દિલ્હીમાં 'વર્ક ફ્રોમ હોમ'નો આદેશ લાગુ, કામના સમયમાં ફેરફાર સહિત ઘણી જાહેરાતો

પેટ્રોલ અને ડીઝલ બચાવવા અને ઘરેથી કામ કરવાની PM નરેન્દ્ર મોદીની અપીલ પછી, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. દિલ્હીના CM રેખા ગુપ્તાએ જણાવ્યું છે કે, સરકારી કચેરીઓ બે દિવસ ઘરેથી કામ કરશે (WFH). તેમણે ખાનગી કંપનીઓને પણ આનો અમલ કરવા વિનંતી કરી છે. સરકારે 'મારું ભારત, મારું યોગદાન' અભિયાન હેઠળ અનેક ઉપાયોની જાહેરાત કરી છે.

34

CM રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટે, સરકાર દર અઠવાડિયે બે દિવસ ઘરેથી કામ કરશે. ખાનગી કંપનીઓને પણ બે દિવસ ઘરેથી કામ કરવાનું કહેવામાં આવશે. WFH દિવસોમાં 100 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે. જોકે, કટોકટી અને આવશ્યક સેવાઓ વિભાગોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

CM અને મંત્રીઓ માટે વાહનોની સંખ્યામાં ઘટાડાનો ઉલ્લેખ કરતા, CM રેખા ગુપ્તાએ જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાની વિનંતી કરી. અધિકારીઓના પેટ્રોલ વપરાશમાં 20 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, દર સોમવારે 'Monday Metro Day' રહેશે, અને મંત્રીઓ અને અધિકારીઓ મોટી સંખ્યામાં તેનો ઉપયોગ કરશે.

36

કામકાજના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. દિલ્હી સરકારની કચેરીઓ સવારે 10થી સાંજે 7:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. મ્યુનિસિપલ કચેરીઓ સવારે 8:30થી સાંજે 5:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. દિલ્હીમાં જનતાને 'નો વ્હીકલ ડે' ઉજવવા વિનંતી કરવામાં આવે છે. સરકાર આગામી છ મહિના સુધી કોઈપણ વાહન ખરીદશે નહીં. ગ્રેડ 1 થી 8ના કર્મચારીઓને સરકાર તરફથી 10 ટકા વધારાનું ભથ્થું આપવામાં આવશે, જો તે ભથ્થાના 25 ટકા જાહેર પરિવહન પર ખર્ચ કરશે તો.

સરકારી કર્મચારીઓને તેમના ઘરેથી મેટ્રો સ્ટેશનો સુધી લઈ જવા માટે 29 કોલોનીમાં 58 બસો તૈનાત કરવામાં આવશે. 50 ટકા મીટિંગ્સ ઓનલાઈન કરવામાં આવશે. યુનિવર્સિટીઓ અને કોલેજોને પણ ઓનલાઈન વર્ગો ચલાવવા માટે વિનંતી કરવામાં આવી રહી છે. ઓનલાઈન સુનાવણીની મંજૂરી આપવા માટે કોર્ટમાં પણ અપીલ કરવામાં આવી છે.

35

CM રેખા ગુપ્તાની સરકારે જાહેરાત કરી છે કે, આગામી વર્ષ માટે કોઈ મંત્રી કે અધિકારી વિદેશ પ્રવાસ કરશે નહીં. બધા વિદેશ પ્રવાસ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યા છે. આગામી 3 મહિના સુધી કોઈ મોટા સમારોહ થશે નહીં. દિલ્હીમાં બહારથી આવતા લોકોને આકર્ષવા માટે ખાસ પ્રવાસ કાર્યક્રમો બનાવવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા ઉત્પાદનો બધા મોલમાં પ્રદર્શિત કરવામાં આવશે. દિલ્હી સરકાર ફક્ત ભારતમાં બનેલા ઉત્પાદનોને જ પ્રાથમિકતા આપશે.

દિલ્હીમાં 90 દિવસ માટે લોકજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે, જેમાં લોકો ઇંધણ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનો સંકલ્પ લેશે.

સરકારે કહ્યું છે કે, વીજળીનો વપરાશ ઘટાડવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે. બધી ઓફિસોમાં AC 24 થી 26 ડિગ્રી પર ચલાવવામાં આવશે. આ ઉપરાંત, ઓફિસો ખાલી થતાં જ એની જાતે જ લાઇટ બંધ થઇ જાય એવી સ્વીચો લગાવવામાં આવશે, જેથી વીજળીનો બગાડ ન થાય.

About The Author

Related Posts

Top News

RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સંગઠનાત્મક પુનર્ગઠનમાં મોટો ફેરફાર કરતા જગદીશ આફલે ટ્રસ્ટના પ્રથમ સચિવ તરીકે નિમણૂક કરી છે. તેમની...
National 
RSS સાથે કનેક્શન, IITનો અભ્યાસ..., કોણ છે જગદીશ આફલે, જેમને રામ મંદિર ટ્રસ્ટના પ્રથમ સચિવ બનાવાયા?

ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં વેઈટલિફ્ટિંગમાં ભારતનો મેડલ જીતવાનો સિલસિલો ચાલુ છે, આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. નામ છે હરજિંદર...
Sports 
ઘાસ ચારો કાપવાની મશીને વેઈટ લિફ્ટિંગમાં કરાવી એન્ટ્રી, હવે કોમનવેલ્થ ગેમ્સમાં દેશને અપાવ્યો સિલ્વર મેડલ

ગુજરાતના મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વાણી-વર્તનમાં સંયમ જરૂરી: વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યની ચેતવણી

લોકશાહી વ્યવસ્થામાં વાણીની સ્વતંત્રતા એ પ્રત્યેક નાગરિકનો એક પવિત્ર અધિકાર છે પરંતુ જ્યારે આ અધિકારનો ઉપયોગ સત્તાના પદ પર બિરાજમાન...
National 
ગુજરાતના મંત્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વાણી-વર્તનમાં સંયમ જરૂરી: વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યની ચેતવણી

Honda ZR-V નવી SUV લોન્ચ; 23 KMPL માઇલેજ, 8 એરબેગ્સની સુરક્ષા પણ મળશે

હોન્ડાએ ભારતમાં તેની નવી SUV લોન્ચ કરી છે. આમ તો, કંપનીએ પહેલા જ આ SUVનો ખુલાસો કરી દીધો...
Tech and Auto 
Honda ZR-V નવી SUV લોન્ચ; 23 KMPL માઇલેજ, 8 એરબેગ્સની સુરક્ષા પણ મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.