ગર્લફ્રેન્ડ બની ગુંડી: બોયફ્રેન્ડ બ્રેકઅપ નહોતો કરતો,અપહરણ કરી માર્યો,નગ્ન Video

કેરળના એર્નાકુલમથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવતીએ તેના પ્રેમીનું અપહરણ કરાવ્યું હતું. ત્યારબાદ તેને ખુબ માર માર્યો હતો. પરંતુ તેને આનાથી પણ સંતોષ ન થયો તો પ્રેમીને નિર્વસ્ત્ર કરીને તેનો વીડિયો બનાવ્યો અને પછી તેને કપડાં વગર જ રસ્તા પર છોડી દીધો.

આ સાથે તેણે ધમકી પણ આપી હતી કે, આ અંગે કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરી દેવામાં આવશે. આ મામલે પીડિતે પોલીસમાં ફરિયાદ કરી હતી. માહિતી મળ્યા બાદ પોલીસે આરોપી પ્રેમિકાની ધરપકડ કરી લીધી છે. આ કામમાં પ્રેમિકાને મદદ કરનાર અન્ય સાત લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.

વાસ્તવમાં એર્નાકુલમના વર્કલામાં રહેતી 19 વર્ષની લક્ષ્મીપ્રિયાને શિવરામ નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. આ દરમિયાન લક્ષ્મીપ્રિયાની મુલાકાત એર્નાકુલમના જ રહેવાવાળા કોઈ યુવક સાથે થઇ હતી. બંને વચ્ચે અફેર શરૂ થયું. જ્યારે શિવરામને આ વાતની ખબર પડી તો તેણે તેની પ્રેમિકા લક્ષ્મીપ્રિયાને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, પ્રેમિકાએ શિવરામની વાત સાંભળવાની ના પાડી અને તેને તેનાથી દૂર રહેવા કહ્યું. તે હવે તેના નવા બોયફ્રેન્ડ સાથે રહેવા માંગે છે.

લક્ષ્મીપ્રિયાએ તેને કહ્યું પછી પણ શિવરામ પીછેહઠ કરવા તૈયાર ન હતો, તેથી તેણે આખી વાત તેના નવા પ્રેમીને કહી. આ પછી તે બંનેએ શિવરામને પાઠ ભણાવવાનો પ્લાન બનાવ્યો. પ્રેમીએ રૂપિયા આપીને કેટલાક લોકોને આ કામ કરવા બોલાવ્યા હતા. આ પછી લક્ષ્મીપ્રિયાએ શિવરામને વોટ્સએપ મેસેજ મોકલ્યો.

શિવરામ લક્ષ્મીપ્રિયાની વાતમાં આવી ગયો અને તેને પોતાનું સ્થાન બતાવી દીધું. આ પછી ગર્લફ્રેન્ડ તેના નવા બોયફ્રેન્ડ સાથે 6 લોકોને લઈને શિવરામના કહેલા સ્થાને પહોંચી અને બધાએ તેને બોલાવીને કારમાં બેસાડી દીધો.

અપહરણ કર્યા બાદ લક્ષ્મીપ્રિયાએ તેના પ્રેમી અને અન્યો સાથે મળીને શિવરામને જબરજસ્તીથી દારૂ પીવડાવ્યો અને ગાંજો પીવડાવ્યો. ત્યારબાદ તેને ભારે માર માર્યો હતો. આટલાથી પણ તેણે સંતોષ ન થતાં શિવરામને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો અને તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો. અને ત્યાર પછી, તેને વાયટીલા પાસે નગ્ન અવસ્થામાં છોડી દેવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે જો કોઈને આ વિશે જાણ કરશે તો તેનો વીડિયો વાયરલ થઈ જશે.

શિવરામે તેની સાથે બનેલી ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. કાર્યવાહી કરીને પોલીસે લક્ષ્મીપ્રિયા અને પ્રેમી અને અન્ય 6 લોકોની ધરપકડ કરી હતી. તેની સામે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.