PM મોદીના સલાહકાર કહે છે- 'ન્યાયિક વ્યવસ્થા ભારતના વિકાસમાં અવરોધરૂપ છે, માર્ય લોર્ડ શબ્દ...'

PM નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્ય સંજીવ સાન્યાલે કહ્યું છે કે, ન્યાયિક વ્યવસ્થા ભારતના વિકાસમાં સૌથી મોટો અવરોધ છે. તેમણે લાંબી કોર્ટ રજાઓ અને ન્યાયાધીશોને 'માય લોર્ડ' તરીકે સંબોધવાની પ્રથા પર પણ સવાલ ઉઠાવ્યા.

શનિવાર, 20 સપ્ટેમ્બરના રોજ 'જસ્ટિસ ક્રિએશન 2025' નામના કાર્યક્રમમાં હાજરી આપનારા સંજીવ સાન્યાલે ન્યાય વ્યવસ્થામાં ઘણી ખામીઓ તરફ ધ્યાન દોર્યું. આ કાર્યક્રમ જનરલ કાઉન્સિલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (GCAI) દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ મનમોહન અને ન્યાયાધીશ પંકજ મિથલ પણ આ કાર્યક્રમમાં હાજર હતા.

Sanjeev-Sanyal2
businesstoday.in

અહીં બોલતા, સંજીવ સાન્યાલે કહ્યું કે તેમના મતે, ન્યાયિક વ્યવસ્થા અને કાનૂની ઇકોસિસ્ટમ, ખાસ કરીને ન્યાયિક વ્યવસ્થા, ભારતના વિકાસ અને ઝડપી પ્રગતિમાં સૌથી મોટા અવરોધો છે. તેમણે કહ્યું, 'કોન્ટ્રાક્ટનો સમયસર અમલ કરવામાં કે ન્યાય આપવામાં અસમર્થતા એટલી મોટી સમસ્યા બની ગઈ છે કે માળખાગત સુવિધાઓ અને શહેરી વિકાસમાં કોઈ પણ રોકાણ તેની ભરપાઈ કરી શકતું નથી. ભારતના મોટાભાગના કાયદા એટલા માટે બનાવવામાં આવે છે કે, કોઈ ચોક્કસ વ્યક્તિઓ દ્વારા તેનો દુરુપયોગ ન થાય. તેમની જરૂરત જ એટલા માટે પડે છે, કારણ કે દુરુપયોગ અટકાવવા માટે ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ કરી શકાતો નથી.'

સાન્યાલે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે કાયદા અને ન્યાયનો સમયસર અમલ કરવામાં અસમર્થતા છે. આપણા દેશમાં સમજૂતી અને ન્યાય સમયસર પૂરા થતા નથી, તેના કારણે ભલે આપણે રસ્તાઓ, ઇમારતો અથવા શહેરો પર ઘણા બધા પૈસા ખર્ચીએ, પરંતુ વાસ્તવિક વિકાસ અટકી જાય છે.

તેમણે આને '99-1 સમસ્યા' તરીકે વર્ણવ્યું. તેમના મતે, ફક્ત 1 ટકા લોકો નિયમોનો દુરુપયોગ કરે છે. પરંતુ એનું કારણ એ છે કે આપણે આવા કેસોને કોર્ટ ઝડપથી ઉકેલવા લાવી દેશે, તેવો વિશ્વાસ કરતા નથી, સરકાર તે 1 ટકાને પણ આવું કરતા અટકાવવા માટે તમામ નિયમો બનાવે છે. પરિણામ એ આવે છે કે, બાકીના 99 ટકા પ્રામાણિક લોકો પણ તે જટિલ નિયમોમાં ફસાઈ જાય છે.

Sanjeev-Sanyal
hindi.theprint.in

તેમણે મુકદ્દમા પહેલાં મધ્યસ્થીના નિયમનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, 'આ સુધારાનો વિરોધ થયો કારણ કે મુંબઈ કોમર્શિયલ કોર્ટના ડેટા દર્શાવે છે કે, 99 ટકા કેસ જે મધ્યસ્થી માટે જાય છે તે ટ્રાયલ પહેલાં નિષ્ફળ જાય છે. ત્યાર પછી આ જ કેસ ઘણા મહિનાઓના વિલંબ પછી કોર્ટમાં મોકલવામાં આવે છે, જેના કારણે સમય અને ખર્ચમાં વધારો થાય છે.'

તેમણે બાર સ્ટ્રક્ચરની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે, વરિષ્ઠ વકીલો, રેકોર્ડ પરના વકીલો અને અન્ય વકીલો વચ્ચે ભેદ પાડવો એ જૂની વિચારસરણી છે. 21મી સદીમાં આ બધા લોકોની શા માટે જરૂર છે? કાયદાકીય કાર્યના વિવિધ સ્તરે તમારા કેસની દલીલ કરવા માટે કાયદાની ડિગ્રીની શા માટે જરૂર છે? AIનો યુગ છે.

તેમણે કોર્ટની ભાષા અને રિવાજો પર પણ પ્રશ્ન ઉઠાવ્યો, જે બ્રિટિશ યુગથી ચાલી આવેલી છે. સંજીવ સાન્યાલે કહ્યું, 'તમે એવો વ્યવસાય ન કરી શકો જ્યાં તમે 'માય લોર્ડ' જેવા શબ્દોનો ઉપયોગ કરો છો, અથવા જ્યારે તમે કોઈ અરજી દાખલ કરો છો, ત્યારે તેને પ્રાર્થના કહેવામાં આવે છે. તમે મજાક કરી રહ્યા છો. આપણે બધા એક જ લોકશાહી દેશના નાગરિક છીએ.'

Sanjeev-Sanyal4
policycircle.org

સાન્યાલે કોર્ટની લાંબી રજાઓની પણ ટીકા કરી. તેમણે કહ્યું કે કોર્ટ રાજ્યના અન્ય કોઈપણ ભાગની જેમ જાહેર સેવા છે. શું તમે પોલીસ વિભાગ અથવા હોસ્પિટલોને મહિનાઓ સુધી બંધ રાખો છો, કારણ કે અધિકારીઓ ઉનાળાનું વેકેશન ઇચ્છે છે? સાન્યાલે કાયદાકીય વ્યવસાયમાં કામ કરતા લોકોને સુધારા અપનાવવા વિનંતી કરી. તેમણે કહ્યું, 'આપણી પાસે આ બનાવવા માટે લગભગ 20-25 વર્ષ છે. આપણી પાસે બગાડવા માટે હવે સમય નથી. તમે પણ મારા જેટલા જ નાગરિક છો. પ્રિય સાથી નાગરિકો, હવે સમય આવી ગયો છે. આપણે એ પેઢી છીએ જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ. બીજું કોઈ આ કરશે નહીં. આ તમારી અને મારી વચ્ચેની વાત છે. આપણે એક જ બોટમાં બેઠા છીએ.'

સંજીવ સાન્યાલે કહ્યું કે, તેમણે અમલદારો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને સાથી અર્થશાસ્ત્રીઓ સાથે આ જ પ્રકારે સ્પષ્ટતા સાથે વાત કરી છે. પરિવર્તન ફક્ત તેના મૂળમાં રહેલી દરેક વસ્તુને સમજવાથી અને તેના પર પ્રશ્ન ઉઠાવવાથી આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.