- Offbeat
- લગ્નમાં આવેલા મહેમાનોને આશ્ચર્ય થયું, આમંત્રણ કાર્ડના મેનુ લિસ્ટમાં લખી હતી ચોંકાવનારી વાત!
લગ્નમાં આવેલા મહેમાનોને આશ્ચર્ય થયું, આમંત્રણ કાર્ડના મેનુ લિસ્ટમાં લખી હતી ચોંકાવનારી વાત!

લગ્ન ફક્ત ધાર્મિક વિધિઓ જ નથી, પરંતુ ભોજન, મોજમસ્તી અને પ્રિયજનો સાથે સમય વિતાવવાનો પ્રસંગ છે. મહેમાનો ઉત્તમ ભોજનની રાહ જોતા હોય છે અને ત્યાં આ પ્રસંગે કેલરી વિશે ચિંતા કરવાની શક્યતા ઓછી હોય છે. પરંતુ તાજેતરમાં એક લગ્ને આ પરંપરા તોડી નાખી. એક રેડિટ યુઝરે લગ્નનું એક અનોખું મેનુ શેર કર્યું, જેમાં દરેક વાનગીની સાથે તેની કેલરી કેટલી છે તે પણ સાથે લખેલી હતી.

રેડિટ યુઝરે કહ્યું કે, તે ઘણા લાંબા સમય પછી લગ્નમાં ગયો હતો. પશ્ચિમ બંગાળના ચૈત્ય હોલમાં થયેલા આ લગ્નનું મેનુ ખૂબ જ ખાસ હતું. દરેક વિગતો પર ખુબ ધ્યાન આપવામાં આવ્યું હતું, ખાસ કરીને ખાવાના પર. મેનુમાં મહેમાનો માટે એક ટૂંકો સંદેશ હતો: 'કૃપા કરીને આરામથી બેસો અને તમારા ભોજનનો આનંદ માણો, તેનો બગાડ કર્યા વિના.' તેની નીચે લખેલું હતું 'કેલરી મેમો', જેમાં લગ્નના જમણવારમાં પીરસનારી બધી વાનગીઓ અને તેમની કેલરી લખેલી હતી.

દરેક વાનગીની આગળ તેની કેલરી લખેલી હતી, સાથે તે શાકાહારી હતી કે માંસાહારી તેનું ચિહ્ન પણ લખેલું હતું. કુલ મળીને, મેનુમાં 1200 કિલો કેલરીની વાનગીઓ હતી. આનાથી મહેમાનોને ખબર પડી શકતી હતી કે, તેઓ કેટલું ખાઈ રહ્યા છે. મેનુમાં એક મજેદાર નોંધ પણ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, મહેમાનો કેલરી જોઈને તેમના ડાન્સનું આયોજન કરી શકે છે.
https://www.reddit.com/r/indiasocial/comments/1jsi4r7/unique_menu_cardop_attended_a_wedding_after_a/

મેનુએ GSTને એક રમુજી અર્થ આપ્યો, 'ગેમ્સ અને સ્ટોલ ટેક્સ', તેમાં લખ્યું હતું, 'GST શૂન્ય છે કારણ કે અમે સ્ટોલ પર જે કંઈ ખાધું, તે અમે રમતોમાં બાળી નાખ્યું. મજાક કરવાનું બંધ કરો! તમે વિચારી રહ્યા હશો કે, અમે કેલરી પાછળ પડ્યા છીએ. બિલકુલ નહીં! પણ બધા કાર્બોહાઇડ્રેટ્સ હોવા સારા નથી. તો ચાલો ડાન્સ ફ્લોર પર અને કેલરી બાળીએ!' આ પોસ્ટ ઓનલાઈન વાયરલ થઈ ગઈ.

સોશિયલ મીડિયા પર લોકોએ અલગ અલગ વાતો કહી. એક યુઝરે મજાકમાં લખ્યું, 'જીમ જનારાના સપનાનું મેનુ.' બીજાએ કહ્યું, 'મને તે ખરેખર ગમ્યું. ફિટનેસ માટે પણ અને લોકોને તેમની ખાવાની આદતોની અસર સમજાવવા માટે.' કોઈએ કહ્યું, 'ડેવલોપરે બનાવ્યું હશે!' એક યુઝરે લખ્યું, 'મેનૂ કાર્ડ માટે આ એક સરસ વિચાર છે.' આ અગાઉ, એક લગ્નનું મેનુ રિસર્ચ પેપર સ્ટાઇલમાં વાયરલ થયું હતું. તેમાં, વરરાજા અને કન્યા, જેઓ વૈજ્ઞાનિક હતા, તેમણે મેનુને મનોરંજક રીતે રજૂ કર્યું હતું. તેમાં પરિચય, નિષ્કર્ષ અને લગ્ન અને રિસેપ્શનનું આયોજન દર્શાવતા કોષ્ટકો હતા.
Related Posts
Top News
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Opinion
