મૌલવીનો લવારો- મનાલી ફરવા ગયેલી વિધવા મુસ્લિમ મહિલાને એક ખૂણામાં બેસી પ્રાર્થના કરવાની સલાહ આપી

કેરળમાં એક ઈસ્લામિક મૌલવી દ્વારા પોતાના પરિવાર સાથે પ્રવાસે ગયેલી 55 વર્ષીય મુસ્લિમ વિધવા સાથે દુર્વ્યવહાર અને ટીકા કર્યા બાદ સોશિયલ મીડિયા પર ખૂબ આક્રોશ ફેલાઇ ગયો છે. ઇબ્રાહિમ સકાફી પૂજાકથિરી નામના મૌલવીની ટિપ્પણી, જે એક ભાષણ દરમિયાન કરવામાં આવી હતી, તેની સખત નિંદા કરવામાં આવી છે. જેમાં ઘણાએ મહિલા સ્વતંત્રતા અને અધિકારો પર તેના મંતવ્યો પર સવાલ ઉઠાવ્યા છે.

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે કોઝિકોડની રહેવાસી વિધવા મહિલા નફીસુમ્માનો મનાલીમાં પોતાની પુત્રીઓ સાથે બરફનો આનંદ લેવા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો હતો. ક્લિપમાં, તે ખુશીથી બરફ ફેંકતી અને અન્ય લોકોને જીવનમાં આવી ક્ષણોનો અનુભવ કરવા પ્રોત્સાહિત કરતી જોવા મળી હતી. જો કે, મૌલવીને તેની ખુશી પસંદ ન આવી અને તેણે ઘણી એવી વાતો કહી દીધી જે પછી મહિલાઓ પ્રત્યે મૌલવીની મંશા  પર સવાલોના ઘેરામાં આવી ગઇ.

muslim-woman2

ઈબ્રાહિમ સકાફીએ પોતાના એક ભાષણમાં કહ્યું હતું કે, તમે એક વૃદ્ધ મહિલાનો વીડિયો જોયો હશે. તેના પતિનું 25 વર્ષ અગાઉ મોત થઇ ગયું હતું. એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવાને બદલે તે બીજા રાજ્યમાં જઈને બરફમાં રમતી નજરે પડી અને તે બધાને એમ કહેતી નજરે પડી રહી છે કે આ જ જિંદગી છે અને આજ બધી સમસ્યાનું મૂળ છે.

નફીસુમ્માની પુત્રી જિસ્નાએ મૌલવીના નિવેદન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. જિસ્નાએ કહ્યુંકે, 'મારી માતા ખૂબ જ દુઃખી છે અને રડી રહી છે. તે બહાર જઈ શકતી નથી કારણ કે દરેક તેને મૌલવીના શબ્દો બાબતે પૂછે છે. જિસ્નાએ સવાલ કર્યો કે શું એક મહિલા જેણે પતિ ગુમાવી દીધો છે, તેને દુનિયા જોવાનો કોઈ અધિકાર નથી?

muslim-woman3

સોશિયલ મીડિયા યુઝર્સ અને એક્ટિવિસ્ટ લોબીએ નફીસુમ્માને સમર્થન આપતા આ વાત પર ભાર આપ્યો કે, વિધવાઓએ પણ  અન્ય લોકોનો આનંદ લેવાનો અધિકાર છે. ઘણા લોકોએ પ્રતિબંધાત્મક વિચારોને પડકારવાની જરૂરિયાત તરફ પણ ધ્યાન દોર્યું છે જે મહિલાઓ, ખાસ કરીને વિધવાઓને તેમનું જીવન જીવવાની રીતોનક્કી કરે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નફીસુમ્મા પોતાના પરિવાર સાથે રજાઓ માણતી જોવા મળે છે. આ વીડિયો પર પ્રતિક્રિયાઓનો પૂર આવી ગયો છે અને યુઝર્સ નફીસુમ્મા અને તેની ખુશી જોઈને ખુશ થઇ રહ્યા છે.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.