નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવા પર આવ્યું કોંગ્રેસનું રિએક્શન

પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહ, પી.વી. નરસિંહા રાવ અને દેશમાં હરિત ક્રાંતિના જનક ડૉ. એમ.એસ. સ્વામીનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટના માધ્યમથી આ જાણકારી આપી છે. તેને લઈને કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, તેઓ આ નિર્ણયનું સ્વાગત કરે છે. તો લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીને પૂછવામાં આવ્યું કે, કોંગ્રેસે પોતાની પાર્ટીના નેતા પી.વી. નરસિંહા રાવને ભારત રત્ન કેમ ન આપ્યો? આ સવાલના જવાબમાં ચૌધરી બોલ્યા- અરે! તો શું થયું, કોઈએ તો આપ્યો. આ સરકારનો નિર્ણય છે.

એ સિવાય સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે કહ્યું કે, ખૂબ શુભેચ્છા. ચૌધરી ચરણ સિંહ માટે ખુશ છે. અમે ખૂબ ખુશ છીએ. તો RLD નેતા જયંત ચૌધરીએ ભાજપ સાથે ગઠબંધન પર સપા નેતાએ કહ્યું કે, અત્યારે જયંત સાથે કોઈ વાત થઈ નથી. અખબારોમાં વાંચી રહ્યા છીએ. બધાને શુભેચ્છા.બીજી તરફ નરેન્દ્ર મોદીની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા RLDના અધ્યક્ષ જયંત ચૌધરીએ લખ્યું કે, દિલ જીતી લીધું.'

RLD પ્રમુખ જયંત ચૌધરીએ મીડિયા સાથે ચર્ચામાં કહ્યું કે, આ મારા માટે ખૂબ મોટો દિવસ અને ભાવાત્મક ક્ષણ છે. હું રાષ્ટ્રપતિ, કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદીને ધન્યવાદ આપવા માગું છું કેમ કે આ તેમના દૃષ્ટિકોણનો હિસ્સો હતો. 3 એવોર્ડ આપવામાં આવ્યા છે. દેશની ભાવનાઓ સરકારના આ નિર્ણય સાથે જોડાયેલો છે.

BSP સુપ્રીમો માયાવતીએ X પર લખ્યું, વર્તમાન ભાજપ સરકાર દ્વારા જે પણ હસ્તીઓને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે, તેમનું સ્વાગત છે, પરંતુ આ મામલે ખાસ કરીને દલિત હસ્તીઓનો તિરસ્કાર અને ઉપેક્ષા કરવાનું ક્યારેય ઉચિત નથી. સરકાર એ તરફ પણ જરૂર ધ્યાન આપે. બાબા સાહેમ ડૉ. ભીમરાવ આંબેડકારને આટલા લાંબા ઇંતજાર બાદ વીપી સિંહની સરકાર દ્વારા ભારત રત્નની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ દલિત અને ઉપેક્ષિતોના મસીહા માન્યવર કાશીરામજીનો તેમના હિતોમાં કરવામાં આવેલો સંઘર્ષ કોઈ ઓછો નથી. તેમને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવે.

દેશના ગૃહ મંત્રી અમિત શાહે લખ્યું કે, પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહજીને ભારત રત્નથી સન્માનિત કરવાની જાહેરાતથી ખૂબ જ ખુશી થઈ. આજીવન ખેડૂતો માટે સમર્પિત ચૌધરી સાહેબે ખેડૂત કલ્યાણ માટે અનેક કાર્ય કર્યા. ચૌધરી સાહેબ જીવનપર્યાત લોકતાંત્રિક મૂલ્યોનું સંરક્ષણ પ્રત્યે સમર્પિત રહે અને તેમણે ઇમરજન્સીનો સારી રીતે સામનો કર્યો. તેમણે પોતાના નિર્ણયોથી આખા દેશને એ બતાવ્યું કે, ખેડૂતના પુત્ર દેશના ભરણ-પોષણથી લઈને નીતિગત નિર્ણય પણ લઈ શકે છે. ચૌધરી સાહેબના સન્માનના માધ્યમથી દેશના કરોડો ખેડૂતો અને મહેનતુ લોકોને સન્માનિત કરવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.

About The Author

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.