ખાતામાં અજાણ્યા સોર્સથી ક્રેડિટ થવા લાગ્યા હજારો રૂપિયા, પૈસા કાઢવા ઉમટી ભીડ

ઓરિસ્સાના કેન્દ્રપાડા જિલ્લામાં ડઝનો ગ્રામજનો રાતોરાત લખપતિ બની ગયા. લોકોના બેંક ખાતામાં અજાણ્યા સ્ત્રોતથી પૈસા આવી ગયા. લગભગ 40 બેંક ખાતાઓમાં અચાનક મોટી રકમ જમા થઈ ગઈ હતી. તેનો મેસેજ જ્યારે ખાતાધારકોના મોબાઈલ પર પહોંચ્યા તો તેઓ ખુશ થવા સાથે જ ભ્રમિત થઈ ગયા કે આખરે આ રકમ ક્યાંથી આવી ગઈ. ત્યારબાદ પૈસા કાઢવા માટે બેંકમાં ભીડ જમા થઈ ગઈ.

રિપોર્ટ્સ મુજબ, આ ઘટના કેન્દ્રપાડા જિલ્લાના ઔલ બ્લોકમાં ઓરિસ્સા ગ્રામીણ બેન્કની બાટીપાડા શાખાની છે. ખાતાધારકોને જ્યારે ખબર પડી કે તેમના અકાઉન્ટમાં મોટી રકમ જમા કરવામાં આવી છે તો તેને કાઢવા માટે તેઓ તરત જ બેંકમાં પહોંચી ગયા. આ દરમિયાન કેટલાક લોકોએ ખાતામાંથી પૈસા કાઢી લીધા. તો તમામ લોકો ખાલી હાથ રહી ગયા. કહેવામાં આવી રહ્યું છે કે ખાતાધારકોને તેમના મોબાઈલ નંબર પર ખાતામાં પૈસા જમા થવાનો મેસેજ આવ્યો હતો.

તેમાં હજારોથી લઈને 2 લાખ રૂપિયા સુધીની રકમ ક્રેડિટ થવાની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ લોકો પૈસા કાઢવા માટે તરત જ બેંક પહોંચી ગયા. બેંકમાં તમામ લોકોની ભીડ ઉમટી પડી. જ્યારે બેંક અધિકારીઓએ લોકોની ભીડ જોઈ અને તેમનએ ખબર પડી કે ખાતામાં આવનારી રકમ શંકાસ્પદ છે તો અધિકારીઓએ અસ્થાયી રૂપે ઉપાડ પર રોક લગાવી દીધી. શરૂઆતમાં જે લોકો બેંક પહોંચી ગયા.

તેઓ તો ખાતામાંથી પૈસા કાઢવામાં સફળ રહ્યા, પરંતુ જ્યારે બેંકમાં પૈસા કાઢનારાઓની ભીડ ભેગી થઈ ગઈ તો બેન્કના કર્મચારીઓને કંઈક શંકા ગઈ. ત્યારબાદ ખાતામાં જમા રકમને લઈને પણ શંકા થવા પર બેંકે અસ્થાયી રૂપે ઉપાડ બંધ કરી દીધો. બેંક અધિકારી હવે એ વાતની તપાસ કરી રહ્યા છે કે આખરે લોકોના ખાતાઓમાં પૈસા ક્યાંથી આવ્યા. તેનો સ્ત્રોત શું છે. બેન્કના મેનેજર પ્રતાપ પ્રધાને કહ્યું કે, સવારથી અમારા કેટલાક કસ્ટમર્સના મોબાઈલ પર 2,000 રૂપિયાથી લઈને 30,000 રૂપિયા સુધી ક્રેડિટ થવાના મેસેજ આવ્યા.

એ સ્પષ્ટ નથી કે આ પૈસા કયા સોર્સથી લોકોના અકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા છે. એ જરૂર જાણકારી મળી કે કેટલાક અકાઉન્ટમાં પ્રધાનમંત્રી પાક વીમાથી કેટલાક પૈસા ક્રેડિટ કરવામાં આવ્યા છે. બેંક મેનેજરના જણાવ્યા મુજબ, બેંક બહાર 200 થી 250 લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. તેમણે કહ્યું કે, મેં કેટલાક અકાઉન્ટ્સમાં તો 60,000થી 80,000 રૂપિયાની ક્રેડિટ પણ જોઈ હતી. સોર્સ બાબતે અમે જાણકારી મેળવી રહ્યા છીએ.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.