- National
- ભાઈ ન બોલવા પર દિલ્હીના અશોક વિહારમાં ગેંગવાર, ગોળીબારીમાં 2ના મોત, એક ઇજાગ્રસ્ત
ભાઈ ન બોલવા પર દિલ્હીના અશોક વિહારમાં ગેંગવાર, ગોળીબારીમાં 2ના મોત, એક ઇજાગ્રસ્ત

રાજધાની દિલ્હીના અશોક વિહાર વિસ્તારમાં માત્ર નામ સાથે ‘ભાઈ’ ન બોલવાના કારણે બે લોકોની હત્યા કરી દેવામાં આવી. તો ગોળી લાગવાથી એક વ્યક્તિની હાલત ગંભીર થઈ ગઈ. આ દરમિયાન છરો મારવાના કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે આ ઘટનાને લઈને પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, સામાન્ય વાતચીત અને ગાળા-ગાળીથી શરૂ થયેલી વાત મારામારી હિંસક ગેંગવારમાં બદલાઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ, દિલ્હીના અશોક વિહારમાં એક વ્યક્તિના નામ સાથે બાઇ બોલવાને લઈને બે જૂથોમાં પહેલા બહેસ અને પછી ગાળાગાળીની શરૂઆત થઈ.
વાતો વાતોમાં બંને તરફથી મારામારી થઈ. ત્યારબાદ બંને તરફથી ગોળીબારી કરવામાં આવી. આ ગેંગવારની ઘટનામાં બે લોકોની હત્યા કરી દેવામાં આવી. તો ગોળી લાગવાથી એક વ્યક્તિ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થઈ ગયો. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, ભલસ્વા ડેરી વિસ્તારમાં રહેનારા રઘુ, જાકિર અને ભૂરો સોમવારે રાત્રે કોઈ ડબ્લૂ નામના વ્યક્તિને મળવા અશોક વિહાર પહોંચ્યા હતા.
આ ત્રણેયે ડબ્લૂને શોધવા દરમિયાન એક સ્થાનિક વ્યક્તિને પૂછ્યું કે ડબ્લૂ ક્યાં રહે છે? એ વ્યક્તિએ પલટીને કહ્યું ઈજ્જતથી વાત કર, ડબ્લૂ નહીં, ડબ્લૂ ભાઈ બોલો. આ વાતને લઈને બોલાબોલી અને બહેસનો અવાજ સાંભળીને ડબ્લૂ ત્યાં પહોંચ્યો. મારામારી શરૂ થતા જ રઘુએ ડબ્લૂને ગોળી મારી દીધી. તેના તુરંત બાદ ડબ્લૂના સાથીઓએ રઘુને ગોળી મારી દીધી. રઘુનું ઘટનાસ્થળ પર જ મોત થઈ ગયું. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત ડબ્લૂને નજીકની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવવામાં આવ્યો છે.
પોલીસે જણાવ્યું કે, ગેંગવાર વચ્ચે રઘુને ગોળી લાગતા જ તેના બંને સાથી ઘટનાસ્થળ પરથી ભાગી ગયા. ડબ્લૂના સાથીઓએ પીછો કરતા રઘુના એક સાથી ભુરાને પકડી લીધો અને તેના પર છરાથી અનેક વાર કરીને તેનો જીવ લઈ લીધો. પછીથી ઘટનાસ્થળ પરથી ભાગી નીકળેલા રઘુના બીજા સાથી જાકિરની પોલીસે ધરપકડ કરી લીધી. પોલીસ તેને પૂછપરછ કરી રહી છે. તો હૉસ્પિટલમાં દાખલ ડબ્લૂની પૂછપરછ માટે ડૉક્ટરોના નિર્દેશની રાહ જોવામાં આવી રહી છે. પોલીસે કહ્યું કે, અશોક વિહારમાં ડબલ મર્ડર અને ગેંગવારનો કેસ નોંધીને તપાસ તેજ કરી દેવામાં આવી છે.