મૂસેવાલાના પિતાએ એમ શા માટે કહ્યું કે- ‘2024મા CM યોગીના નામે પડશે વોટ’

પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના પિતા બળાકૌર સિદ્ધિએ લૉ એન્ડ ઓર્ડરની બાબતે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન વખાણ કર્યા છે. તેનું કહેવું છે કે, દીકરાની હત્યાના એટલા મહિના વીતી ગયા છતા પણ ન્યાય મળ્યો નથી. તેનાથી તેઓ દુઃખી છે. બલકૌર સિદ્ધુએ કહ્યું કે, હવે અમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની યાદ આવવા લાગી છે. આગામી 2024ની ચૂંટણીમાં લોકો યોગી આદિત્યનાથના નામ પર વોટ કરશે કેમ કે તેમણે ઉત્તર પ્રદેશને આદર્શ રાજ્ય બનાવી દીધું છે.

તેણે કહ્યું કે, જો તેમનો દીકરો સિદ્ધુ મૂસેવાલાનો જન્મ સામાન્ય પરિવારની જગ્યાએ કોઈ રાજનૈતિક પરિવારમાં થતો તો કોઈ તેને સ્પર્શ કરવાની હિંમત પણ ન કરી શકતું. આ જ મહિને સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતાએ પંજાબ વિધાનસભા બહાર ધરણાં પ્રદર્શન પણ કર્યા હતા. તેમણે ન્યાયની માગ કરી હતી. સાથે જ કહ્યું હતું કે, તેમના દીકરાની હત્યાનો માસ્ટરમાઈન્ડ હજુ પણ ફરાર છે. તપાસ એજન્સીઓ દ્વારા કંઈ પણ યોગ્ય પગલા ઉઠાવવામાં આવી રહ્યા નથી. હત્યાનો માસ્ટરમાઈન્ડ ફરાર છે.

બલકૌર સિંહને જ્યારે એમ પૂછવાના આવ્યું કે શું તેઓ CBI તપાસની માગ કરશે? તેના પર તેણે કહ્યું કે, નિશ્ચિત રૂપે CBI તપાસ થવી જોઈએ. આ દરમિયાન વિપક્ષ નેતા પ્રતાપ સિંહ બાજવા અને અન્ય કોંગ્રેસના નેતા પર સિદ્ધુ મૂસેવાલાના માતા-પિતા સાથે ધરણાં પ્રદર્શ સામેલ થયા હતા. જો કે, મૂસેવાલાના માતા-પિતાએ પંજાબના મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલના આશ્વાસન બાદ વિરોધ સમાપ્ત કરી દીધો હતો. બળાકૌર સિંહ સિદ્ધુએ મંત્રીને જણાવ્યું હતું કે, પૂર્વમાં પણ આશ્વાસન આપવામાં આવ્યું હતું.

તેણે કહ્યું કે, અહી આવ્યો છું કેમ કે અમારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો. છેલ્લા 10 મહિનાથી કોઈ પણ યોગ્ય પગલાં ઉઠાવવામાં આવ્યા નથી. પોલીસ અને પ્રશાસનને કાર્યવાહી માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કેસને દબાવવામાં આવી રહ્યો છે. તેણે આરોપ લગાવતા કહ્યું કે, મહત્ત્વપૂર્ણ સાક્ષીઓનો સફાયો કરવામાં આવી રહ્યો છે અને અમારા પક્ષમાં કશું જ જઈ રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે સિદ્ધુ મૂસેવાલા ગયા વર્ષે 29 મેના રોજ પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.