ગુજરાતના આ શહેરની 400 શાળામાં નહીં અપાય નવરાત્રી વેકેશન

રાજ્ય સરકાર દ્વારા નવરાત્રી દરમિયાન શાળાઓમાં વેકેશન રાખવાની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે હવે સરકારના નિર્ણયના વિરોધમાં ખાનગી શાળાના સંચાલકો આવ્યા છે. સુરતની અલગ અલગ શાળાના સંચાલકો દ્વારા સરકારને શાળામાં નવરાત્રી વેકેશન નહીં આપવા માટે રજૂઆત કરવામાં આવશે. જો કે આ અગાઉ પણ અમદાવાદ અને વડોદરામાં ઇંગ્લીશ મીડિયમ શાળાના સંચાલકો દ્વારા સરકારના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો અને નવરાત્રીમાં શાળામાં વેકેશન નહીં રાખવા અંગે સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જ્યારે શાળાઓમાં નવરાત્રી વેકેશનની વાત કરવામાં આવી હતી. ત્યારે સૌ પ્રથમ સુરતની ખાનગી શાળાઓ દ્વારા આ બાબતે વિરોધ કરવામાં આવ્યો હતો અને વેકેશન ન રાખવા માટે યોગ્ય દલીલો પણ સરકાર સામે સુરતની શાળાઓના સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ શાળાના સંચાલકોની વાતનો અસ્વીકાર કરીને સરકાર દ્વારા ખાનગીઓ શાળાઓમાં વેકેશન જાહેર કરતો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો.

આ બાબતે સુરતની ખાનગી શાળાના સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ સવજીભાઈ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સુરતમાં શાળાના નવરાત્રી વેકેશન ન આપવાના મુખ્ય બે પ્રશ્નો છે. જેમાં પહેલો પ્રશ્ન છે કે, સેમેસ્ટર સીસ્ટમ હોવાના કારણે આ વેકેશનની અસર બાળકોના અભ્યાસ પર પડે છે. બાળકોના હિતને ધ્યાનમાં લઈ સરકાર આ બાબતે વિચારણા કરે એ બાબતે સરકાર સામે અમારી પહેલાથી જ રજૂઆત રહી છે. અમારી બીજી વાત એ છે કે, જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કોઈ પણ શિક્ષક કે આચાર્ય મંડળ સાથે સરકારે વિચારણા કરી નથી. મહત્ત્વની વાત તો એ કહી શકાય કે, 10 તારીખથી 19 તારીખ સુધી નવરાત્રી વેકશન છે અને 20 તારીખે બાળકોને સીધું પરીક્ષા આપવા માટે શાળાએ આવવાનું છે. બાળક શાળામાં 9 દિવસ અભ્યાસથી વંચિત રહે અને પછી સીધી પરીક્ષા આપવા માટે આવે તો બાળકનું પરિણામ નબળું આવી શકે છે. નબળું પરિણામ આવવાના કારણે બાળકના મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીના પૈસા સંભાળનાર શખ્સ નીકળ્યો મોદી ફેન; ખુલ્લી જાહેરાત પર રાહુલે આપ્યો જવાબ

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના બધા નાણાકીય રેકોર્ડની દેખરેખ રાખનાર રોકાણકારે તેમના વિશે કેટલાક દાવા કર્યા છે. રાહુલના રોકાણકારનું નામ મુથુકૃષ્ણન...
Business 
રાહુલ ગાંધીના પૈસા સંભાળનાર શખ્સ નીકળ્યો મોદી ફેન; ખુલ્લી જાહેરાત પર રાહુલે આપ્યો જવાબ

'WFH અપનાવો, પેટ્રોલ-ડીઝલ બચાવો અને 1 વર્ષ સોનું ખરીદવાનું ટાળો': PM મોદીએ આવી અપીલ કેમ કરી?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિકંદરાબાદ (તેલંગાણા)માં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્વની અસર અંગે અનેક...
Politics 
'WFH અપનાવો, પેટ્રોલ-ડીઝલ બચાવો અને 1 વર્ષ સોનું ખરીદવાનું ટાળો': PM મોદીએ આવી અપીલ કેમ કરી?

ભલે ભાજપની જીત થઇ હોય પણ મોટો લાડવો તો કોંગ્રેસને મળ્યો

2026માં 5 રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં સાયલન્ટ શિફ્ટ જોવા મળ્યું. ભલે બંગાળ, આસામ, પુડેચેરીમાં ભાજપે સરકાર બનાવી હોય, પરંતુ મોટો...
National 
ભલે ભાજપની જીત થઇ હોય પણ મોટો લાડવો તો કોંગ્રેસને મળ્યો

મમતા બેનર્જીને ઘરે બેસાડનારા ભાજપના આ 5 મુખ્ય પાત્રો હતા

પશ્ચિમ બંગાળમાં ભાજપે જીત મેળવી અને 208 બેઠકો સાથે હવે સરકાર બનાવશે. મમતાને ઘરે બેસાડવામાં 5ના 5 મુખ્ય પાત્રો હતા....
National 
મમતા બેનર્જીને ઘરે બેસાડનારા ભાજપના આ 5 મુખ્ય પાત્રો હતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.