- National
- બે દીકરીનો પિતા બીજા લગ્ન કરી રહ્યો હતો, છેલ્લી ઘડીએ પહેલી પત્ની આવી ગઈ, અને પછી
બે દીકરીનો પિતા બીજા લગ્ન કરી રહ્યો હતો, છેલ્લી ઘડીએ પહેલી પત્ની આવી ગઈ, અને પછી

ઉત્તર પ્રદેશના એટામાં કપટથી લગ્ન કરનાર બે બાળકોના પિતાનું જૂઠ ત્યારે સામે આવ્યું જ્યારે તેની પ્રથમ પત્ની અને તેના ભાઈઓએ સ્ટેજ પર હંગામો મચાવ્યો. તેમજ વરરાજાને માર માર્યો હતો. આ પછી દુલ્હન પક્ષના લોકોએ કપટી વર અને તેના માતા-પિતાને પોલીસને હવાલે કરી દીધા. દુલ્હનના પિતાની તહરીર પર કેસ નોંધીને પોલીસે વરરાજાને જેલમાં મોકલી દીધો છે, અને તક મળતાં જ છટકી ગયેલા વરરાજાના પરિવારના સભ્યોની શોધખોળ ઝડપી કરી છે.
વાસ્તવમાં, બીજા લગ્ન માટે એટા આવેલા કપિંજલ યાદવ નિવાસી પટ્ટી હરનામ સિંહ સિયાના બુલંદશહરના પ્રથમ લગ્ન 18 એપ્રિલ, 2012ના રોજ કાસગંજ નિવાસી શ્વેતા યાદવ સાથે ખૂબ જ ધામધૂમથી થયા હતા. શ્વેતાના પિતાએ લગ્નમાં ખૂબ ખર્ચ કર્યો હતો અને 20 લાખ રૂપિયા પણ આપ્યા હતા. કપિંજલને તેની પ્રથમ પત્ની શ્વેતાથી બે પુત્રીઓ પણ છે. બે દીકરીઓ થયા પછી અચાનક કપિંજલ અને તેના પરિવારનું વર્તન એકદમ બદલાઈ ગયું, ત્યારબાદ શ્વેતા તેની બંને દીકરીઓને લઈને તેના માં-બાપના ઘરે પિયરે આવી ગઈ.
પત્ની શ્વેતા કાસગંજ જવા નીકળી કે તરત જ કપિંજલ અને તેના પરિવારના સભ્યોએ એટામાં તેના લગ્ન નક્કી કરી દીધા. 15મી માર્ચે કપિંજલ ખૂબ જ ધામધૂમથી જાન લઈને દાખીની રિસોર્ટ ખાતે પહોંચી ગયો હતો. મોડી સાંજ સુધી લગ્નની તમામ વિધિઓ ખૂબ જ આરામથી શાંતિપૂર્ણ રીતે થઈ રહી હતી, પરંતુ જયમાલા દરમિયાન પ્રથમ પત્ની શ્વેતા અને તેના ભાઈએ લગ્નનો વિરોધ કરતા સ્ટેજ પર હંગામો મચાવી દીધો હતો. સાથે જ તેમણે વરરાજા કપિંજલને ખુબ માર માર્યો હતો અને કપટી વરરાજાનો આખો ખેલ બગાડી નાખ્યો હતો.
આ સમગ્ર મામલાની જાણ થતાં જ કન્યા અને તેના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેઓ હક્ક બક્કા થઇ ગયા હતા. બનાવટ કરીને લગ્ન કરવા આવેલા કપિંજલ સાથે દુલ્હને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ બનેલા સમગ્ર બનાવથી દુઃખી થઈને દુલ્હનના પિતાએ પોલીસને બોલાવી અને વરરાજા અને તેના પરિવારને પોલીસને હવાલે કરી દીધા હતા.
બીજી તરફ, પ્રથમ પત્ની શ્વેતાના ભાઈ મનોજ કુમારની અરજી પર પોલીસે વરરાજા કપિંજલ અને તેના પરિવારના સભ્યો સામે ગુનો નોંધી, છેતરપિંડી કરનાર વરરાજાને જેલમાં મોકલી આપ્યો હતો અને તક જોઈને પોલીસ સ્ટેશનેથી ભાગી છૂટેલા વરરાજાના કુટુંબીજનોની શોધખોળ શરૂ કરી છે.
આ પહેલા જાનૈયાઓ અને કન્યા પક્ષના માણસો વચ્ચે સમજૂતી માટે લાંબા સમય સુધી પંચાયત ચાલતી હતી. પરંતુ કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. 15 લાખનો ખર્ચ થયો હોવાની વાત સ્વજનોએ કરી હતી.