શિવસેનાના નામ અને ચૂંટણી ચિહ્ન વિવાદ પર બોલ્યા શરદ પવાર- આ ઝંઝટમાં નહીં પડીએ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે રવિવારે શિવસેનાના વિવાદ પર પોતાના વિચાર સ્પષ્ટ કર્યા છે. શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને નામને લઈને ચાલી રહેલા વિવાદથી શરદ પવારે પોતાને અલગ કરી લીધા છે. મીડિયા સાથે વાત કરતા શરદ પવારે કહ્યું કે, ‘તેઓ શિવસેનાના હાલના સમયમાં ચાલી રહેલા ‘ધનુષ અને બાણ’ના ચૂંટણી નિશાનના ઝંઝટમાં નહીં પડે.’ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના પ્રવાસ પર વાત કરતા શરદ પવારે કહ્યું કે, તેઓ સરકારી પરિષદના એક સમારોહ માટે પૂણે આવ્યા હતા. અમારી વચ્ચે કોઈ વિવાદ નથી.

તેમણે કહ્યું કે, અમે નીતિગત મુદ્દાઓ પર લાંબી ચર્ચા કરી છે. આજે તેમના ભાષાણના બિંદુ ઉચિત અને સામયિક લાગ્યા. શરદ પવારની આ પ્રતિક્રિયા ચૂંટણી પંચના આદેશ બાદ આવી છે, જેમાં પાર્ટીનું નામ શિવસેના અને ચૂંટણી નિશાન ધનુષ અને બાણ એકનાથ શિંદે ગ્રુપને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચૂંટણી આયોગના આ નિર્ણયથી ઉદ્ધવ ઠાકરે ગ્રુપમાં ભારે ગુસ્સો છે. જ્યારે શિંદે ગ્રુપે અસલી શિવસેનાના રૂપમાં માન્યતા આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું.

ઉદ્ધવ ઠાકરે ગ્રુપે કહ્યું કે, તેઓ આ અંગે સુપ્રીમ કોર્ટમાં જશે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે ગ્રુપે ચૂંટણી પંચ પર ભાજપના એજન્ટના રૂપમાં કામ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે શુક્રવારે શરદ પવારે કહ્યું હતું કે, તે ચૂંટણી આયોગનો નિર્ણય છે. એક વખત નિર્ણય થઈ ગયા બાદ તેના પર કોઈ ચર્ચા નહીં થઈ શકે. તેને સ્વીકારો અને એક નવું ચૂંટણી ચિહ્ન લઈ લો. આ જૂનું ચૂંટણી ચિહ્ન ન મળવાથી કોઈ મોટી અસર પડવાની નથી, પરંતુ લોકો નવા ચૂંટણી ચિહ્નને આપનાવી લેશે.

શરદ પવારે કહ્યું કે, મને યાદ છે કે ઇન્દિરા ગાંધીએ પણ આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. કોંગ્રેસ પાસે ત્યારે બે બળદોની જોડીનું ચૂંટણી ચિહ્ન હતું. ત્યારબાદ તે તેમને ન મળ્યું અને તેમણે ‘હાથના પંજા’ને એક નવું નિશાન બનાવ્યું. લોકોએ તેને અપનાવી લીધું. એ પ્રકારે લોકો ઉદ્ધવ ઠાકરે ગ્રુપની શિવસેનાના નવા ચૂંટણી ચિહ્નને પણ અપનાવી લેશે.

ચૂંટણી ચિહ્નને લઈને સંજય રાઉતે આરોપ લગાવતા કહ્યું કે, શિવસેનાનું નામ અને ચૂંટણી ચિહ્ન હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ભારે ભરકમ ડીલ થઇ છે. સંજય રાઉતે ટ્વીટ કરતા કહ્યું કે, મને વિશ્વાસ છે કે ચૂંટણી ચિહ્ન અને પાર્ટીનું નામ (શિવસેના) હાંસલ કરવા માટે 2 હજાર કરોડ રૂપિયાની ડીલ થઇ છે. આ શરૂઆતી આંકડો છે, પરંતુ 100 ટકા સાચો છે. દેશના ઇતિહાસમાં એવું ક્યારેય થયું નથી. જલદી જ તેની બાબતે ઘણા ખુલાસા થશે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.