- National
- 'રાત્રે મારી પત્ની નાગણ બની જાય છે...' ડરેલા પતિએ DMને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી
'રાત્રે મારી પત્ની નાગણ બની જાય છે...' ડરેલા પતિએ DMને પોતાનો જીવ બચાવવા માટે વિનંતી કરી
ઉત્તર પ્રદેશના સીતાપુરમાં એક ખુબ જ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પુરુષે સંપૂર્ણ સમાધાન દિવસ (ઉકેલ દિવસ) દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટને એક વિચિત્ર ફરિયાદ નોંધાવી છે. યુવકે દાવો કર્યો છે કે, તેની પત્ની રાત્રે નાગણ બની જાય છે અને તેને ડરાવે છે, જેના કારણે રાત્રે ડરથી તે સૂઈ શકતો નથી.
આ ઘટના મહમુદાબાદ તાલુકાના લોધાસા ગામમાં બની હતી, જ્યાં મેરાજ નામનો એક વ્યક્તિ 4 ઓક્ટોબરના રોજ જિલ્લાના સમાધાન દિવસ (ઉકેલ દિવસ) ખાતે જિલ્લા મેજિસ્ટ્રેટ અભિષેક આનંદ સમક્ષ હાજર થયો હતો અને લેખિતમાં પોતાની દુઃખભરી કહાની સંભળાવી હતી.
મેરાજે જણાવ્યું હતું કે તેના લગ્ન થાનગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપુરની રહેવાસી નસીમુન સાથે થયા હતા. લગ્ન પછી તે થોડા દિવસો સુધી સારી રીતે રહી. પરંતુ, લગ્નના થોડા દિવસો પછી, તેની પત્ની વિચિત્ર વર્તન કરવા લાગી. તે તેના વર્તનથી ગભરાઈ ગયો અને ખૂબ જ ડરી ગયો છે.
જિલ્લા મેજિસ્ટ્રેટને આપેલી ફરિયાદમાં, મેરાજે જણાવ્યું હતું કે, તેની પત્ની, નસીમુન, માનસિક રીતે અસ્થિર છે. તે રાત્રે અચાનક જાગી જાય છે, નાગણમાં બદલાઈ થઈ જાય છે, તેના પર ફૂફાડો મારે છે. તે તેને દરરોજ ડરાવે છે, જેના કારણે તે સૂઈ શકતો નથી. મેરાજે અધિકારીઓને તેની પત્નીથી બચાવવા માટે અપીલ કરી હતી.
મેરાજે જણાવ્યું હતું કે, તેને હજુ સુધી કોઈ સંતાન થયું નથી. તે ખેતી કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની બહેન પરિણીત છે. તે એકલા હાથે તેના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખે છે, પરંતુ તેની પત્ની આનો વિરોધ કરે છે.
મેરાજની આ ફરિયાદ સાંભળીને બધા ચોંકી ગયા. આ મામલો હવે આસપાસના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. મેરાજનું કહેવું છે કે, તેની પત્નીના માતા-પિતા તેની માનસિક બીમારીથી વાકેફ છે, પરંતુ તેમ છતાં, તેઓએ તેને લગ્ન કરવા દબાણ કર્યું અને તેનું જીવન બરબાદ કરી દીધું.
મેરાજે જણાવ્યું હતું કે તેણે તેની પત્નીની બાધા-આખડી અને ભુવાને પણ બતાવી હતી અને આ બાબતને લીધે મહમુદાબાદ પોલીસ સ્ટેશનમાં પંચાયત પણ યોજી હતી, પરંતુ આ સમસ્યા હજુ સુધી ઉકેલાઈ નથી. મેરાજની ફરિયાદ પછી DMએ કોતવાલી પોલીસને મામલો ઉકેલવા માટે નિર્દેશ આપ્યો છે.
SDM મહમુદાબાદ બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, 'સમાધાન દિવસ દરમિયાન, એક પતિએ તેની પત્ની વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તપાસ કર્યા પછી જ સત્ય બહાર આવશે.' આ બાજુ, મહમુદાબાદ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અનિલ સિંહે જણાવ્યું હતું કે, 'પતિ અને પત્નીને ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં બોલાવવામાં આવ્યા છે, જ્યાં બંને પક્ષોને સાંભળવામાં આવશે. આ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.'

