પોલીસથી બચવા પેન્ટમાં જ કરી દેતો હતો શૌચ, પોલીસે આ યુક્તિથી પકડ્યો

પોલીસથી બચવા માટે બદમાશો વિવિધ યુક્તિઓ અપનાવે છે, પરંતુ એક બદમાશ પોલીસથી બચવા માટે એ સ્તર પર ઉતરી આવતો હતો કે હવે જે પણ તેની ચાલાકી બાબતે સાંભળે છે તેને હસવું આવી જાય છે. દિલ્હીના સદર બજાર પોલીસ સ્ટેશનની પોલીસે એક ગુનેગારને પકડ્યો છે, જે પોલીસના હાથે ચઢતા જ પોતાના પેન્ટમાં શૌચ કરી દેતો હતો. જોકે, આ વખત દિલ્હી પોલીસ સામે આરોપીની ચાલાકી ન ચાલી અને પોલીસે યુક્તિથી આરોપીની ધરપકડ કરી લીધી.

પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે પણ આરોપી પોલીસના હાથે ચઢતો ત્યારે તે પોતાના પેન્ટમાં શૌચ કરી દેતો હતો. તેની આ નાપાક પ્લાનનો હેતુ પોતાને અત્યંત ગંદો અને દુર્ગંધવાળો બનાવવાનો હતો, ત્યારબાદ પોલીસકર્મીઓ પોતે જ નાક પકડીને પાછળ હટી જતા હતા અને તે ફરાર થઈ જતો હતો. ઘણી વખત કોર્ટમાં પણ આરોપીએ આ યુક્તિ અપનાવી હતી.

Potty-Badmash3
shrm.org

 

પોલીસે જણાવ્યું કે, આ બદમાશનું નામ દીપક છે. નોર્થ DCP રાજા બાંઠિયાએ હસતા આ બદમાશની ગુના કરવાની રીત બાબતે જણાવ્યું કે, દીપક નામના કુખ્યાત ગુનેગાર સામે 10 કરતા વધુ કેસ નોંધાયેલા છે. આ ગુનેગાર ઘણી વખત આ જ રીતે ભાગી ચૂક્યો હતો. જેવી જ પોલીસ તેને પકડે કે તરત જ તે ડર્ટી પ્લાન એક્ટિવ કરી દેતો હતો. તે ત્યારબાદ જે હાલત બનતી, તે પોલીસ જ જાણે છે.

જોકે, આ વખત પોલીસે પણ આશ્ચર્યજનક ચાલ રમી હતી અને ચતુરાઈ બતાવતા આરોપી દીપકને પકડી લીધો. જ્યારે તે પકડાયો અને તેની જૂની હરકતનું પુનરાવર્તન કર્યું, ત્યારે પોલીસકર્મી પહેલા જ માસ્ક અને ગ્લવ્સ પહેરીને તૈયાર હતા. આ વખત બદમાશ લાંબા સમય સુધી તેની દુર્ગંધનો સહારો ન લઇ શક્યો અને જેલના સળિયા પાછળ પહોંચી ગયો.

Raj
sportstar.thehindu.com

 

આરોપીએ ધરપકડ બાદ ખુલાસો કર્યો છે કે, તે ખૂબ મોટો છરાબાજ પણ છે. તે સદર બજાર વિસ્તારમાં છરાબાજી અને મોબાઈલ ચોરીના ઘણા કેસમાં સામેલ હતો. એ સાંભળીને પોલીસ પણ હેરાન રહી ગઇ કે દીપકનો 'છરી પ્રેમ' એટલો ગાઢ હતો કે તે હંમેશાં તેને પોતાની પાસે રાખતો હતો. તેણે છરી રાખવાને પોતાને 'લકી ચાર્મ' માનતો હતો.  જો કે, હવે જેલમાં આ 'પોટી બદમાશ' કદાચ વિચારી રહ્યો હશે કે તે આગામી સમયમાં પોલીસથી બચવા માટે કઈ નવી યુક્તિ અપનાવશે.

દિલ્હીના જથ્થાબંધ બજારોમાં, જ્યાં દરેક પ્રકારનો સામાન મળે છે, ત્યાં ઉત્પાદનો સાથે-સાથે ગેરકાયદેસર સાઇઝની છરીઓના વેચાણથી આ બજારોની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કરી દીધા છે. રાજધાની દિલ્હીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં છરાબાજીમાં મોત થવાનો ગ્રાફ વધ્યો છે અને તેના માટે આર્મ્સ એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસે, કાર્યવાહી દરમિયાન 14 હજારથી વધુ ગેરકાયદેસર બટનદાર છરીઓ જપ્ત કરી હતી અને છરીઓ સાથે ઘણા લોકોની ધરપકડ પણ કરી હતી. આ છરીઓ ભલે દેખાવમાં આકર્ષક લાગે, પરંતુ તે ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે અને ગુનેગારોમાં તેની માગ વધી રહી છે.

About The Author

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.