ભારતને લઈને આવેલા આ રિપોર્ટથી કેમ મચી ગયો હાહાકાર, US-જર્મની સુધીના..

21મી સદીનો આગામી સમય એશિયાનો રહેવાનો છે. ખાસ કરીને ભારત અને ચીનનો, એવું આપણે મોટા ભાગે સાંભળીએ છીએ, પરંતુ શું તેની પાછળ કોઈ આધાર છે? જો હવે તમને કોઈ પૂછે તો ડર્યા વિના હા કહી શકો છો. અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ બેંક Goldman Sachsના રિપોર્ટે તેની પુષ્ટિ કરી છે. આ રિપોર્ટ મુજબ, ભારત ન માત્ર જાપાન અને જર્મનીને પછાડશે, પરંતુ સંયુક્ત રાજ્ય અમેરિકા પણ ભારતની સ્પર્ધામાં છે.

Goldman Sachs દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા તાજા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત આજથી 50 વર્ષ બાદ એટલે કે વર્ષ 2075 સુધીમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. રિપોર્ટ મુજબ, ત્યારે ભારતની અર્થવ્યવસ્થા 52.2 લાખ કરોડ ડોલર (52.2 ટ્રિલિયન ડોલર)ની થઈ જશે, જે હાલની GDPથી 15 ગણી વધુ છે. જાન્યુઆરીમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સરવેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા આ વર્ષ માર્ચ સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરની થશે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારત આ આંકડાને હવે પાર કરી ચૂક્યું છે. ભારત અત્યારે દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. દેશે હાલમાં જ બ્રિટનને પાછળ છોડ્યું છે. IMFના એક રિપોર્ટ મુજબ, વર્ષ 2027 સુધી જાપાન 5.2 ટ્રિલિયન ડોલર અને જર્મની 4.9 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા હશે. તો ભારત 5.4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. ત્યારબાદ ભારતથી આગળ માત્ર અમેરિકા અને ચીન જ રહી જશે.

વર્ષ 2027માં ચીનના 26.44 ટ્રિલિયન ડોલર અને અમેરિકન 30.28 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જવાની સંભાવના છે. આ વાતથી અંદાજો લગાવી શકાય છે કે વર્ષ 2030 બાદ આગામી 4 દશકમાં ભારત કેટલી તેજીથી આગળ વધશે જે પોતાના અનેક ગણા આગળ અમેરિકાને પણ પછાડી દેશે. Goldman Sachsના રિપોર્ટ મુજબ, વર્ષ 2075માં ભારત જ્યાં 52.5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે, તો અમેરિકા 51.5 ટ્રિલિયન ડોલર સાથે ત્રીજા નંબર પર સરકી જશે. ચીન એ સમય સુધી વિશ્વની ટોપ અર્થવ્યવસ્થા બની જશે. ચીનની GDP ત્યાં સુધીમાં 57 ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાનું અનુમાન છે.

ભારતનો ગ્રોથ એટલી તેજીથી કેમ થશે તેનો જવાબ પણ રિપોર્ટમાં આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં Goldman Sachs રિસર્ચ ઈન્ડિયાના અર્થશાસ્ત્રી સાંતનુ સેનગુપ્તા કહે છે કે ભારતની વધતી જનસંખ્યાને વધુમાં વધુ શ્રમબળમાં લાવવી અને તેને સ્કિલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવી દેશની વધતી ક્ષમતા માટે એક મોટું પગલું હશે. તેમનું કહેવું છે કે આગામી 2 દશકમાં ભારતની નિર્ભરતા અનુપાત ઘણા દેશોથી સારી છે અને તે ભારતના વિકાસની બારી છે. ભારત તેને ધ્યાનમાં રાખતા મેન્યુફેક્ચરિંગ કેપિસિટી વધારી શકે છે અને સેવા ક્ષેત્રમાં સતત વિકાસ કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.