- Gujarat
- શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?
શું વિજય રૂપાણીની અંતિમ વિદાયનો ખર્ચ ભાજપે તેમના પરિવાર પર નાખી દીધો તે યોગ્ય છે?
અમદાવાદ- લંડનની ફલાઇટમાં 12 જૂને થયેલા અકસ્માતમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હતં અને 16 જૂને રાજ્યની પ્રજાએ ભારે હૈયે તેમને અંતિમ વિદાય આપી હતી. હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, દિવંગત વિજય રૂપાણીની અંતિમ યાત્રા અને શ્રદ્ધાંજલી કાર્યક્રમનો ખર્ચ ભાજપે આપવાની ના પાડી દીધી છે અને એ ખર્ચ રૂપાણી પરિવાર પાસેથી વસુલવા માટે વેન્ડરોને કહેવાયું છે.
જ્યારે સદગતના કાર્યક્રમ માટે ટેન્ટ વાળા, ફુલવાળા અને અન્ય લોકો પેમેન્ટ માટે પહોંચ્યા ત્યારે આખી વાત બહાર આવી. જો કે રૂપાણી પરિવારે લગભગ 25થી 30 લાખનો ખર્ચ ચૂપચાપ ચૂકવી દીધો છે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ જ્યારે રાજકોટ પહોંચ્યા તો મીડિયાએ તેમને સવાલ પુછ્યો હતો તો પાટીલે કહ્યુ કે, હમણા નમોત્સવની વાત કરો, ખર્ચ વિશે અલગથી મળજો ચોક્કસ જવાબ આપીશ. જે ભાજપ રૂપાણી પરિવારની પડખે ઉભા રહેવાનું વાત કરતું હતું તે સંવેદનહીન બની ગયું છે.

