ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી મોદી માટે કરી આ ભવિષ્યવાણી

વિવાદોમાં ઘેરાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને  લઇને એક મોટી ભવિષ્યવાણી કરી છે. જગતગુરુ રામભદ્રાચાર્યએ ભવિષ્યવાણી કરી છે કે 2024માં PM મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુએ એ પણ બતાવ્યું છે કે મોદી સરકારમાં તેમણે કયા કયા મોટા કામ કરાવવાના છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જગતગુરુ રામભદ્રાચાર્યને બોલતા સાંભળી શકાય છે કે તમે  કોઇ કસર છોડી નથી, લાઠીચાર્જ કરાવ્યો, એ તો મારો જીવ બચી ગયો. કમ સે કમ ભાજપે  પદ્મવિભૂષણ આપીને મારી યોગ્યતાનું સન્માન તો કર્યું છે. તેમણે કહ્યુ કે, મારી વાત માનીને રામમંદિર બન્યું. તમે જાણી લેજો હું ફરી એકવાર ભવિષ્યવાણી કરી રહ્યો છું. PM મોદી ત્રીજી વખત દેશના પ્રધાનમંત્રી બનશે અને આ વખતે મોટા મોટા કામ થવાના છે. ગૌ હત્યા બંધ કરાવવાની છે અને હિંદીને રાષ્ટ્ર ભાષા બનાવવાની છે.

જગતગુરુ રામભદ્રાચાર્યને વીડિયોમાં સાંભળી શકાય છે કે, રામચચિર માનસ પર પ્રતિબંધ લગાવવાની જે વકાલત કરી રહ્યા છે તે એક નેતા સ્વામી પ્રસાદ મોર્ય છે. ઉપરાંત બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખર છે. હું તમને લોકોનો ખુલ્લો પડકાર  આપી રહ્યો છું કે, મારી સામે આવો. મારી સાથે ચર્ચા કરો. કયા પાના પર, કઇ ચૌપાઇથી તમને આપત્તિ છે, હું તેનુ સમાધાન કરીશ.

બાગેશ્વર ધામના મહંતના ગુરુ રામભદ્રાચાર્યએ પોતાના શિષ્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનું સમર્થન કરતા કહ્યું કે લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકપ્રિયતાને પચાવી શકતા નથી એટલા માટે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. ધીરે ધીરે બધું શાંત થઇ જશે અને ધીરેન્દ્ર શાસ્ત્રીની પ્રગતિ થશે. રામભદ્રાચાર્યએ કહ્યુ કે તેઓ પોતાના ગુરુજનો અને પૂર્વજો તરફથી મળેલા આર્શીવાદને પ્રસાદ તરીકે વ્હેંચી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ધીરેન્દ્ર જે કરી રહ્યો છે તે ચમત્કાર નહી નમસ્કાર છે.ધીરેન્દ્ર શાસ્ત્રી પર સવાલ કરનારા હિંદુ છે, પરંતુ જયચંદ છે. ધીરેન્દ્રને ધમકી મળી રહી છે એટલે તેની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે.

રામભદ્રાચાર્યએ તાજેતરમાં મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલનું નામ બદલીને ભોજપાલ કરવાની શિવરાજ સરકાર સામે માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી ભોપાલનું નામ બદલીને ભોજપાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અહીં કથા કરવા માટે આવશે નહીં.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.