આવી પત્ની તો કોઈને ન મળે, પતિ રાત્રે સૂતો હતો અને નાખી દીધું ઉકળતું તેલ, બૂમો પાડી તો મરચાનો પાઉડર ભભરાવી દીધો

દવા કંપનીમાં કામ કરતા 28 વર્ષીય દિનેશ પર તેની પત્નીએ મોડી રાત્રે સૂતી વખતે ઉકળતું તેલ નાખીને જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. તેલ નાખ્યા બાદ પત્નીએ દિનેશ પર લાલ મરચાનો પાઉડર પણ ફેંક્યો હતો.

wife-husband3
iamgujarat.com

હુમલાની ઘટના

દિનેશે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે તે મોડી રાત્રે કામ પરથી પરત ફરીને જમીને સૂઈ રહ્યો હતો. "અચાનક મારા શરીર પર બળતરા થવા લાગી, ઊઠીને જોયું તો પત્ની મારી છાતી અને ચહેરા પર ઉકળતું તેલ નાખી રહી હતી. મેં ચીસો પાડી તો ઉપરથી તેણે લાલ મરચાનો પાઉડર ફેંકી દીધો." દિનેશે વધુમાં જણાવ્યું કે જ્યારે તેણે બૂમો પાડવાની કોશિશ કરી, ત્યારે પત્નીએ તેને વધારે તેલ નાખવાની ધમકી આપી હતી.

પાડોશીઓની મદદ

ચીસો સાંભળીને પાડોશીઓ અને મકાન માલિકનો પરિવાર દોડી આવ્યો, પણ દરવાજો અંદરથી બંધ હતો. મકાન માલિકની દીકરી અંજલિએ જણાવ્યું કે લાંબા સમય સુધી દરવાજો ખખડાવ્યા બાદ તે ખુલ્યો. ત્યારે દિનેશ દર્દથી તડપી રહ્યો હતો અને તેની પત્ની રૂમમાં અંદર છૂપાયેલી હતી.

Rohit-Ajit-Agarkar1
hindi.oneindia.com

અંજલિના પિતાએ ઓટો બોલાવીને ઘાયલ દિનેશને હોસ્પિટલ પહોંચાડ્યો. પ્રાથમિક સારવાર માટે નજીકની ક્લિનિકમાં લઈ જવામાં આવ્યો હતો, પરંતુ હાલત ગંભીર જણાતાં તેને સફદરગંજ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર, દિનેશના ચહેરા, છાતી અને હાથ પર ગંભીર રીતે બળવાના નિશાન છે.

wife-husband
news18.com

પારિવારિક ઝઘડા અને પોલીસ કાર્યવાહી

દિનેશ અને તેની પત્નીના લગ્નને આઠ વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ પરિવારમાં લાંબા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા. પાડોશીઓએ પણ જણાવ્યું કે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી રોજબરોજ ઝઘડા થતા હતા.

પોલીસે આ મામલામાં BNSની કલમ 118 (જીવલેણ હુમલો), 124 (ખતરનાક પદાર્થથી ઈજા પહોંચાડવી), અને 356 (ગંભીર નુકસાન પહોંચાડવું) અંતર્ગત કેસ નોંધ્યો છે. હાલમાં આરોપી મહિલા ફરાર છે અને પોલીસે હજુ સુધી તેની ધરપકડ કરી નથી.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.