‘ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે નહીં તો દિલ્હી કૂચ કરીશું’, સંતોની ધર્મસભામાં નિર્ણય, સરકારને 3 મહિનાનું અલ્ટિમેટમ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધર્મસભામાં દેશના અનેક મોટા સંતો, મહાત્માઓ, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરો, આચાર્યો અને પીઠાધીશ્વરો તેમજ વિવિધ પરંપરાના સંતોએ ભાગ લીધો હતો. આ ધર્મસભામાં ગૌ માતાને ‘રાષ્ટ્ર માતા’નો દરજ્જો આપવાની માગ કરવામાં આવી હતી. સાથે આ દરજ્જો નહીં મળે તો દિલ્હી કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

આ ધર્મસભામાં 3 પ્રસ્તાવ સર્વસંમતિથી પાસ કરાયા હતા. તેમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવો, સમગ્ર દેશમાં ગૌવધ પર એકસમાન અને કડક કાયદો બનાવવો અને ગૌ માતાના સંરક્ષણ માટે નક્કર પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

dharma-sabha2
patrika.com

ગૌ માતા ઉચ્ચ અધિકાર સમિતિ દ્વારા આયોજિત થયેલી ધર્મસભામાં જે મુખ્ય માંગ કરવામાં આવી છે, આ માંગોને સરકાર નહીં માને તો માર્ચ મહિનામાં દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. સંતોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો 3 મહિનામાં માંગણીઓ પર સરકાર ધ્યાન નહીં આપે, તો દેશભરના સાધુ-સંતો, મહાત્માઓ, અનુયાયીઓ સાથે દિલ્હી કૂચ કરશે. જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી તેઓ દિલ્હીથી પરત નહીં ફરે.

જયપુરની એક ફાઇવ સ્ટાર હોટલમાં આયોજિત આ ધર્મસભાનું આયોજન મહામંડલેશ્વર કમ્પ્યુટર બાબાએ કર્યું હતું. આ ધર્મસભાની અધ્યક્ષતા આવાહન અખાડાના મહામંડલેશ્વર સ્વામી પ્રકાશાનંદ ગિરીજી મહારાજે કરી હતી. આ સંમેલનમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું, તેમાં માત્ર ધર્માચાર્યો જ સામેલ હતા.

કહેવામાં આવ્યું કે, ગાયના રક્ષણ માટે હવે એક આંદોલન શરૂ કરવું જ પડશે. ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળ્યા બાદ જ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાનો માર્ગ મોકળો થશે. ધાર્મિક સભામાં કહેવામાં આવ્યું હતું કે ગાય માટે દિલ્હી કૂચ ધર્મના રક્ષણ માટે હશે. કોઈ પણ સરકાર કે પક્ષ ગાય પ્રત્યે ગંભીર નથી. સનાતનીઓની પાર્ટી અને સરકાર હોવાનો દાવો કરનારા પણ ગૌ માતા માટે કંઈ કરી રહ્યા નથી.

About The Author

Related Posts

Top News

ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે T20 શ્રેણી 3-0 થી જીતી લીધી છે, પરંતુ હારનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. વિદેશમાં...
Sports 
ભારતીય બેટ્સમેનો વિદેશમાં કેમ નબળા પડી જાય છે? ગાવસ્કરે બતાવી ખરી હકીકત!

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.