- National
- PM મોદી જતાની સાથે જ રાષ્ટ્ર પ્રેરણા સ્થળ પર છોડના કૂંડા પણ ઉપાડી ગયા લોકો
PM મોદી જતાની સાથે જ રાષ્ટ્ર પ્રેરણા સ્થળ પર છોડના કૂંડા પણ ઉપાડી ગયા લોકો
લખનૌમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ બાદ શહેરથી એક ખૂબ જ શરમજનક તસવીર સામે આવી છે. ગુરુવારે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રેરણા સ્થળની આસપાસના માર્ગને સજાવવા માટે હજારો ફૂલો અને ફૂલોના કુંડા મૂકવામાં આવ્યા હતા. વડાપ્રધાન કાર્યક્રમ સ્થળ પરથી જતા રહ્યા બાદ કેટલાક લોકોએ ફૂલોના કુંડા લઈને જતાં હોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા લોકોએ આ ઘટનાને પોતાના મોબાઇલ કેમેરામાં રેકોર્ડ કરી લીધી હતી.
ફૂલના કુંડા ચોરીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ ગયો. વીડિયોમાં મોટી સંખ્યામાં લોકો પ્રેરણા સ્થળ અને ગ્રીન કોરિડોરમાંથી ફૂલોના કુંડા ચોરી કરતા જોવા મળ્યા. ઘણા લોકો તેમના ટૂ-વ્હીલર અને કાર પર આ કુંડા લઈ જતા જોવા મળ્યા. આટલું જ નહીં જ્યારે એક યુવકે તેમને ચોરી કરતા ટોક્યા, ત્યારે લોકો હસતા જોવા મળ્યા.
https://twitter.com/ArvindSinghUp/status/2004454981643174238?s=20
ઉલ્લેખનીય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવા લખનૌ પહોંચ્યા હતા. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ માટે લખનૌને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું હતું. શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવા માટે રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ અને ગ્રીન કોરિડોર પર સેંકડો ફૂલોના કુંડા લગાવવામાં આવ્યા હતા. જોકે, કેટલાક લોકોએ જાહેર મિલકત પર હાથ સાફ કરવાનું શરૂ કરી દીધું. લોકો ફૂલોના કુંડા લઈને પોતાની ગાડીઓમાં લઈને જતા રહ્યા. આ બધું ખુલ્લેઆમ થયું. લોકો ફૂલોના કુંડા ચોરી કરતી વખતે પણ હસતા હતા, જાણે કે તે સામાન્ય બાબત હોય. આ હરકતે સમગ્ર શહેરની છબી પર પ્રશ્ન ઉભા કરી દીધા છે.
https://twitter.com/ShashiSimply/status/2004452056745361502?s=20
સોશિયલ મીડિયા પર લોકો આ ઘટનાની સખત નિંદા કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વહીવટીતંત્ર શહેરને સુંદર બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ કેટલાક લોકો પોતાની સંકુચિત માનસિકતાને કારણે સાર્વજનિક સંપત્તિને નુકસાન પહોંચાડે છે.

