શું વિરાટ-અનુષ્કાએ બાગેશ્વર ધામની મુલાકાત લીધી, જાણો હકીકત

PM નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચનની બાગેશ્વર ધામની મુલાકાતના ભ્રામક સમાચારો બાદ હવે ફરી એક એવો જ દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે, ટીમ ઈન્ડિયાના બેટ્સમેન વિરાટ કોહલી પત્ની અનુષ્કા શર્મા સાથે બાગેશ્વર ધામના દર્શન કરવા પહોંચ્યા હતા.

ન્યૂઝ રિપોર્ટ જેવા દેખાતા આ વીડિયોમાં કોહલી અને અનુષ્કા એક મંદિરમાં પૂજા કરતા જોવા મળે છે. આ સિવાય ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીરોનો પણ તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિની કોમેન્ટરી પણ છે, જેમાં તે કહે છે કે કોહલી અને અનુષ્કાએ બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી અને લગભગ દોઢ કલાક સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીને મળ્યા બાદ પુત્ર જન્મની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તે ભગવાનના હાથમાં છે.

એક ફેસબુક યુઝરે આ વીડિયો શેર કર્યો છે.

મીડિયા દ્વારા સાચી વાતની તપાસ કરતા જાણવા મળ્યું છે કે, કોહલી અને અનુષ્કાનું બાગેશ્વર ધામ જવાનું નિવેદન ખોટું છે. વાયરલ વીડિયોમાં બંનેનો ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે જતા વીડિયોને એડિટ કરીને એડ કરવામાં આવ્યો છે.

સચ્ચાઈની તપાસ કરવા પર,મીડિયાને એક યુટ્યુબ ચેનલ પર એક રિપોર્ટ મળ્યો, જેમાં કોહલી-અનુષ્કાનો એ જ વિડિયો છે, જેનો ઉપયોગ હવે વાયરલ વીડિયોમાં કરવામાં આવ્યો છે. 4 માર્ચ, 2023ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયો સાથે આપવામાં આવેલી માહિતી મુજબ, કોહલી અને અનુષ્કા અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ પહેલા ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરવા ગયા હતા.

અમને કેટલાક અન્ય મીડિયાના અહેવાલો પણ મળ્યા. તેમના જણાવ્યા અનુસાર, કોહલી ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી 'બોર્ડર-ગાવસ્કર ટ્રોફી'ની ત્રીજી ટેસ્ટ બાદ પત્ની સાથે ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરે પહોંચ્યો હતો, જ્યાં તેણે મંદિરના ગર્ભગૃહમાં 'પંચામૃત પૂજન અભિષેક' પણ કર્યો હતો.

અમને એક મીડિયાના ટ્વિટર હેન્ડલ પર 4 માર્ચ, 2023ના રોજ પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો પણ મળ્યો, જેમાં કોહલી-અનુષ્કા મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરતા જોવા મળે છે.

વાયરલ વીડિયોમાં આ વીડિયોના એક ભાગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ઈન્દોર ટેસ્ટ 1 થી 3 માર્ચની વચ્ચે રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે જીતી હતી. કોહલીએ આ મેચની બંને ઇનિંગ્સમાં અનુક્રમે 22 અને 13 રન બનાવ્યા હતા.

મીડિયા એ બાગેશ્વર ધામના પ્રવક્તા કમલ અવસ્થી સાથે પણ વાત કરી હતી. કોહલી-અનુષ્કાના બાગેશ્વર ધામ આવવાની વાતને સાવ ખોટી ગણાવીને તેણે તેને માત્ર અફવા ગણાવી હતી.

આ પહેલા પણ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે ઘણા ખોટા સમાચાર વાઈરલ થયા છે, જેની મીડિયા દ્વારા સચ્ચાઈ તપાસવામાં આવી હતી.

એવો દાવો કરવામાં આવ્યો હતો કે, બાગેશ્વર ધામના દર્શન કરવા પહોંચ્યા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. અને છેવટે સચ્ચાઈ તપાસ કરતા એ તારણ નીકળ્યું કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બાગેશ્વર ધામના દર્શન માટે પહોંચ્યા ન હતા.

About The Author

Related Posts

Top News

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત
Copyright (c) Khabarchhe All Rights Reserved.