Video: ગામવાળાઓએ પોલીસકર્મીઓને દોડાવી દોડાવીને માર્યા

સીતામઢીમાં ગ્રામીણોએ પોલીસ ટીમને દોડાવી-દોડાવીને માર માર્યો છે. પોલીસ ટીમ રસ્તા પરથી જામ હટાવવા ગઈ હતી. પોલીસની ગાડી ગામમાં પહોંચતા જ ભીડે લાકડી-દંડા અને ઈંટ-પત્થર વડે હુમલો કરી દીધો. એક મહિનાની અંદર બિહાર પોલીસને 16 વાર માર પડ્યો છે. તાજો મામલો પુપરી પોલીસ ક્ષેત્રના ભિટ્ટા ગામનો છે. ગામમાં એક યુવકના સંદિગ્ધ અવસ્થામાં મોત બાદ શનિવારે ગ્રામીણોએ રસ્તા પર જામ કરી દીધો હતો. પોલીસ પર હુમલાનો વીડિયો સામે આવ્યો છે.

તેમા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ડ્રાઇવર ક્યારેક ગાડી પાછળ લઈ રહ્યો છે તો ક્યારેક આગળ લઈ જઈ રહ્યો છે. ભીડ પણ ગાડીની સાથે દોડતી અને હુમલો કરતી દેખાઈ રહી છે. આ હુમલામાં 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં કૃષ્ણ પ્રસાદ સિંહ, ઉમેશ કુમાર સિંહ, પોલીસ ડ્રાઇવર રામ પ્રતાપ સહની સામેલ છે. પોલીસે 10 મહિલાઓ સહિત 25 લોકોની ધરપકડ કરી છે.

ગત એક મહિનામાં બિહાર પોલીસ પર 16 વાર હુમલા થઈ ચુક્યા છે. આ પહેલા સમસ્તીપુરમાં બેવાર, જમુઈમાં 3 વાર, બાંકામાં 2 વાર, સહરસામાં 2 વાર, અરરિયામાં 2 વાર અને પટનામાં 4 વાર બિહારની પોલીસને માર પડ્યો છે. યુવકની મોતને હત્યા બતાવતા ગ્રામીણોએ 3 કલાક સુધી ચક્કાજામ કરી દીધો. રસ્તા જામની સૂચના પર પહેલા પુપરી પોલીસ ત્યાં પહોંચી. લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન ગ્રામીણોએ પોલીસ ટીમ પર હુમલો કરી દીધો અને લાકડી-દંડા તેમજ પત્થર વરસાવ્યા.

ભિઠ્ઠા ગામમાં ગુરુવારની રાત્રે અગાસી પર સૂતેલા સહનીના દીકરા મહેશ સહની (20)નું સંદિગ્ધ હાલતમાં મોત થઈ ગયુ. શુક્રવારે સવારે પરિવારજનો અગાશી પર ગયા તો મહેશને મૃત હાલતમાં જોયો. પરિવારમાં હંગામો થઈ ગયો. પોલીસે શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું. ત્યાંથી શવ આવતા જ ગ્રામીણો આક્રોશિત થઈ ગયા અને તેઓ રસ્તા પર ઉતરી આવ્યા. તેમા પુરુષોની સરખામણીમાં મહિલાઓ વધુ હતી. મહિલાઓને ઢાલ બનાવીને ગ્રામીણોએ પ્રદર્શન કર્યું. ગ્રામીણોનો આરોપ હતો કે, મહેશની હત્યા થઈ. લોકો તેની ભાભીને હત્યા માટે જવાબદાર ગણાવી રહ્યા હતા. પરિવારનું કહેવુ હતું કે, દિયર-ભાભીમાં અફેર હતું. તેણે હવે સાથે રહેવાની ના પાડી દીધી હતી. આથી, ભાભીએ તેની હત્યા કરી દીધી. ભીડ ભાભીને તેમના હવાલે કરવાની માંગ કરી રહી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે ગ્રામીણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો મામલો બગડી ગયો. મોટી સંખ્યામાં પોલીસ બળ બોલાવવામાં આવ્યું. આ બધુ જોઈ લોકો વધુ ગુસ્સે થઈ ગયા. મામલો બગડતો જોઈ પોલીસે લોકોને ખસેડવાનું શરૂ કરી દીધુ. પોલીસના બળ પ્રયોગ કરવા પર ગ્રામીણોએ પત્થરમારો શરૂ કરી દીધો. જોકે, પોલીસના કડક વલણ બાદ તમામ લોકો ભાગવા માંડ્યા.

પોલીસે યુવકની હત્યાના મામલામાં ભાભી સહિત ત્રણ લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમજ, પોલીસ ટીમ પર હુમલામાં 54 લોકો પર નામ સાથે જ્યારે 150 અજ્ઞાત લોકો પર FIR દાખલ કરવામાં આવી. 10 મહિલાઓ સહિત 25 લોકોને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. હાલ, પોલીસ આરોપીઓને પકડી રહી છે.

About The Author

Top News

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા વકફ ટ્રસ્ટોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી આશરે 150 જેટલી અરજીઓ ફગાવી દીધી છે. આ...
Gujarat 
ગુજરાતમાં હવે વકફ સંસ્થાઓએ પણ હવે ભરવી પડશે કોર્ટ ફી, હાઈ કોર્ટનો ચુકાદો

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.