- National
- લાલુ યાદવે પુત્ર તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ગઈકાલે પોતાના સંબંધો વિશે પોસ્ટ
લાલુ યાદવે પુત્ર તેજ પ્રતાપને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા, ગઈકાલે પોતાના સંબંધો વિશે પોસ્ટ કરી હતી

RJDના વડા લાલુ યાદવે તેમના પુત્ર તેજ પ્રતાપ યાદવને 6 વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેણે ગઈકાલે પોતાના સંબંધની જાહેરાત કરી હતી. તેજ પ્રતાપ યાદવે પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા યાદવ સાથેનો એક ફોટો શેર કર્યો હતો. ત્યાર પછી, તેણે તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ઘણી વખત સુધારી અને ત્યાર પછી કહ્યું કે તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે. RJD વડાએ કહ્યું, 'તેઓ પોતે પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા માટે સક્ષમ છે. તેમની સાથે જે કોઈ પણ સબંધ રાખશે તેઓએ પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ.'
લાલુ યાદવે કહ્યું, 'વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવાથી સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી. તેથી, ઉપરોક્ત સંજોગોને કારણે, હું તેમને પક્ષ અને પરિવારમાંથી દૂર કરી રહ્યો છું. હવેથી, તેમની પક્ષ અને પરિવારમાં કોઈપણ પ્રકારની ભૂમિકા રહેશે નહીં. તેમને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.'

RJDના વડા લાલુ યાદવે વધુમાં કહ્યું, 'તેઓ પોતાના અંગત જીવનના સારા-ખરાબ અને ગુણ-અવગુણો જોવા માટે સક્ષમ છે. જે લોકો તેમની સાથે સંબંધો રાખશે તેમણે પોતાના વિવેકબુદ્ધિથી નિર્ણય લેવો જોઈએ. હું હંમેશા જાહેર જીવનમાં જાહેર શરમનો હિમાયતી રહ્યો છું. પરિવારના આજ્ઞાકારી સભ્યોએ જાહેર જીવનમાં આ વિચાર અપનાવ્યો છે અને તેનું પાલન કર્યું છે.'
https://twitter.com/laluprasadrjd/status/1926573894661496910
લાલુ યાદવ ઉપરાંત, તેજ પ્રતાપના નાના ભાઈ તેજસ્વી યાદવે પણ કહ્યું કે, તેઓ તેમના અંગત જીવન અંગે નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી અધ્યક્ષ લાલુ યાદવના નિર્ણયના સમર્થનમાં છે. તેમણે તેજ પ્રતાપ વિશે કહ્યું કે તે પુખ્ત છે અને પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે.

શનિવારે, તેજ પ્રતાપ યાદવે ફેસબુક પર એક છોકરી સાથેની એક તસવીર શેર કરી હતી અને કહ્યું કે તે 12 વર્ષથી રિલેશનશિપમાં છે અને તે લાંબા સમયથી આ તસવીર શેર કરવા માંગતો હતો. જોકે, ત્યાર પછી તેમણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. થોડા સમય પછી, તેણે ફરીથી તે જ કેપ્શન સાથે તસવીર શેર કરી અને કહ્યું કે તે એક રિલેશનશિપમાં છે.
થોડા સમય પછી, તેજ પ્રતાપે પોતાની પોસ્ટ ડિલીટ કરી અને કહ્યું કે, તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થઈ ગયું છે, અને આરોપ લગાવ્યો કે AI દ્વારા જનરેટેડ ફોટાઓથી તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.
Related Posts
Top News
ક્લાસ-1-2 અધિકારી બની બેઠેલા અમદાવાદ મનપાના કર્મચારીઓએ AMCએ નથી એ આપેલા એ સર્ટિ GPSCમાં આપેલા
ક્રિમીલેયર પરના નિયમોમાં ફેરફાર કરવા સરકાર કરી રહી છે મોટી તૈયારીઓ! શું OBC અનામત ફોર્મ્યુલા બદલાશે?
દીકરી રસ્તાના ખાડામાં પડી, પિતાએ તે ખાડાના પાણીમાં સૂઈને ગુસ્સો વ્યક્ત કર્યો, કહ્યું, 'BJP MLA, અધિકારીઓને કહીને થાકી ગયો..'
Opinion
-copy.jpg)