100 PM મોદી આવે કે 100 શાહ આવે, 2024માં તો કોંગ્રેસ: ખડગેએ કરી દીધું એલાન

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાજૂર્ન ખડગેએ આગામી લોકસભાની ચૂંટણીને લઇને મોટું નિવેદન આપ્યું છે. ખડગેએ દાવો કર્યો છે કે 2024માં તો કોંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનની સરકાર બનશે. મલ્લિકાજૂર્ન ખડગે નાગાલેન્ડમાં એક જાહેરસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે આ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની સરકાર બનવાનો દાવો કર્યો હતો. નાગાલેન્ડમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ખડગેએ કહ્યું કે 2024માં કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે. કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરશે.

આ દરમિયાન ખડગેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે 2024માં દેશની જનતા PM મોદીને પાઠ ભણાવશે. કોંગ્રેસના નેતૃત્વમાં સરકાર બનશે.કેન્દ્રમાં ગઠબંધન સરકાર આવશે અને કોંગ્રેસ તેનું નેતૃત્વ કરશે, ખડગેએ કહ્યુ કે, અન્ય પક્ષો સાથે વાતચીત ચાલી રહી છે,અમે લોકતંત્ર અને બંધારણનું પાલન કરીશું, ભલે પછી 100  PM મોદી આવે કે 100 શાહ આવી જાય.

ખડગેએ કહ્યું કે, 100 PM મોદી આવી જાય કે 100 શાહ આવી જાય, પરંતુ આ વખતે કોંગ્રેસની સરકાર બનશે. તેમણે કહ્યું કે આ હિંદુસ્તાન છે. તેમણે કહ્યુ કે દેશની આઝાદીમાં અમારા લોકોનું યોગદાન છે. કોંગ્રેસના લોકોએ આઝાદી મેળવવામાં જાન ગુમાવ્યા હતા. ભાજપના લોકોએ આઝાદીમાં જીવ ગુમાવ્યા નથી. તેમણે કહ્યું કે, તમે ભાજપનો એક માણસ શોઘીને બતાવો કે જેણે આઝાદી માટે જીવ ગુમાવ્યો હોય અથવા જેલમાં ગયા હોય.

આ પહેલા ખડગેએ એક રેલીમાં  ભાજપ પર નિશાન સાધીને કહ્યું હતું કે, ભાજપ અને તેના સહયોગીઓ નાગાલેન્ડને લૂંટવાનું કામ કર્યું છે. તેમણે કહ્યુ કે છેલ્લાં 20 વર્ષમાં નેશનલિસ્ટ ડેમોક્રેટીક પ્રોગેસીવ પાર્ટી અને ભાજપે નાગાલેન્ડને લૂંટ્યું છે. હવે સમય આવી ગયો છે કે લોકોને ન્યાય મળે અને એવી સરકાર હોય જે લોકો માટે કામ કરે.

ખડગેએ આગળ કહ્યું કે, ભાજપની રાજનીતિનો હેતું નાગાઓની સ્વદેશી અને અનૂઠી સંસ્કૃતિને નષ્ટ કરવાનું છે. નાગાલેન્ડના લોગોએ નાગાલેન્ડની સંસ્કૃતિ, ધ્રુવીકરણ અને નફરતની રાજનીતિ પર આ હુમલા સામે ઉભા થવું પડશે.

60 સભ્યો વાળી નાગાલેન્ડ વિધાનસભામાં 27 ફેબ્રુઆરીએ ચૂંટણી છે અને મતગણતરી 2 માર્ચે થવાની છે. એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે  ઉમેદવારી પાછી ખેંચી લેતા ભાજપના ઉમેદવારની જીત થઇ ગઇ છે. ચૂંટણી પહેલાં જ ભાજપે ખાતું ખોલી દીધું છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.