એવી 12 જગ્યા જેને Google Maps પર જોવાની છે મનાઈ!

ગત મહિને Appleના CEO ટિમ કૂકના ઘરને Apple Maps અને Google Maps પર બ્લર કરી દેવામાં આવ્યું હતું કારણ કે, એવી જાણકારી મળી હતી કે એક મહિલા ટિમ કુકનો પીછો કરી રહી છે. પરંતુ, શું તમે જાણો છો કે, એવી ઘણી જગ્યાઓ છે, જેને Google Maps પર દર્શાવી નથી શકાતી. ધ સનના રિપોર્ટ અનુસાર, Google 10 કરતા વધુ લોકેશન્સને પોતાના મેપ પરથી હટાવી ચુક્યુ છે. તમે પણ તે જગ્યાઓ વિશે માહિતી મેળવી લો.

Prison de Mountlucon, France: Google મધ્ય ફ્રાન્સમાં આવેલી જેલને સેન્સર કરી ચુક્યુ છે. આવુ 2018માં ફ્રાન્સ સરકારના નિવેદન પર સુરક્ષાના કારણોને લઈ કરવામાં આવ્યું હતું.

Moruroa, a mysterious island in French Polynesia used for nuclear testing

Moruroa, French Polynesia: દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં આવેલો મોરુરોઆ એક નાનકડો પ્રવાલદ્વીપ (Atoll) છે. તેને શા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો, તેનું કારણ તો સ્પષ્ટ નથી પરંતુ કહેવામાં આવે છે કે આઈલેન્ડનો ન્યૂક્લિયર ઈતિહાસ રહ્યો છે.

2207 Seymour Avenue, Cleveland, Ohio, was the home to a horrific series of kidnappings

2207 Seymour Avenue, Ohio: Ariel Castro નામના વ્યક્તિએ વર્ષ 2002થી લઈને 2004ની વચ્ચે કેટલીક છોકરીઓને કિડનેપ કરીને ઓહિયો સ્થિત ઘરમાં રાખી હતી. તેણે છોકરીઓને મે 2013 સુધી બંધક બનાવીને રાખી હતી. આ જગ્યાને પણ Google Maps પર બેન કરી દેવામાં આવે છે.

House in Stockton-on-Tees: બ્રિટનમાં આવેલા Princeport Road પર સ્થિત Stockton-on-Tees Google Maps પર બ્લર છે.

Jeannette Island, Russia: બરફથી ઢંકાયેલો રહેતો આઈલેન્ડ 1.2 માઈલ લાંબો છે. માનવામાં આવે છે કે, રશિયા અને અમેરિકામાં તનાતનીના કારણે આ આઈલેન્ડ Google Maps પર બ્લર છે.

North Korea: નોર્થ કોરિયાના ઘણા હિસ્સા Google પર બ્લર છે.

Amchitka Island- Alaska: 50, 60 અને 70ના દાયકામાં Amchitka Island પર અમેરિકાનું ન્યૂક્લિયર ટેસ્ટિંગ થતું હતું. પરંતુ, Google Maps પર તેના ઘણા હિસ્સા બ્લર છે. અમેરિકાએ અહીં ઘણા અંડરગ્રાઉન્ડ ન્યૂક્લિયર ટેસ્ટ કર્યા છે.

Greek military Base: ગ્રીસની રાજધાની એથેન્સમાં આવેલું આ મિલિટ્રી બેઝ પણ Google Maps પર સંપૂર્ણરીતે પિક્સલેટ છે. આવુ સુરક્ષા કારણોને લઈ કરવામાં આવ્યું છે.

French nuclear facility: ફ્રાન્સમાં આવેલું The AREVA La Hague nuclear fuel reprocessing facility પણ Google પર બ્લર છે. તે 1976માં ખોલવામાં આવ્યું હતું. અહીંથી ઘણા દેશોને ન્યૂક્લિયર ફ્યૂઅલ આપવામાં આવે છે.

Polish Special Forces base: પોલેન્ડની સ્પેશિયલ ફોર્સ કમાન્ડની ટ્રેનિંગ અહીં થાય છે. તે પણ Google Maps પર બ્લર છે.

Patio de los Naranjos, Spain: સ્પેનમાં આવેલું Patio de los Naranjos આ જગ્યા સરકારી ઓફિસોની પાસે છે. તે બ્લર શા માટે છે, તે કારણ તો સ્પષ્ટ નથી.

Tim Cook’s House: Appleએ પોતાની મેપ સર્વિસમાં એક અદ્રશ્ય દીવાલ ટિમ કુકના ઘરના કારણે દર્શાવી હતી. એવામાં હવે કોઈપણ ટિમ કુકનું ઘર પબ્લિકલી ના જોઈ શકે. તેમજ Google Maps પર પણ તેમના ઘરના હિસ્સાને પિક્સલેટ કરવામાં આવ્યો હતો. CultOfMac અનુસાર, ટિમ કુકના ઘરની કિંમત આશરે 25 કરોડ કરતા પણ વધુ છે. Apple કંપનીના બોસનું ઘર કેલિફોર્નિયાના પાલો આલ્ટોમાં છે.

About The Author

Related Posts

Top News

'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો; વિપક્ષે કહ્યું- સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

કર્ણાટકના મંત્રી KM શિવલિંગે ગૌડાએ એક એવું નિવેદન આપ્યું છે જેનાથી દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો આવ્યો છે. એક કાર્યક્રમને સંબોધતા...
National 
'અધિકારીઓનું લાંચ લેવું ખોટું નથી...' મંત્રીના નિવેદનથી હોબાળો;  વિપક્ષે કહ્યું-  સરકારનું સત્ય આખરે બહાર આવી ગયું!

વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણની જવાબદારી તેમના સંતાનોની હોય છે. પરંતુ શું વૃદ્ધ માતા-પિતાના ભરણપોષણ માટે પુત્રવધૂ પણ જવાબદાર છે. ખાસ કરીને...
National 
વિધવા વહુ પાસેથી સાસુ માસિક ભરણપોષણની માંગણી નહીં કરી શકે, હાઈ કોર્ટે સમજાવ્યો કાયદો

70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસની તપાસ એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચી ગઈ છે. ઉત્તર પ્રદેશ સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને...
National 
70 વખત નહીં રામ મંદિરમાં 105 વખત ચોરી થઈ, CCTVમાં કેદ થઇ ઘટનાઓ; બે દિવસમાં થશે મોટા ખુલાસા

ગુજરાતમાંથી હવે નકલી IAS અધિકારી પણ ઝડપાયો, અધિકારી બનાવવાની લાલચ આપી પૈસા લેતો

ગુજરાતના આણંદમાં પોતાને IAS અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર તરીકે ઓળખાવતા એક વ્યક્તિ સાથે છેતરપિંડીનો કેસ પ્રકાશમાં આવ્યો છે. એવો આરોપ...
Gujarat 
ગુજરાતમાંથી હવે નકલી IAS અધિકારી પણ ઝડપાયો, અધિકારી બનાવવાની લાલચ આપી પૈસા લેતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.