- Politics
- શું કેપ્ટન અમરિન્દર સિંહનો ભાજપમાંથી મોગભંગ થઈ ગયો છે? બોલ્યા- ‘ભાજપ પોતાના નિર્ણયોમાં વધુ કઠોર’
શું કેપ્ટન અમરિન્દર સિંહનો ભાજપમાંથી મોગભંગ થઈ ગયો છે? બોલ્યા- ‘ભાજપ પોતાના નિર્ણયોમાં વધુ કઠોર’
શું પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહને ભાજપથી મોહભંગ થઈ ગયો છે? કોંગ્રેસના પૂર્વ નેતાએ કઈક એવું નિવેદન આપ્યું છે જેનાથી એવું લાગે છે કે તેમને જૂની પાર્ટીની યાદ આવવા લાગી છે. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) પોતાના નિર્ણયોમાં અપેક્ષાકૃત વધુ કઠોર છે, જ્યારે કોંગ્રેસ પાર્ટીની પરામર્શની પરંપરા વધુ વ્યાપક અને લચીલી રહી છે. તેમના આ નિવેદનથી એવી અટકળોને વેગ મળ્યો છે કે કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં પાછા આવી શકે છે.
પંજાબના 2 વખતના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે શુક્રવારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, પંજાબ જેવા રાજ્યમાં રાજકીય મિજાજ અલગ છે અને પાયાના નેતાઓના મંતવ્યોને અવગણી નહીં શકાય. તેમણે ઈશારો કર્યો કે ભાજપ અત્યાર સુધી પંજાબમાં મજબૂત રાજકીય બળ બની શકી નથી કારણ કે પાર્ટીનું નેતૃત્વ પાયાના નેતાઓ સાથે પૂરતો સંવાદ કરતું નથી.
ધ હિન્દુના એક અહેવાલ મુજબ કેપ્ટન અમરિંદરે કહ્યું કે, ‘પંજાબ એક અલગ ક્ષેત્ર છે. જુઓ, ભાજપ દેશના ઘણા ભાગોમાં પ્રગતિ કરી રહી છે, પરંતુ પંજાબમાં આવું કેમ નથી થઈ રહ્યું? છેલ્લી ચૂંટણી જુઓ, ભાજપે કેટલી બેઠકો જીતી... લગભગ ન બરાબર. તેનું કારણ એ છે કે અહીં નિર્ણયો એવા લોકોની સલાહ લીધા વિના લેવામાં આવે છે જે જમીન પર કામ કરી ચૂક્યા છે અને પરિસ્થિતિને સમજે છે. કોંગ્રેસમાં ટોચના સ્તરે નિર્ણયો લેવામાં આવતા હતા, પરંતુ ધારાસભ્યો, સાંસદો અને અનુભવી નેતાઓના મંતવ્યો જરૂર લેવામાં આવતા હતા. કોંગ્રેસમાં ઉપરથી નિર્ણયો લેવામાં આવતા હતા, પરંતુ અમારી પાસે સલાહ લેવામાં આવતી હતી. અહીં (ભાજપમાં), મને નથી લાગતું કે કોઈએ પાયાના કાર્યકરો કે નેતાઓ પાસેથી સલાહ લીધી હોય.’
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને કોંગ્રેસની યાદ આવી રહી છે, ત્યારે કેપ્ટન અમરિંદરે સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીને નહીં, પરંતુ ત્યાંની કાર્યપ્રણાલિની યાદ આવે છે. મને કોંગ્રેસ પાર્ટીની યાદ નથી આવતી, મને સિસ્ટમની યાદ આવે છે. પરામર્શની એક વ્યાપક પ્રક્રિયા હતી અને અનુભવનું મૂલ્ય હતું. આ વાત ભાજપમાં મને આ ઓછી દેખાય છે. કોંગ્રેસ તેના વિચારોમાં વધુ લચીલી છે, જ્યારે મને ભાજપનું વલણ થોડું કઠોર લાગે છે.
ઉલ્લેખનીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહે 2021માં કોંગ્રેસ નેતૃત્વ, ખાસ કરીને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાથી મોહભંગ થયા બાદ પાર્ટી છોડી દીધી હતી. ત્યારબાદ તેમણે પંજાબ લોક કોંગ્રેસ (PLC)ની રચના કરી અને પછી 2022માં ભાજપમાં પોતાની પાર્ટી મર્જ કરી દીધી હતી.
કેપ્ટન અમરિંદર સિંહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 2027માં પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને ભાજપ રાજ્યમાં પોતાને એક મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહી છે. ભાજપની અંદરથી આ નિવેદનને પાર્ટીની અંદર આત્મનિરીક્ષણ માટે સંકેત તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.

