કોણ છે રેલવે બોર્ડના પહેલા મહિલા અધ્યક્ષ જયા વર્મા સિંહા, કેટલી હશે સેલેરી?

કેન્દ્ર સરકારે ગુરુવાર (31 ઑગસ્ટના રોજ) જયા શર્મા સિંહાને રેલવે બોર્ડના CEO અને અધ્યક્ષની નિમણૂક કરી છે. તેની સાથે જ તેઓ રેલવે મંત્રાલયના 105 વર્ષ જૂના ઇતિહાસમાં આ પદ સંભાળનારા પહેલા મહિલા બની ગયા છે. જયા સિંહા વર્મા અલ્લાહાબાદ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થિની છે. તેમણે વર્ષ 1988માં ઇન્ડિયન રેલવે ટ્રાફિક સર્વિસ (IRTS) જોઇન્ટ કર્યું હતું. તેઓ અત્યાર સુધી 3 રેલવે ક્ષેત્રોમાં કામ કરી ચૂક્યા છે. તેમાં ઉત્તર રેલવે, દક્ષિણ પૂર્વ રેલવે અને પૂર્વી રેલવે સામેલ છે.

જયા વર્મા સિંહા, અનિલ કુમાર લોહાટીની જગ્યા લેશે અને 1 સપ્ટેમ્બર એટલે કે આજથી પદભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 31 ઑગસ્ટ 2024ના રોજ સમાપ્ત થશે. ઉલ્લેખનીય છે કે જયા વર્ષા સિંહા 1 ઓક્ટોબરે રિટાયર્ડ થવાના છે. તેમને પોતાના બાકી બચેલા કાર્યકાળ માટે ફરીથી નિમણૂક કરવામાં આવશે. સરકારના આદેશ મુજબ, કેબિનેટ નિમણૂક સમિતિ (ACC)એ જયા વર્મા સિંહાને ઓપરેશન બિઝનેસ ડેવલપમેન્ટના મેમ્બર, રેલવે બોર્ડના અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) પદ પર નિમણૂકની મંજૂરી આપી દીધી છે.

તેઓ બાલાસોર દુર્ઘટના બાદ રેલવેનો સાર્વજનિક ચહેરો હતા. આ દરમિયાન તેમને મીડિયાને રેલવેના જટિલ સિગ્નલિંગ સિસ્ટમ બાબતે સમજાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઓરિસ્સાના બાલાસોરમાં થયેલા અકસ્માતમાં લગભગ 300 લોકો માર્યા ગયા હતા. જયા વર્મા સિંહાએ 4 વર્ષો સુધી બાંગ્લાદેશના ઢાકા સ્થિત ભારતીય ઉચ્ચાયોગમાં રેલવે સલાહકારના રૂપમાં પણ કામ કર્યું છે. બાંગ્લાદેશમાં તેમના કાર્યકાળ દરમિયાન જ કોલકાતાથી ઢાકા સુધી ચાલતી મૈત્રી એક્સપ્રેસનું ઉદ્વઘાટન કરવામાં આવ્યું હતું. રેલવેના સૌથી મોટા અધિકારી ભારતીય રેલવે બોર્ડના અધ્યક્ષની સેલેરી વર્તમાનમાં લગભગ 2.25 લાખ રૂપિયા દર મહિને થાય છે. તેની સાથે જ તેમને અન્ય લાભ જેમ કે વિશેષ ભથ્થું, ઘર, યાત્રા અને અન્ય સુવિધાઓ પણ મળે છે.

શું હોય છે રેલવે બોર્ડના અધ્યક્ષનું કામ?

રેલવે વિભાગના અધ્યક્ષ ભારતીય રેલવેના સૌથી મોટા અધિકારી હોય છે. જે રેલવે સેવાઓના નિર્દેશન, વિકાસ અને ઓપરેશન સંબંધિત નિર્ણય લે છે.

કેન્દ્રીય બજેટ વર્ષ 2023-24માં ભારતીય રેલવેને 2.74 કરોડ રૂપિયાનું પૂંજીગત પરિવ્યય ફાળવણી કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટરને કરવામાં આવેલી સૌથી મોટી ફાળવણી છે. નાણાકીય વર્ષ 2022-23માં રેલવે માટે 1.37 લાખ કરોડ રૂપિયાની સંપૂર્ણ બજેટની ફળવણી કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.