. સુપ્રીમ કોર્ટની ઘણી બેન્ચો ખેસ કરીને વિપક્ષી નેતાઓ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના કેસોમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કથિત મનમાનીની ટીકા કરતી રહી છે, મુખ્ય ન્યાયાધીશની આગેવાનીવાળી બેન્ચે 21 જુલાઈના રોજ, એક અન્ય કેસમાં કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ બધી મર્યાદાઓ ઓળંગી રહ્યું છે.

