શું ભારતમાં TikTok પરથી પ્રતિબંધ હટી ગયો? જાણો શું કહે છે સરકાર

ભારત સરકારે શુક્રવારે એવા અહેવાલોનું ખંડન કર્યું છે કે, ચાઇનીઝ વીડિયો એગ્રીગેટર પ્લેટફોર્મ TikTok પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે, ભારતમાં TikTok માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જાહેર કરવામાં આવ્યો નથી. આવા કોઈપણ નિવેદન અથવા સમાચાર ખોટા અને ભ્રામક છે. જોકે, ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અને ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN અંગે સરકાર તરફથી અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

TikTok1
newsbytesapp.com

જોકે કેટલાક યુઝર્સ TikTokની વેબસાઇટ ઍક્સેસ કરી શકતા હતા, તેઓ લોગ ઇન, અપલોડ કરવા અથવા વીડિયો  જોવામાં અસમર્થ હતા. ભારતમાં એપ સ્ટોર પર આ ચાઇનીઝ વીડિયો પ્લેટફોર્મની એપ્લિકેશન પણ ઉપલબ્ધ નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ સતત આ વેબસાઇટને બ્લોક કરી રહ્યા છે. જો કે, તે સ્પષ્ટ નથી કે કેટલાક ઇન્ટરનેટ યુઝર્સ તેને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે.

ભારત સરકારે જૂન 2020માં 59 મોબાઇલ એપ્લિકેશનો પર પ્રતિબંધની જાહેરાત કરી હતી, જેમાંથી મોટાભાગની ચાઇનીઝ એપ્લિકેશનો હતી. તેમાં TikTok, UC બ્રાઉઝર અને Wechat જેવી લોકપ્રિય એપ્લિકેશનો પણ શામેલ હતી. સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા અને સાર્વજનિક વ્યવસ્થા માટે જોખમ ગણાવ્યો હતો. ચીન સાથે ભારતના વધતા સીમા તણાવની પૃષ્ઠભૂમિમાં આ પગલું ઉઠાવવામાં આવ્યું હતું.

TikTok
hindustantimes.com

15-16 જૂન 2020ની રાત્રે પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય સેનાના જવાનોની ચીની સૈનિકો સાથે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના બાદ ચીન અને ભારત વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ બધી એપ્સ ભારતીય નાગરિકોનો ડેટા લીક કરી રહી હતી. ટેક એક્સપર્ટ્સે કહ્યું હતું કે, આ એપ્સ ભારતીયોના લોકેશન ડેટા લે છે અને ચીનમાં સ્થિત સર્વર પર ફાઇલો ટ્રાન્સફર કરે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.