- National
- 'જો મંદિરોમાં તાકત હોત તો...', સપા નેતાની વિવાદિત ટિપ્પણી, ભાજપ ગુસ્સામાં
'જો મંદિરોમાં તાકત હોત તો...', સપા નેતાની વિવાદિત ટિપ્પણી, ભાજપ ગુસ્સામાં

સમાજવાદી પાર્ટી (SP)ના નેતાઓને આ શું થઇ ગયું છે? પહેલા રામજી રામે રાણા સાંગા પર વિવાદિત ટિપ્પણી કરી હતી, ત્યારબાદ રાજનીતિક તોફાન ઉભું થઇ ગયું હતું. હવે સપાના મહાસચિવ ઇન્દ્રજીત સરોજ પણ એવા જ માર્ગે નીકળી પડ્યા છે. ઉત્તર પ્રદેશના કૌશામ્બીમાં સપાના આંબેડકર જયંતિ કાર્યક્રમમાં તેમણે મંદિરોને લઇને કંઈક એવું કહી દીધું કે હવે, ભાજપ તેમના પર હુમલવર થઇ ગઇ છે. મંદિરો પર વિવાદિત નિવેદન આપતા તેમણે મંદિરોની તાકત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો મંદિરોમાં તાકત હોત તો ગઝનવી અને મોહમ્મદ ઘોરી અહીં આવીને દેશને લૂંટીને ન લઇ ગયા હોત. સપાના નેતાએ મુખ્યમંત્રી યોગીનું નામ લીધા વિના તેમના પર પણ કટાક્ષ કર્યો.

સપા નેતા પર પ્રહાર કરતા ભાજપે કહ્યું કે, અખિલેશ યાદવના ઈશારા પર સમાજવાદી પાર્ટીના નેતાઓ સતત ખોટા નિવેદનો આપીને રાજ્યનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. સપાના રાષ્ટ્રીય મહામંત્રી અને ધારાસભ્ય ઇન્દ્રજીત સરોજે સનાતન ધર્મને ઠેસ પહોંચાડતું વિવાદિત નિવેદન આપ્યું છે, જે તેમની અને તેમની પાર્ટીની હતાશ માનસિકતા દર્શાવે છે. તેમણે પોતાના આ નિવેદન માટે તાત્કાલિક માફી માગવી જોઈએ.
https://twitter.com/BJP4UP/status/1912059177280667733
સપાના નેતાએ કહ્યું હતું કે, જો દેશના મંદિરોમાં તાકત હોત તો મોહમ્મદ બિન કાસિમ, મહમૂદ ગઝનવી અને મોહમ્મદ ઘોરી ન આવ્યા હોત અને આ દેશ લૂંટવાનું કામ ન કરવામાં આવ્યું હોત. તેનો મતલબ એ છે કે મંદિરોમાં કોઈ તાકત નહોતી. તાકત તો સત્તાના મંદિરમાં છે, એટલે જ આજે બાબા પોતાનું મંદિર છોડીને સત્તાના મંદિરમાં બિરાજમાન છે. જે આજે આપણને નકલી હિન્દુ બનાવીને આપણા વોટોની ડીલ કરે છે અને રાજપાઠ લઇને હેલિકોપ્ટરથી ચાલે છે. ઇન્દ્રજીત સરોજ અહીં જ ન અટક્યા, તેમણે તુલસીદાસ પર એક વિવાદિત નિવેદન પણ આપી નાખ્યું.
તુલસીદાસના લેખો પર સવાલ ઉઠાવતા સરોજે કહ્યું કે, તેઓ દલિત શિક્ષણના વિરોધી હતા. દલિતોની તુલના સાંપ સાથે કરી હતી. સપા નેતા ઇન્દ્રજીત સરોજના વિવાદિત નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી છે. ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના મંત્રી દયાશંકરે કહ્યું કે, મોહમ્મદ ઘોરી અને ઔરંગઝેબ અહીંના ગદ્દારોઓના કારણે ભારત આવ્યા હતા. ગદ્દાર ભારતમાં આજે પણ જીવિત છે. આ જ કારણ છે કે આ લોકો આવી વાતો કરે છે.

દયાશંકરે કહ્યું કે, ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાને આજે આખી દુનિયા સ્વીકારી રહી છે. લોકો વિદેશોથી ભારત આવીને હરે રામ, હરે કૃષ્ણ કરી રહ્યા છે. ઘણા દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ કુંભમાં આવીને સ્નાન કર્યું. દુનિયાભરમાંથી લોકો પોતાની મુક્તિ માટે ભારત આવી રહ્યા છે અને ભારતના લોકો આવી વાતો કરી રહ્યા છે.
Related Posts
Top News
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Opinion
