- National
- ‘ચૂંટણી પંચને કંઈ નથી ખબર, અમારા પર નાંખી દેવામાં આવ્યું છે...’; મતદાર યાદી સુધારણા અંગે NDAમાં જ મૂ...
‘ચૂંટણી પંચને કંઈ નથી ખબર, અમારા પર નાંખી દેવામાં આવ્યું છે...’; મતદાર યાદી સુધારણા અંગે NDAમાં જ મૂંઝવણ છે!
એવું લાગે છે કે બિહાર સરકારના નેતૃત્વ હેઠળની NDA મતદાર યાદી સુધારણા વિશેષ સઘન સુધારણા (SIR)ના મુદ્દા પર મૂંઝવણમાં છે. એક તરફ, BJP ખુલ્લેઆમ SIRને સમર્થન આપી રહી છે અને કહી રહી છે કે ચૂંટણી પંચનું આ પગલું સ્વાગત યોગ્ય છે, આનાથી નકલી મતદારોને ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે નહીં. પરંતુ તેના સાથી JD(U)ના એક સંસદે આ મામલે BJPથી સંપૂર્ણપણે અલગ અભિપ્રાય આપ્યો છે. JD(U)ના આ સાંસદનું નામ ગિરધારી યાદવ છે.
ગિરધારી યાદવે બુધવારે SIRના મુદ્દા પર એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું, ‘ચૂંટણી પંચને કોઈ વ્યવહારુ જ્ઞાન નથી, પંચને બિહારના ઇતિહાસ કે ભૂગોળની કંઈ જ ખબર નથી. વરસાદની ઋતુ દરમિયાન જ્યારે ખેતી ચાલી રહી હોય છે... કાગળો વ્યવસ્થિત કરવામાં અમને 10 દિવસ લાગી ગયા. મારો પુત્ર અમેરિકામાં રહે છે, તે કેવી રીતે સહી કરશે?’
ગિરધારી યાદવે કહ્યું, '(SIR) આ અમારા પર જબરજસ્તી નાંખી દેવામાં આવ્યું છે... જો આવું કરવું જ હતું, તો અમને 6 મહિનાનો સમય આપવો જોઈતો હતો, આ ચૂંટણી પંચનો જુલમી આદેશ છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આ તેમનો અંગત અભિપ્રાય છે, ત્યારે તેમણે કહ્યું, 'આ મારો પોતાનો સ્વતંત્ર અભિપ્રાય છે, પણ આ સત્ય હકીકત છે, હવે જો અમે સાચું પણ બોલી શકતા ન હોઈએ તો અમે સાંસદ શા માટે બન્યા છીએ?'
એ કહેવું મહત્વપૂર્ણ છે કે, ચૂંટણી પંચે બિહારમાં મતદાર યાદી સુધારણાનું કામ 24 જૂને શરૂ કર્યું હતું અને તે 25 જુલાઈ સુધીમાં પૂર્ણ કરવાનું છે. બિહારમાં કુલ 7.8 કરોડ મતદારો છે. ચૂંટણી પંચે 11 દસ્તાવેજોનું લિસ્ટ બહાર પાડયું છે અને કહ્યું છે કે, મતદાન કરવા માટે આમાંથી એક દસ્તાવેજ જરૂરી છે.
https://twitter.com/ANI/status/1947887195014193605
JD(U)ના સાંસદ ગિરધારી યાદવના નિવેદન પરથી સમજાય છે કે, બિહારમાં મતદાર યાદી સુધારણાનો મુદ્દો માત્ર વિપક્ષને જ નહીં, પરંતુ સરકારમાં રહેલા રાજકીય પક્ષોને પણ પરેશાન કરી રહ્યો છે. બિહારમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને તે પહેલાં, નીતિશ સરકારના કામ કરતાં મતદાર યાદી સુધારણાના મુદ્દા પર વધુ ચર્ચા થઈ રહી છે.
લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી, બિહાર વિધાનસભાના વિપક્ષી નેતા તેજસ્વી યાદવ મતદાર યાદી સુધારણા સામે પટનામાં રસ્તા પર ઉતર્યા. વિપક્ષનું કહેવું છે કે, આ ગરીબ લોકોના મત કાપવાનું કાવતરું છે. જ્યારે JD(U)ના સાંસદ ગિરધારી યાદવ કેમેરા સામે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અમારા પર SIR લાદવામાં આવ્યો છે, ત્યારે સમજી શકાય છે કે, NDAમાં સમાવિષ્ટ પક્ષોમાં મતદાર યાદી સુધારણાના મુદ્દા અંગે ખરેખર પરેશાની છે.
ચૂંટણી પંચ 1 ઓગસ્ટના રોજ મતદાર યાદીનો ડ્રાફ્ટ પ્રકાશિત કરશે અને ત્યારપછી તેનું અંતિમ પ્રકાશન પણ 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. SIRના મુદ્દા પર, વિપક્ષે બુધવારે માત્ર બિહાર વિધાનસભામાં જ નહીં પરંતુ સંસદમાં પણ જોરદાર વિરોધ કર્યો છે.

